Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૨૧
૧/૪/૧/૧૪૨
ક્ષણ માત્રમાં સદા ઉપયુક્ત થઈ કર્મશત્રુ જીતવા કે મોક્ષમાર્ગે જવા પરાક્રમી બનજે. અધ્યયન-૪ “સમ્યક્ત્વ' ઉદ્દેશો-૧ “સમ્યવાદ''નો
મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
ૐ અધ્યયન-૪ ઉદ્દેશો-૨ “ધર્મવાદી પરિક્ષા'
• ભૂમિકા
--
પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો, તેનો સંબંધ આ - ઉદ્દેશા-૧ માં સમ્યવાદ બતાવ્યો. તેનો શત્રુ મિથ્યાવાદ છે. તે દૂર કરતા આત્મલાભ મળે છે. જ્ઞાન વિના તે તે દૂર ન થાય. વિચારણા વિના પરિજ્ઞાન ન થાય. તેથી મિથ્યાવાદી અન્ય મતની વિચારણા માટે આમ કહે છે. આ રીતે આવેલ ઉદ્દેશાનું આદિ સૂત્ર ને આપવા છે. અહીં જે સમ્યકત્વ લીધું તે સાત પદાર્થોની શ્રદ્ધા કરવાનું છે. તેમાં મુમુક્ષુ એ “શસ્ત્રપરિજ્ઞા'માં જાણ્યું કે જીવાજીવ પદાર્થથી સંસારમોક્ષ કારણનો નિર્ણય કરવો. તેમાં સંસારનું કારણ આસવ-બંધ છે. મોક્ષનું કારણ નિર્જરા-સંવર છે, કાર્ય મોક્ષ છે - ૪ - તે સમ્યક્ત્વ વિચારણા કહે છે–
• સૂત્ર-૧૪૩ -
જે આસવના સ્થાન છે, તે પરિાવના અને જે પરિસવના સ્થાન છે તે
આસવના છે. જે નાશ્રવના કારણ છે તે અપરિસવના અને જે પરિસવના કારણ છે તે અનાશ્રવના છે. આ પદોને સમ્યક્રીતે જાણી જિનાજ્ઞા મુજબ લોકને જાણીને આસવો ન સેવે.
• વિવેચન :
જે આરંભ વડે આઠ પ્રકારના કર્મનો આશ્રય કરે તે આસ્રવ, જે અનુષ્ઠાન વિશેષથી ચોતરફથી કર્મ સવે-ગળે તે પત્રિવ, જે કર્મબંધના સ્થાનો છે તે જ કર્મનિર્જરાના કારણો છે અર્થાત્ બીજા લોકોથી સેવિત માળા-સ્ત્રી આદિ સુખના કારણ છે તે કર્મબંધનો હેતુ હોવાથી આસવ છે. તે જ તત્ત્વવિદ્ન વિષયસુખથી પરાંગમુખ, સંસાર ભ્રમણકારી જાણીને વૈરાગ્યજનક છે તેથી પરિસ્ત્રવ-નિર્જરાના સ્થાનો છે સર્વ વસ્તુની અનેકાંતતા બતાવે છે–
४ परिस्त्रव અરિહંત, સાધુ, તપ, ચાસ્ત્રિ, સામાચારી, અનુષ્ઠાન આદિ નિર્જરા સ્થાન છે. તે જ અશુભ કર્મોદયથી અશુભ અધ્યવસાયવાળા તથા દુર્ગતિ માર્ગે જતા પ્રાણીને મહાશાતના અને ગારવ યુક્તને આસવ-પાપ-ઉપાદાન કારણ બને છે. તેથી કહ્યું કે જે કર્મનિર્જરા-સંયમના સ્થાનો છે, તેટલાં જ બંધના-અસંયમના સ્થાન છે. કહ્યું છે કે–
“જે પ્રકારે જેટલા સંસાર ભ્રમણના હેતુ છે, તેટલાં જ તેને વિપરીત લેવાથી નિર્વાણ સુખને આપનારા હેતુઓ છે.'' તથા રાગદ્વેષ મલિન ચિત્ત, વિષય સુખમાં તત્પર, દુષ્ટ આશયથી બધુ સંસાર માટે છે. જેમ લીમડામાં મેળવેલ સાકર કડવી
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
થાય છે. પણ સમ્યગ્દૃષ્ટિ જીવ સંસારથી છુટવા વિષયેચ્છા દૂર કરે તેને સર્વે અશુચિ દુઃખનું કારણ છે. એવું ભાવનારને સંવેગ થતા સંસાર કારણ પણ મોક્ષને માટે થાય છે.
એ જ રીતે - x - x - આસવથી અન્ય અનાસવ તે વ્રત છે. અશુભ કર્મોદયાદિથી - ૪ - તે નિર્જરા માટે થતા નથી. જેમ કોંકણ આર્યને. તેમજ અપસિવ
જે પાપોપાદાન કારણ છતાં કોઈ પણ પ્રવચન ઉપકારાદિ વડે તે અશુભ કૃત્યો
અનાસવ એટલે કર્મબંધના કારણ થતાં નથી.
- ૪ - ૪ - અહીં ચઉભંગી છે - મિથ્યાત્વ આદિ વડે જે કર્મના આસવોબંધકો છે તે જ બીજાના પરિચવો-નિર્જરકા છે. આ પ્રથમ ભંગમાં બધાં સંસારીચતુર્ગતિકા છે. તેમને પ્રતિક્ષણ આસવ-નિર્જરા છે. પણ જે આસવ કરે તે પસિવ ન કરે. આ બીજો ભાંગો શૂન્ય છે કેમકે બંધ જોડે નિર્જરા ચાલુ જ છે. એ રીતે
જે અનાસવા છે તે પરિવા છે તેવા અયોગી કેવલી ત્રીજા ભાંગામાં છે. ચોથા ભંગમાં સિદ્ધો છે - અનાસવા અપરિસવા.
- X - X - X - ઉક્ત કથન સમજી સાધુ વિચારે કે સંસારી જીવો આમ્રવ દ્વાર વડે આવેલાં કર્મથી બંધાય છે તથા તપ-ચાસ્ત્રિ વડે કર્મમુક્ત થાય છે. આવું જિનાજ્ઞા મુજબ જે આજ્ઞામાં રહે અને વર્તે તે મુકાય. એમ જાણી કર્મથી છુટવા જુદા
બતાવેલ આસવ-પરિસવ સમજી કો માણસ ધર્મચરણમાં ઉધમ ન કરે ?
તે કેવી રીતે તે બતાવે છે–
૨૨૨
આમ્રવ જ્ઞાનપત્યનીકતાથી, જ્ઞાનનિહવ, જ્ઞાનાંતરાય, જ્ઞાનપ્રદ્વેષ, જ્ઞાનાશાતના, જ્ઞાનવિસંવાદથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. એ રીતે દર્શન પ્રયત્નીકતા આદિથી દર્શનાવરણીય કર્મ બંધાય છે. પ્રાણી, ભૂત, જીવ, સત્વની અનુકંપાથી ઘણાં પ્રાણીને દુઃખ, શોક, વ્યથા, પીડા, સંતાપ ન આપવાથી સાતા વેદનીય કર્મ બંધાય. તેથી ઉલટું અસાતા બંધાય. તથા અનંતાનુબંધીની ઉત્કટતાથી તીવ્ર દર્શન મોહનીય અને પ્રબળ ચારિત્ર મોહનીયના સદ્ભાવથી મોહનીય કર્મ બંધાય.
મહાપરિગ્રહ, મહાઆરંભ, માંસાહાર અને પંચેન્દ્રિયવધથી નકાયુ બંધાય. માયામૃષાવાદ, ખોટા તોલ-માપથી તિર્યંચાયુ બંધાય. સ્વભાવિક વિનય, સાનુક્રોશ, અમાત્સર્યથી મનુષ્યાયુ બંધાય. સરાગસંયમ, દેશવિરતિ, બાલતપ, અકામનિર્જરાથી દેવાયુ બંધાય. કાય-ભાવ-ભાષામઋજુતા, અવિસંવાદયોગથી શુભનામ બંધાય. તેથી ઉલટુ અશુભનામ બંધાય.
જાતિ આદિ મદ ન કરતા ઉચ્ચ ગોત્ર અને મદ કરતા તથા પરપરિવાદથી નીચ ગોત્ર બંધાય. દાનાદિ પાંચના અંતરાયથી અંતરાયકર્મ બંધાય. આ આસવો છે. હવે પરિસવો બતાવે છે - અનશનાદિ તપથી નિર્જરા તે પરિસવા છે. આ પ્રમાણે આસવ-નિર્જરક ભેદ સહિત જીવો કહ્યા.
આ પદો તીર્થંકર-ગણધરે લોકોત્તર જ્ઞાનથી જુદા જુદા બતાવ્યા. એ જ રીતે ચૌદપૂર્વી આદિ જીવોના હિત માટે બીજાને ઉપદેશ આપે છે–