Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૪/૧/૧૩૯
તે ધર્મ પાપના અનુબંધરહિત શુદ્ધ છે, - બૌદ્ધાદિ માફક હિંસાની અનુમતિના કલંકરૂપ દોષથી રહિત છે, પાંચ મહાવિદેહને આશ્રીને નિત્ય છે, શાશ્વત ગતિનો હેતુ હોવાથી શાશ્વત છે - x • ત્રણે કાળમાં શાશ્વત છે. જીવસમૂહને દુઃખસાગરમાં ડૂબેલ જાણી તેમાંથી પાર જવા કેવલી ભગવંતે બતાવ્યો છે - ૪ - આ શુદ્ધ ધર્મ જિનેશ્વરનો
-
કહેલો છે તે બતાવે છે–
૨૧૯
[નિ.૨૨૬,૨૨૭] જે જિનેશ્વરો થયા, છે કે થશે તે સર્વેએ અહિંસા બતાવી છે. બતાવશે અને બતાવે છે. છ એ જીવનિકાયને હણવા નહીં, હણાવવા નહીં, હણનારને અનુમોદે નહીં. એ સમ્યકત્વ નિયુક્તિ છે.
તીર્થંકરનો ઉપદેશ એમના સ્વભાવથી પરોપકારીપણે અપેક્ષા વિના સૂર્ય પ્રકાશ માફક પ્રવર્તે છે - x - ધર્મ-ચાત્રિ માટે ઉઠેલા એટલે જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિમાં પ્રયત્ન કરનારા કે ન કરનારા બંને માટે સર્વજ્ઞ, ભગવંતે તેવા તેવા નિમિત્તોને ઉદ્દેશીને ધર્મ કહ્યો છે.
ન
અથવા ઉઠેલા કે ન ઉઠેલા અર્થાત્ દ્રવ્યથી બેઠેલા કે ન બેઠેલાને ભગવંતે ધર્મ કહ્યો. તેમાં ૧૧-ગણધરોએ ઉભા ઉભા ધર્મ સાંભળ્યો - ૪ - ધર્મશ્રવણોત્સુક તે ઉપસ્થિત છે અને તેથી વિપરીત તે અનુપસ્થિત.
ભાવથી આવેલ ચિલાતિપુત્ર વગેરેને ધર્મકથા ઉપયોગી છે, પણ ગેરહાજર હોય તેને શું ગુણ કરે ? ગેરહાજર એવા “ઇન્દ્રનાગ” વગેરેને - x - ગુણકારી થયેલ જ છે, માટે તમારી શંકા નકામી છે.
પ્રાણી કે આત્માને દંડે તે દંડ. તે મન, વચન, કાયાએ ત્રણ પ્રકારે છે. તેનાથી દૂર થયેલ તે ઉપરતદંડ કહેવાય. તેથી વિપરીત તે અનુપરત દંડ. તે બંનેને ઉપદેશ આપે. દંડત્યાગીને ગુણ સ્વૈર્ય માટે અને અનુપરત દંડવાળા તે દંડનો ત્યાગ કરે માટે
દેશના અપાય છે.
જે સંગ્રહ કરાય તે ઉપધિ. દ્રવ્યથી સોનું આદિ અને ભાવથી માયા. તેમાં ઉપધિ સહિત તે સોપધિક છે, બીજા નિરુપધિક છે. સંયોગ એટલે પુત્ર, સ્ત્રી, મિત્ર વગેરે પર પ્રેમ. તેમાં રક્ત તે સંયોગરત, તેથી વિપરીત તે અસંયોગત. તે બંનેને ભગવંત ઉપદેશ આપે છે.
તેથી તે સત્ય છે, આ ભગવદ્ વચન તથ્ય છે - ૪ - ૪ - આ પ્રમાણે સમ્યગ્દર્શનનું શ્રદ્ધાન્ કરવું. તે શ્રદ્ધાન્ જિન પ્રવચનમાં છે, જે સમ્યક્ મોક્ષમાર્ગને આપનાર છે. - ૪ - હવે સમ્યક્ પ્રાપ્તિમાં શું કરવું ? તે કહે છે—
• સૂત્ર-૧૪૦ ઃ
[ધર્મના યથાર્થ સ્વરૂપને જાણી] તેના પર શ્રદ્ધા કરી પ્રમાદી ન થાય, તેનો ત્યાગ ન કરે. ધર્મનું જેવું સ્વરૂપ છે, તેવું જાણીને તેનું આચરણ કરે, રૂપોથી વિરક્તિ પ્રાપ્ત કરે અને લોકેષણામાં ભટકે નહીં.
• વિવેચન :
તે તત્ત્વાર્થ શ્રદ્ધાન લક્ષણ ગ્રહણ કરીને, તે કાર્ય ન કરે તો દોષ લાગે માટે
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
તેને ગોપવે નહીં. તે પ્રમાણે સંસર્ગાદિ નિમિત્તથી મિથ્યાત્વ પ્રાપ્ત થાય તો પણ જીવ સામર્થ્ય ગુણથી સમ્યકત્વ ન તજે. અથવા અન્યમતના વ્રતો ગ્રહણ કરીને - x - ગુરુ પાસે પૂર્વ વ્રત સ્થાપન કરી દીક્ષા મૂકી ન દે. તેમજ ગુરુ આદિ પાસે સમ્યક્ત્વનો ત્યાગ ન કરે.
૨૨૦
શ્રુત-ચારિત્રરૂપ ધર્મ સમજીને કે વસ્તુ સ્વભાવ જાણીને વિશ્વાસ રાખે. તથા તે ધર્મ જાણીને દેખેલા ઇષ્ટ અનિષ્ટ રૂપોથી નિર્વેદ પામે. તે આ પ્રમાણે - શબ્દ સાંભળી, રસ ચાખી, ગંધ સુધી, સ્પર્શ કરી ઇષ્ટ અનિષ્ટમાં રાગ-દ્વેષ ન પામે. વળી પ્રાણીગણની જે એષણા-ઇષ્ટ શબ્દ આદિમાં પ્રવૃત્તિ, અનિષ્ટમાં ત્યાગ બુદ્ધિ. તે ન કરે.
જેને આવી લોકૈષણા નથી તેને બીજી કુબુદ્ધિ પણ નથી તે કહે છે– - સૂત્ર-૧૪૧ :
જે સાધકને લોકૈષણા નથી તેનાથી અન્ય સાવધ પ્રવૃત્તિ કેમ થઈ શકે ? આ જે કહ્યું છે તે “ટ', “શ્વેત', “મત અને ‘વિજ્ઞાન’ છે.
જે સંસારમાં અતિ આસક્ત, વિષયમાં લીન છે તે વારંવાર જન્મ લે છે. • વિવેચન :
જે મુમુક્ષુને આ લોકૈષણા બુદ્ધિ નથી, તેને બીજી સાવધ આરંભ પ્રવૃત્તિ ક્યાંથી હોય ? અર્થાત્ જેણે ભોગ વાસના ત્યાગી તેને સાવધ અનુષ્ઠાન પ્રવૃત્તિ ન હોય કેમકે તે ગૃહસ્થને જ હોય. અથવા હમણાં કહેલ જીવોને ન હણવા સંબંધી પ્રત્યક્ષ સમ્યક્ત્વ જ્ઞાતી બતાવી તે દયા જેને ન હોય તેવાને કુમાર્ગ તજવા તથા સાવધ અનુષ્ઠાન છોડવારૂપ વિવેક બુદ્ધિ ક્યાંથી હોય ? [દયા સાથે જ સુબુદ્ધિ હોય.]
હવે શિષ્યની મતિ સ્થિર કરવા કહે છે, જે તને મેં કહ્યું તે સર્વજ્ઞે કેવળજ્ઞાન વડે જોયેલ છે. તે શુશ્રુષા વડે મેં સાંભળ્યું. તે લઘુકર્મી ભવ્યોને માન્ય છે. જ્ઞાનાવરણીય ક્ષયોપશમ વિશેષથી જાણ્યું તે વિજ્ઞાત. તેથી તમારે પણ સમ્યકત્વાદિ મેં કહ્યું તેમાં
યત્ન કરવો.
ઉક્ત માર્ગ ન આદરનાર તે જ મનુષ્યાદિ જન્મમાં મૃદ્ધ બનીને વારંવાર મનોજ્ઞ ઇન્દ્રિયોના વિષયમાં ક્ત થઈ ફરી ફરી એકેન્દ્રિયાદિ જાતિમાં જન્મ લે છે, સંસારને તરી શકતા નથી. જો આ રીતે તત્વજ્ઞાતા વર્તમાનમાં સ્વાદ લે, ઇન્દ્રિય વિષયોમાં લીન થઈ વારંવાર નવો જન્મ આદિને સાધનારા હોય તો તેમણે શું કરવું ? • સૂત્ર-૧૪૨ :
રાત-દિવસ મોક્ષમાર્ગમાં પયત્નશીલ, ધીર પ્રમાદીઓને ધર્મથી બહિર્મુખ જાણી, સ્વયં અપ્રમત્ત થઈ પરાક્રમ કરે, તેમ હું કહું છું.
• વિવેચન :
દિવસ-રાત મોક્ષમાર્ગમાં જ યત્ન કરતો, પરીષહ-ઉપસર્ગથી ક્ષુભિત ન થઈને સર્વકાળ સત્-અસત્નો વિવેક સ્વીકારેલ જો ગૃહસ્થ કે પરતીર્થિક કે જે ધર્મથી બહાર છે તેને જુએ. તેમની દુર્દશા જોઈને તું અપ્રમાદી થઈને નિદ્રા-વિકયાદિરહિત બની