Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 103
________________ ૧/૩/૧/૧૦૯ દૂર થાય તેવો અસાધ્ય છે. તેનાથી બીજું દુઃખનું કારણ હું માનતો નથી. અહીં સુતેલા બે પ્રકારે છે - દ્રવ્યથી, ભાવથી. તેમાં નિદ્રા-પ્રમાદવાળા દ્રવ્યથી સુતેલા છે, મિથ્યાત્વ અને અજ્ઞાનરૂપ નિદ્રાથી મૂઢ બનેલા મિથ્યાર્દષ્ટિ-અમુનિ સમ્યજ્ઞાન-ક્રિયારહિત નિરંતર ભાવથી સુતેલા છે. નિદ્રામાં પડેલા મિથ્યાર્દષ્ટિ કે સમ્યક્દષ્ટિ પણ હોય. મુનિઓ - સદ્બોધ યુક્ત છે અને મોક્ષમાર્ગથી ચલિત થતાં નથી. તેઓ સતત હિતાપ્તિ, અહિત ત્યાગ માટે જાગૃત રહે છે. દ્રવ્યનિદ્રા પ્રાપ્ત થાય તો પણ તેઓ બીજી પૌરુસિમાં સતત જાગે છે. તે સંબંધે નિર્યુક્તિમાં કહે છે— ૧૯૧ [નિ.૨૧૨] સુતેલા બે ભેદે છે - દ્રવ્યથી, ભાવથી. તેમાં નિદ્રાથી દ્રવ્યસુપ્ત ગાથાને અંતે કહેશે. ભાવસુપ્ત જે અમુનિ-ગૃહસ્થ મિથ્યાત્વ, અજ્ઞાનથી આવૃત્ત અને હિંસાદિ આશ્રવદ્વારમાં સદા પ્રવૃત્ત છે. મુનિઓ મિથ્યાત્વાદિ નિદ્રા દૂર થવાથી સમ્યક્ત્વાદિ બોધ પામીને ભાવથી જાગતા જ હોય છે. જો કે આચાર્યની આજ્ઞાથી મુનિ બીજી પોરિસિ આદિમાં દીર્ધસંયમ માટે શરીર આધારરૂપ હોવાથી સુવે, તો પણ સદા જાગતા જ રહે છે. આ પ્રમાણે ધર્મીને આશ્રીને સુતા-જાગતા બતાવ્યા. દ્રવ્યનિદ્રા સુપ્તને ધર્મ હોય કે ન પણ હોય. જે ભાવથી જાગે છે તે નિદ્રાવશને પણ ધર્મ છે જ. જો ભાવથી જાગતો હોય પણ નિદ્રા-પ્રમાદમાં તેનું ધ્યાન હોય તેને ધર્મ ન હોય. જે દ્રવ્યભાવ બંનેથી સુતા હોય તેને ધર્મ ન જ હોય. તે ‘ભજના'નો અર્થ છે. દ્રવ્યસુપ્તને ધર્મ કેમ ન હોય ? કહે છે. દ્રવ્યસુપ્તને જ નિદ્રા હોય છે. તે દુઃખેથી દૂર થાય છે. કેમકે થીણદ્ધિગિકના ઉદયમાં ભવસિદ્ધિક જીવોને પણ સમ્યકત્વ પ્રાપ્તિ થતી નથી. તેનો બંધ મિથ્યાર્દષ્ટિ અને સાસ્વાદનની સાથે અનંતાનુબંધી બંધ સહિત હોય છે. તેનો ક્ષય અનિવૃત્તિ બાદર ગુણસ્થાન કાળના સંખ્યેય ભાગના કેટલાક ભાગ જાય ત્યાં સુધી હોય, તે જ પ્રમાણે નિદ્રા અને પ્રચલાના ઉદયમાં પૂર્વવત્ છે. બંધનો ઉપરમ અપૂર્વકરણ કાળના અસંખ્યેય ભાગને અંતે થાય અને ક્ષય ક્ષીણકષાયના દ્વીચરમ સમયમાં થાય છે અને ઉદય ઉપશમક અને ઉપશાંત મોહવાળા મુનિને હોય માટે નિદ્રા પ્રમાદને દુરંત કહ્યો. દ્રવ્યસુપ્ત માફક ભાવસુપ્ત પણ દુઃખ પામે છે- તે કહે છે— [નિ.૨૧૩] નિદ્રામાં સુતેલો, દારુ વડે ઉન્મત્ત, ગાઢ મર્મપ્રહારથી મૂર્છિત અને વાયુ આદિ દોષોથી ચકરી આવતાં પરવશ થયેલો બહુ દુઃખ પામે છતાં તેનો પ્રતિકાર કરી ન શકે. તે રીતે ભાવસુપ્ત અર્થાત્ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયાદિમાં રહેલો જીવસમૂહ નરકાદિ ભવના દુઃખો ભોગવે છે. હવે બીજી રીતે ઉલટા દૃષ્ટાંતથી ઉપદેશ દેવા કહે છે— [નિ.૨૧૪] ઉક્ત ઉપદેશ જે વિવેક-અવિવેક જનિત છે. જેમ બુદ્ધિમાન વિવેકી આગ લાગતા ત્યાંથી નીકળીને સુખી થાય છે. વિઘ્નયુક્ત કે રહિત માર્ગનું જેને જ્ઞાન છે તે સુખે પાર પહોંચે છે. ચોર આદિના ભયમાં વિવેકી સુખેથી તે વિઘ્ન આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ દૂર કરી સુખી થાય. એ પ્રમાણે સાધુ પણ ભાવથી સદા વિવેકી હોવાથી જાગૃત અવસ્થામાં રહી બધાં કલ્યાણને પામે છે. ૧૯૨ અહીં સુતા-જાગતા સંબંધી ગાથા કહે છે, જાગતા માણસની બુદ્ધિ વધે છે માટે હે માણસો ! જાગો. સુનાર ધન્ય નથી, જાગે છે તે ધન્ય છે. ઘણું સુતા પ્રમાદીને શ્રુત શંકિત કે સ્ખલિત થાય છે. અપ્રમાદી જાગતાને શ્રુત સ્થિપરિચિત થાય. આળસુને સુખ ન હોય, નિદ્રા સાથે વિધા ન હોય, પ્રમાદ સાથે વૈરાગ્ય ન હોય, આરંભીને દયા ન હોય. ધર્મીનું જાગવું સારું અધર્મીનું સુવું સારું તેમ ભગવંતે જયંતિ શ્રાવિકાને કહેલું. અજગરની માફક સુનારનું અમૃતરૂપ શ્રુત નાશ પામે અને ગળિયા બળદ માફક અપમાન પામે. આ રીતે દર્શનાવરણીય કર્મોદયથી સુતો હોય તો પણ સંવિગ્ન અને જયણાવંત સાધુ દર્શનમોહનીય રૂપ નિદ્રા દૂર કરવાથી જાગતો જ છે. સુતેલા અજ્ઞાનના ઉદયવાળા થાય છે. અજ્ઞાન મહાદુઃખ છે. આ દુઃખ પ્રાણીના અહિતને માટે થાય છે. તે બતાવે છે – - સૂત્ર-૧૧૦ : લોકમાં અજ્ઞાન-દુ:ખ હિતને માટે થાય છે. લોકના આ આચારને જાણીને હિંસાદિ શસ્ત્રોથી દૂર રહેવું. જેણે આ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શન યથાર્થપણે જાણી લીધા છે. [તે..... જુઓ સૂત્ર-૧૧૧] ♦ વિવેચન : છ જીવનિકાય સંબંધી દુઃખને તું જાણ. તે દુઃખ, અજ્ઞાન કે મોહનીય તેને નકાદિ ભવ દુઃખ આપનાર છે. અથવા તેને અહીં બંધ, વધ, શારીરિક અને માનસિક પીડાને માટે થાય છે. તે તું જાણ. તે જાણવાનું ફળ આ છે - દ્રવ્યભાવસુપ્તને અજ્ઞાન રૂપ દુઃખ છે માટે તેનાથી દૂર રહેવું. વળી ‘સમય' એટલે આચારનું અનુષ્ઠાન તેને અને જીવસમૂહને જાણીને શસ્ત્રથી વિરમવું. આ પ્રમાણે સૂત્ર સંબંધ છે. સંસારી જીવો ભોગની ઇચ્છાથી જીવહિંસાદિ કષાયહેતુક કર્મો બાંધીને નસ્કાદિ પીડા સ્થાને ઉત્પન્ન થાય છે. ત્યાંથી ક્યારેક નીકળીને બધાં દુઃખોનું નાશક અને ધર્મના કારણરૂપ આર્યક્ષેત્રાદિમાં મનુષ્ય જન્મ પામે. વળી ત્યાં પણ મહામોહની મતિથી અધોગતિમાં જાય તેવા-તેવા આરંભ કરે છે. સંસારથી પાર પામતા નથી. આ લોકાચારને જાણીને અથવા સમભાવને જાણીને શત્રુ-મિત્રમાં, સ્વ-પરમાં સમતા રાખે. અથવા એકેન્દ્રિયાદિ બધા જીવો સ્વ ઉત્પત્તિ સ્થાનમાં રમણની ઇચ્છાવાળા છે, મરણથી ડરે છે, સુખના ચાહક, દુઃખના દ્વેષી છે. આવા સમભાવને જાણીને સાધુ આ છ કાય લોકમાં દ્રવ્ય-ભાવ શસ્ત્રથી દૂર રહી ધર્મજાગરણથી જાગે. અથવા જે જે સંયમશસ્ત્ર છે તે હિંસાદિ આસવદ્વાર અથવા શબ્દાદિ પાંચ કામગુણોનો રાગ છે. તેનાથી જે દૂર રહે તે મુનિ. સૂત્રકાર કહે છે, જે મુનિને સ્વઆત્મા વેદિત બધાં પ્રાણીની પ્રવૃત્તિના વિષયભૂત

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128