Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૧/૧/૧૧૪
૧૯૩
• વિવેચન :
કર્મનું મૂળ-કારણ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ છે. તેને સમજીને જે ‘ક્ષણ' અર્થાત જે પ્રાણિ-હિંસા તેને કર્મનું મૂળ સમજીને છોડે. પાઠાંતરમાં કામધૂને ને સ્થાને વામાવ છે. તેનો અર્થ છે - જે આ કર્મની ઉપાદાન ક્ષણ છે તે ક્ષણ ‘કર્મ' છે. તે ક્ષણથી નિવૃત્તિ કરે. તેનો અર્થ એ છે કે - અજ્ઞાન, પ્રમાદાદિથી જે ક્ષણે કર્મના હેતુરૂપ ક્રિયા કરે તે જ ક્ષણે ચિત સ્થિર કરી તેના ઉપાદાન હેતુથી નિવૃત થાય.
ફરી ઉપદેશ આપતા કહે છે - પૂર્વોક્ત કમ સમજીને તથા કર્મનાશનો ઉપદેશ ગ્રહણ કરીને રાગ-દ્વેષથી દૂર રહીને અથવા તેનો સંબંધ છોડીને તે કર્મના ઉપાદાનના કારણ રાગાદિને જ્ઞ પરિજ્ઞા વડે જાણી, પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તજે. રાગાદિથી મોહિત કે વિષયકપાય રૂપ લોકને જાણીને વિષયતૃષ્ણા કે ધનના આગ્રહરૂપ લોકસંજ્ઞાને છોડીને તે મેઘાવી સંયમ અનુષ્ઠાનમાં ઉધત બને, પ રિમુવર્ણ કે આઠ પ્રકારના કર્મોને આવતા અટકાવે - તેમ હું કહું છું.
અધ્યયન-૩ ‘શીતોણીય'ના ઉદ્દેશા-૧ ‘ભાવમુપ્ત'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવદા પૂર્ણ
ર્ક અધ્યયન-3 ઉદ્દેશો-૨ “દુઃખાનુભવ” * • ભૂમિકા :
પહેલો ઉદ્દેશો કહ્યો, હવે બીજો શરૂ કરે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વ ઉદેશામાં “ભાવસખ’ બતાવ્યા. અહીં તેમના સુવાપણાથી અસાતારૂપ જે ફળ છે તે કહે છે. તે સંબંધમાં હવે સૂત્ર કહે છે–
• સૂત્ર-૧૧૫ -
હે આર્ય ! આ સંસારમાં નું જન્મ અને વૃદ્ધિને છે. તે પાણીને જણ, તેની સાથે તારા સુખનું પયરલોચન કર આ રીતે કલ્યાણકારી મોક્ષના માને જાણીને સમત્વદર્શી પાપકર્મને કરતા નથી.
- વિવેચન :
‘ગાઇ' એટલે પ્રકૃતિ, વૃદ્ધિ એટલે જન્મથી લઈ બાલ, કુમાર, યૌવન, વૃદ્ધત્વ. મનુષ્ય લોક કે સંસારમાં હમણાં જ જાતિ, વૃદ્ધિને જો અચંતુિ જન્મતા અને વૃદ્ધ અવસ્થામાં જે શરીર અને મનના દુઃખ ઉત્પન્ન થાય છે, તેને વિવેક ચક્ષથી તું જો. કહ્યું છે કે, જન્મતા અને મરતા પ્રાણીને જે દુ:ખ છે, તે દુ:ખથી અને સંતાપથી પોતાની પૂર્વ જાતિને વીસરી જાય છે.
ગર્ભમાં બાળક ઘણો વિરસ આહાર કરે છે. પછી જમતી વખતે યોનિમુખમાંથી નીકળે ત્યારે માતાને અને પોતાને ઘણી પીડા થાય છે.
વૃદ્ધાવસ્થામાં નિર્બળ-ખોખરો અવાજ, દુર્બળ મુખ, વિપરીત વિકલ્પો, દુર્બલ
૧૯૮
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ દુઃખી અવસ્થામાં રહેલું આદિ પ્રાપ્ત થાય છે. ઇત્યાદિ.
અથવા ભગવંત, હે આર્ય ! કહી ગૌતમસ્વામીને બોલાવી કહે છે . જાતિ, વૃદ્ધિ અને તેનું મૂળ કારણ કર્મ છે. તથા કાર્ય દુ:ખ છે તે તું જો. જોઈને બોધ પામ. તેવું જન્મ આદિ દુઃખ તને ન આવે એવું સંયમ આચર.
વળી ચૌદ પ્રકારના ભૂતગ્રામ છે તેની સાથે તારા સુખને સરખાવીને જાણ કે જેમ તને સુખ પ્રિય છે તેમ બધાંને છે, તને દુ:ખ ગમતું નથી તેમ બીજાને પણ ગમતું નથી. એમ જાણીને બીજાને દુઃખ ન આપ જેથી તને જન્મ આદિ દુ:ખ પ્રાપ્ત ન થાય. કહ્યું છે - તને જેમ ઇષ્ટ વિષયમાં સુખ અને અનિટમાં દુ:ખ છે તેમ બીજા માટે પણ જાણીને લોકોને અપ્રિય કૃત્ય ન કરતો.
તો શું કરવું ? જાતિ, વૃદ્ધિ, સુખ, દુઃખ જોઈને તવ બતાવનારી શ્રેષ્ઠ વિધાને તું જાણ. [મૂર્ણિમાં અહીં fifધ પાઠ છે. ત્રણ વિધાને તું જાણો તે જ્ઞાનાદિ કે મોક્ષ અને તેના માનિ જાણીને સમ્યકત્વદર્શી બનીને પાપ ન કરે, સાવધ અનુષ્ઠાન ન આચરે.
પાપનું મૂળ સ્નેહપાશ છે, તે છોડવા માટે કહે છે• સૂત્ર-૧૧૬ :
આ મનુષ્યલોકમાં મનુષ્યો સાથેની સ્નેહાળથી દૂર રહેવું. કેમકે તેઓ આરંભજીતી અને ઉભયલોકમાં [કામભોગોને દેખતા રહે છે. કામભોગોમાં વૃદ્ધ બની કર્મ સંચય કરે છે. તેમ કરીને વારંવાર જન્મ લે છે.
• વિવેચન :
ચાર કષાય અને વિષય વિમોક્ષમાં સમર્થ આધારરૂપ મનુષ્ય. લોકમાં (સંસારી) મનુષ્યો સાથે દ્રવ્ય-ભાવ ભેટવાળા સ્નેહ પાશને સર્વથા છોડ. કારણ કે તેઓ કામભોગ લાલસા માટે હિંસાદિ પાપો આરંભે છે. તેથી સૂpકાર કહે છે કે, તે આરંભથી જીવનાર અને મહા આરંભ પરિગ્રહથી કથિત જીવવાના ઉપાય યોજે છે. તથા સમય શરીર તથા મન સંબંધી આ લોક-પરલોકના [ભોગાકાંક્ષી છે. વળી તે કામભોગમાં આસક્ત થઈ કમ સંયિત કરે છે. તે કામ ઉપાદાન જાનિત કર્મનો સંચય કરી ચોક ગર્ભથી બીજા ગર્ભમાં ઉત્પન્ન થાય છે. સંસારચકમાં - x • ભમે છે.
વળી તે ‘અનિબૃત’ આત્મા કેવો થાય છે, તે કહે છે— • સૂત્ર-૧૧૭ -
તે હાસ્ય, વિનોદ માટે જીવ વધ કરીને આનંદ મનાવે છે. એવા અજ્ઞાનીના સંગથી બચવું. તેનાથી પોતા સાથે તે જીવોનું વેર વધે છે.
• વિવેચન :
લજ્જા, ભય આદિ નિમિત્તથી ચિત્તનું હાસ્ય મેળવીને કામમૃદ્ધ બની, જીવોને હણી આનંદ માને છે અને મહામોહચી ઘેરાયેલો, અશુભ વિચારવાળો તે બોલે છે • આ પશુઓ શિકાર માટે સર્જાયા છે. શિકાર સુખી જનની ક્રીડા માટે છે. આ રીતે જૂઠ અને ચોરીમાં પણ જાણવું.