Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 108
________________ ૧/3/૨/૧૨૦ ૨૦૧ વસ્તુ સ્વરૂપ કહેનાર જિન-આગમ સત્ય છે. તેમાં જિનાજ્ઞાનુસાર કુમાર્ગના ત્યાગ કરીને ધૃતિ કર. તે જિનવચનમાં રક્ત બનીને મેધાવી સાધુ સંસારના ભ્રમણરૂપ પાપકર્મોનો ક્ષય કરે છે. આ રીતે અપમાદ કહ્યો. તેનો તે પ્રમાદ. પ્રમાદી કેવો થાય ? • સૂત્ર-૧૨૧ - તે અસંયમી પરષ અનેક ચિત્તવાળો છે. તે ચાળણી કે સમુદ્ર ભરવા ઇચ્છે છે. તે બીજાના વધ, પરિતાપ, પરિગ્રહ, જનપદ વધ, જનપદ પરિતાપ જનપદ પરિગ્રહને માટે પ્રવૃત્તિ કરે છે.] • વિવેચન : મળવત્ત એટલે ખેતી, વેપાર, મજૂરી આદિ કાર્યમાં જેનું ચિત્ત છે તે. તે સંસારસુખના અભિલાષવી અનેક યિત (ચંચળ છે. મયંપુરપ એટલે સંસારી જીવ. - x - આ અનેક યિતવાળો શું કરે ? તે કહે છે યT દ્રવ્ય કેતન એટલે ચાલણી, પરિપૂર્ણક-સમુદ્ર. ભાવ કેતન તે લોભેચ્છા. આ ચંચળ પુરુષ - x • તેને ભરવા ઇચ્છે છે. અર્થાત્ પૈસાના લોભમાં શકયઅશક્યના વિચાર વિના અશક્ય અનુષ્ઠાનમાં વર્તે છે અને લોભની ઇચ્છા પૂર્ણ કરવામાં વ્યાકુળ મતિવાળો બનીને તે લોભપૂરણે પ્રવૃત્ત થઈ બીજા પ્રાણીનો વધ કરે છે, બીજાને શરીર-મનના પરિતાપ આપે છે, બીજા દ્વિપદ-ચતુષદાદિનો સંગ્રહ કરે છે. તથા જનપદમાં થયેલ કાળપષ્ટ કે રાજા આદિના વધને માટે, લોકોની નિંદા માટે - આ ચોર છે ઇત્યાદિ કહે છે કે બીજાના છિદ્રો ઉઘાડા પાડે છે. જનપદનો પરિગ્રહ કરવા પ્રવર્તે છે. આવા લોભી વધાદિ ક્રિયા સિવાય બીજું શું કરે ? તે કહે છે– • સૂઝ-૧૨૨ - વધ-પરિતાપ આદિનું સેવન કરીને કેટલાયે પ્રાણી સંયમમfમાં ઉધમવંત થયા છે. તેથી તેઓ બીજ મૃષાવાદ અસંયમને સેવતા નથી. હે જ્ઞાની ! વિષયોને નિસ્સર જાણ, દેવોના પણ ઉપાd-ચ્યવન જાણીને હે માહણ ! તું અનન્ય મોક્ષમાર્ગમાં વિચર, તે અિનન્ય સેવી પ્રાણીઓની હિંસા ન કરે, ન કરાવે, ન અનુમોદે. વિષયભોગ જાનિત આનંદની જુગુપ્સા કર, સ્ત્રીમાં રાણરહિત ા. ‘અણવમર્શ' પાપકમોંથી ઉદાસીન રહે છે. - વિવેચન - ઉક્ત વધ, પરિગ્રહ, પરિતાપનાદિ સેવીને લોભેચ્છા પૂર્ણ કરીને ભરત રાજાદિ મનુષ્યો મન, વચન, કાયાથી શુભ વ્યાપારમાં અર્થાત્ સંયમ અનુષ્ઠાનમાં યત્ન કરે છે, તે જ ભવે મોક્ષમાં જાય છે. સંયમ અનુષ્ઠાનમાં વર્તીને કામભોગ, હિંસાદિ આશ્રવો તજીને શું કરવું તે કહે છે જેણે ભોગ તજ્યા છે તે પ્રતિજ્ઞા કરીને ભોગ લાલચુતાથી મૃષાવાદ કે અસંયમને ૨૦૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સેવતા નથી, જે વિષયાર્થે અસંયમને સેવે છે, તે વિષયો વિસ્તાર છે. કારણ કે સાર વસ્તુ મેળવવાથી તૃપ્તિ થાય છે, પણ જે વસ્તુથી તૃષ્ણા વધે તે વિસ્તાર છે એવું જોઈને તત્વજ્ઞ સાધુ વિષયેચ્છા ન કરે. માત્ર મનુષ્યોના જ નહીં દેવોનું વિષયસુખ પણ અનિત્ય છે અને જીવિત અનિત્ય છે તે બતાવે છે - ઉપપાત એટલે જન્મ, ચ્યવન એટલે નાશ. તે જાણીને વિષય સંગનો ત્યાગ કરજે કેમકે વિષયસમૂહ કે બધો સંસાર કે સર્વે સ્થાન અશાશ્વત છે, તેથી શું કરવું તે કહે છે મોક્ષમાર્ગથી અન્ય અસંયમ છે તે અન્યને છોડીને અનન્ય જ્ઞાનાદિને સેવ. માહા એટલે મુનિ. આ અનન્યસેવી મુનિ પ્રાણિને હણે નહીં. બીજા પાસે હણાવે નહીં. હણનારની અનુમોદના ન કરે. ચતુર્થવ્રતની સિદ્ધિ માટે કહે છે - વિષયજનિત આનંદની તું ગુસા કર. આથી સહરહિત થઈ ભાવના કર કે - આ વિષયો કિંપાક ફળ જેવા અને * * * કડવા ફળ આપનાર છે. તે જાણીને વિષયસુખ પરિગ્રહને ત્યાગી દે. હવે ઉત્તમ ધર્મ પાળવા માટે કહે છે - મૂવમ - મિથ્યાદર્શન, અવિરતિ આદિ, મવનમ એટલે સંયમ આદિ. તેને દેખનાર તે મોમવંતી - સભ્ય દર્શન, જ્ઞાન, ચારિત્રવાનું. આવા થઈને સ્ત્રીસંગની બુદ્ધિને દૂર કર. વિષયોની નિંદા કર. જે અનવમદર્શી છે તે પાપકર્મોથી દૂર રહે છે. • સૂત્ર-૧૨૩-૧૨૪ - વીર પુરણ ક્રોધ અને માનને મારે, લોભને મહાન નક્કરૂપે જુએ લઘભૂત બનવાનો અભિલાષી વીર હિંસાથી વિરલ થઈ સોતને છે. હે વીર ! ગ્રંથ-પરિગ્રહને જાણીને આજે જ છોડ, સોત-વિષયોને જાણીને ઇન્દ્રિયનું દમન કર, આ માનવજન્મમાં ઉન્મજ્જનનો અવસર મળેલ છે, તો પ્રાણીઓના પ્રાણનો સંહાર ન કર તેમ હું કહું છું. • વિવેચન : ક્રોધ જેની આદિમાં છે તે ક્રોધાદિ. જેના વડે મપાય તે માન. તે અનંતાનુબંધી આદિ ચાર ભેદે છે. - x - માન એટલે ગર્વ. જે ક્રોધનું કારણ છે તેને હણે તે વીર છે. જેમ કેષરૂપ ક્રોધ-માનને હણે તેમ રાગ દૂર કરવા અનંતાનુબંધી આદિ ચાર ભેટવાળા લોભની સ્થિતિ અને વિપાકને જો. તેની સ્થિતિ દશમા ગણઠાણા સુધી છે અને વિપાક અપ્રતિષ્ઠાન મહાનરકની પ્રાપ્તિ સુધી છે. આગમમાં કહ્યું છે - માછલા, મનુષ્યો મરીને સાતમી નાહી સુધી જાય. તે મુજબ મહા લોભી મરીને સાતમી નાસ્કી પણ પામે. તો શું કરવું ? જે લોભથી પ્રાણિવધ આદિ પ્રવૃત્તિથી મહાનકને પામે છે, તેથી વીરપુરષ લોભના હેતુરૂપ હિંસાથી વિરત થાય. વળી શોક અથવા ભાવશ્રોતને દૂર કરે. તે માટે મોક્ષ કે સંયમ તરફ જનારો લઘુભૂતગામી થાય અથવા લઘુભૂત થવાની ઇચ્છાવાળો બને. આગળ કહે છે - બાહ્ય વ્યંતર બે પ્રકારની ગાંઠને જ્ઞ પરિજ્ઞા વડે જાણીને

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128