Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 114
________________ 9/3/8/939 શસ્ત્ર એકબીજાથી તેજ અથવા મંદ હોય છે, પણ અશસ્ત્ર [સંયમ] માં આ તરતમતા નથી. • વિવેચન : ક્ષપકશ્રેણિએ ચઢેલ સાધુ એક અનંતાનુબંધી ક્રોધને ખપાવતા બીજા પણ દર્શનાદિને ખપાવે છે. આયુ બાંધેલ પણ દર્શનસકને ખપાવે. અથવા બીજી ખપાવતા અવશ્ય અનંતાનુબંધી ખપાવે. ક્ષપકશ્રેણિ યોગ્ય કોણ થાય ? - શ્રદ્ધા-મોક્ષમાર્ગ ઉધમ ઇચ્છા જેનામાં હોય તે શ્રધ્ધી. તીર્થંકર પ્રણીત આગમ અનુસાર યયોક્ત અનુષ્ઠાન કરનાર મર્યાદામાં રહેતો અપ્રમત્ત સાધુ જ તે શ્રેણિને યોગ્ય છે, બીજા નહીં. વળી છ ૨૧૩ જીવનિકાય કે કષાય લોક જિન આગમ ઉપદેશ જાણીને તે જીવોને ભય ન થાય તેમ વર્તે. કપાયના સમૂહને દૂર કરવાથી તે કોઈને ભય ઉપજાતો નથી. અથવા ચરાચર લોકને આગમની આજ્ઞાથી સમજીને ચાલે તેને આ લોક પરલોકના અપાયને સારી રીતે દેખવાથી ક્યાંય ભય નથી. આ ભય શસ્ત્રથી થાય છે. તેમાં દ્રવ્યશસ્ત્ર તલવાર આદિ તીક્ષ્ણથી પણ તીક્ષ્ણ છે - x - અથવા શસ્ત્ર એટલે ઉપઘાતકારી, તેથી એક પીડાકારીથી બીજો પીડાકારી ઉત્પન્ન થાય છે. - ૪ - તલવારના ઘાથી ધનુર્વા થાય તેથી મસ્તક પીડા, તેનાથી તાવ છેવટે મૂર્છા આદિ થાય છે. ભાવશસ્ત્ર - ૪ - સૂત્રકાર પ્રત્યાખ્યાન પરિજ્ઞા દ્વાર વડે કહેશે. જે રીતે શસ્ત્રની પ્રકર્ષ ગતિ કે પરંપરા છે તેમ અશસ્ત્રમાં નથી. તે દર્શાવે છે - અશસ્ત્ર તે સંયમ છે તેનાથી પર કંઈ નથી - પ્રકર્ષગતિ નથી. જેમ પૃથ્વી આદિની સમાનતા કરવામાં મંદતીવ્ર ભેદો નથી. પૃથ્વી આદિમાં સમભાવપણાંથી સામાયિકની અથવા શૈલેશી અવસ્થામાં સંયમથી પર સંયમ નથી. કેમકે તેનાથી ઉંચુ બીજું ગુણસ્થાન નથી. ક્રોધ ઉપાદાનથી - ૪ - ૪ - જે કર્મ બંધાય તેના ક્ષયને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે જે જાણે તે સાધુ માન આદિને પણ દેખનાર થાય તે કહે છે– સૂત્ર-૧૩૮ - જે ક્રોધદર્શી છે તે માનદર્શી છે, જે માનદર્શી છે તે માયાદર્શી છે, જે માયાદ છે તે લોભદર્શી છે, જે લોભદર્શી છે તે રાગદર્શી છે. જે રાગદર્શી છે તે દ્વેષદર્શી છે, જે દ્વેષદર્શી છે તે મોહદર્શી છે, જે મોહદર્શી છે તે ગર્ભદર્શી છે, જે ગદર્શી છે તે જન્મદર્શી છે, જે જન્મદર્શી છે તે મરણદર્શી છે, જે મરણદર્શી છે તે નકદર્શી છે, જે નદર્શી છે તે તિર્યંચદર્શી છે, જે તિર્યંચદર્શી છે તે દુઃખદર્શી છે. તે મેધાવી ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, ગર્ભ, જન્મ, મૃત્યુ, નક, તિયના દુઃખોથી નિવૃત્ત થાય. આ દ્રવ્ય-ભાવ શસ્ત્રથી રહિત, સંસાર પાર પામેલા સર્વજ્ઞનું કથન છે. જે કર્મના આણવોને રોકે છે, તે જ કર્મોને દૂર કરે છે. શું સર્વજ્ઞને કોઈ ઉપાધિ હોય છે ? નથી હોતી. તેમ હું કહું છું. ૨૧૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ • વિવેચન : જે ક્રોધના સ્વરૂપને જાણે અને અનર્થ પરિત્યાગરૂપ જ્ઞાનથી પરિહરે તે માનને પણ જુએ છે અને તજે છે અથવા જે ક્રોધને જાણે છે અને આચરે છે, તે માનને પણ જુએ છે અને અહંકારી થાય છે. આ પ્રમાણે આગળ પણ સમજી લેવું યાવત્ તે દુઃખદર્શી થાય છે, આદિ સુગમ છે. હવે ક્રોધાદિનું સાક્ષાત્ નિવર્તન કહે છે - તે મેધાવી ક્રોધથી દુઃખ સુધી નિવૃત્ત થાય. પૂર્વોક્ત ઉદ્દેશાથી આરંભીને આ બધું તીર્થંકરનું કહેવું છે. તે તીર્થંકરે દ્રવ્યભાવ શસ્ત્રોને દૂર કરેલા છે. આઠે કર્મોનો અંત કર્યો છે. વળી કર્મોના ઉપાદાનનો નિષેધ કરીને પોતાના પૂર્વે બાંધેલા કર્મોનો ભેદનારા થયા છે. તેઓને કેવળજ્ઞાન થવાથી સંસારની કોઈ ઉપાધિ નથી. દ્રવ્યથી હિરણ્ય આદિ અને ભાવથી આઠ પ્રકારના કર્મો નથી. અર્થાત્ તેમને દ્રવ્યથી કે ભાવથી કોઈ જાતની ઉપાધિ નથી. તેમ હું કહું છું, એમ સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે, મેં ભગવંતના ચરણકમળની ઉપાસના કરતા આ બધું સાંભળેલ છે તેના અનુસારે હું તને કહું છું, મારી મતિ કલ્પનાથી કહેતો નથી. સૂત્રાનુગમ પૂર્ણ. અધ્યયન-૩ શીતોષ્ણીય ઉદ્દેશો-૪ “કષાયવમન''નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુાદ પૂર્ણ ચોથો ઉદ્દેશો સમાપ્ત થતા અતીત અનાગત નય વિચારને સૂત્રમાં બતાવવાથી શીતોષ્ણીય અધ્યયન પણ સમાપ્ત થયું. આચારાંગ સૂત્ર-શ્રુતસ્કંધ-૧ના અધ્યયન-૩નો મુનિ દીપરત્નસાગરે કરેલો સટીક અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128