Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 109
________________ ૧/3/૨/૧૪ ૨૦૩ હમણાં જ પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે છોડ. તથા વિષયઅભિલાષ તે સંસાર પ્રવાહ છે તેને જાણીને ઇન્દ્રિય અને મનનું દમન કરીને સંયમ પાળ. તે માટે આ મિથ્યાત્વ આદિ શેવાળથી આચ્છાદિત સંસાર દ્રહમાં તું જીવરૂપી કાચબો બનીને શ્રુતિ, શ્રદ્ધા, સંયમ, વીર્યરૂપ ઉન્મજ્જન પામીને તું તરી જા. મનુષ્યભવમાં બીજી રીતે સંપૂર્ણ મોક્ષમાર્ગને પામવો અસંભવ છે. તું પ્રાણીની હિંસાના કૃત્યો ન કરતો. પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુ એ દશ પ્રાણને ધારણ કરનાર પ્રાણીની હત્યા ન કર, તેના ઉપઘાતના કાર્ય-અનુષ્ઠાન ન કર - તેમ હું કહું છું. અધ્યયન-૩ ‘શીતોષણીય’ના ઉદ્દેશા-૨ ‘દુઃખાનુભવ'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ * અધ્યયન-3 ઉદ્દેશો-૩ “અક્રિયા” • ભૂમિકા ; બીજો ઉદ્દેશો કહ્યો. હવે બીજાનો આરંભ કરે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વ ઉદ્દેશામાં દુઃખ અને તેને સહન કરવાનું કહ્યું તે દુ:ખ સહન કરવા માગણી સાધપણું નથી. સંયમ અનુષ્ઠાન કરે તથા પાપ કર્મ ન કરે તો શ્રમણ થાય છે. તે આ ઉદ્દેશામાં બતાવે છે. આ સંબંધ વડે આવેલા આ ઉદ્દેશામાં સૂકાનુગમમાં સૂત્ર ઉચ્ચારવું • સૂઝ-૧૨૫ - સાધક સુઅવસર જાણીને પ્રમાદ ન કરે. પોતાના સમાન જ અન્ય જીવોને જુએ. તેથી જીવ હિંસા વય ન કરે, ન કરાવે. છે એકબીજાની શરમ કે ભયનો વિચાર કરી પાપકર્મ કરતો નથી તે શું મુનિ કહેવાય ? • વિવેચન : સંધિ બે પ્રકારે છે - ભીતમાં પડેલ ફાટ દ્રવ્યસંધિ છે. ભાવસંધિ કર્મ વિવર છે. અર્થાત્ ઉદયમાં આવેલ દર્શનમોહનીય ક્ષય પામ્ય, બીજું ઉપશાંત છે, તે સખ્યત્વ પ્રાપ્તિરૂપ ભાવસંધિ છે. અથવા જ્ઞાનાવરણીય વિશિષ્ટ ક્ષાયોપથમિક ભાવને પામેલ તે સમ્યગજ્ઞાન પ્રાપ્તિ ૫ ભાવસંધિ છે આદિ - x • તે જાણીને પ્રમાદ કરવો સારો નથી. જેમ લોકમાં સૈન્યથી ઘેરાયેલાને ભીંત કે બેડીમાં છિદ્ર જાણીને પ્રમાદ કરવો સારો નથી તેમ મુમુક્ષુએ કર્મ વિવર મેળવીને ક્ષણવાર પણ સ્ત્રી, પુત્ર, સંસાર સુખનો વ્યામોહ કરવો સારો નથી. અથવા સાંધો તે જ સંધિ છે. તે ભાવસંધિ જ્ઞાન, દર્શન, ચારિત્ર અધ્યવસાયમાં કર્મના ઉદયથી પડેલ ફાટ છે, તેને કુભાવ દૂર કરી કરી સાંધી દેવી. ૨૦૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ આ ક્ષાયોપથમિક આદિ ભાવલોકને આશ્રીને છે અથવા જ્ઞાનદર્શન, ચામ્બિને યોગ્ય લોકમાં ભાવસંધિ જાણીને સંપૂર્ણ પાલન કરે અથવા સંધિ એટલે ધમનુષ્ઠાન અવસર, તે જાણીને લોક-જીવસમૂહને દુ:ખ દેવાનું કૃત્ય ન કરે. વળી કહે છે હે સાધુ! જેમ આત્માને [તને સુખ ઇષ્ટ છે, તેમ બીજા જીવને પણ ઇષ્ટ છે. તથા બીજા જીવોને પણ સુખ પ્રિય છે - દુઃખ અપ્રિય છે. તે તું જો. બધાં પ્રાણીને આત્મા સમાન જાણીને - X - X • તેઓને હણનારો ન થઈશ. તથા બીજા દ્વારા વિવિધ ઉપાયો વડે તે પ્રાણીનો ઘાત ન કરાવીશ. જો કે બીજા મતવાળા કોઈક સ્થળ જીવોને મારતા નથી, તો પણ ઓશિક, સંનિધિ આદિના પરિભોગથી બીજા દ્વારા તે જીવ વધ કરે છે. જો કે માત્ર પાપકર્મ ન કસ્વાથી જ શ્રમણ ન કહેવાય. પણ જેમાં પાપકર્મ ન કવાનું કારણ છે તે બતાવે છે - અન્યોન્ય જે શંકા, લજ્જા, ભયથી પાપના ઉપાદાનરૂપ જે કર્મનું અનુષ્ઠાન છે, તે સાધુ ન કરે. પાપકર્મ ન કરવાથી તો શું તે મુનિ કહેવાય ? - x • x - ?? ના, તેટલાથી મુનિ ન કહેવાય. અદ્રોહનો અધ્યવસાય જ મુનિભાવનું કારણ છે બીજી ઉપાધિના વશથી તે નિર્મળ ભાવવાળો ન હોય તો મુનિ ન કહેવાય. [મુનિપણાના ભાવથી મુનિ કહેવાય.] કોઈ સાધુ પરસ્પર આશંકાથી આધાકમદિ તજે તો તે મુનિ ભાવસાધુ કહેવાય કે નહીં ? આચાર્ય કહે છે, સાંભળ, બીજાની ઉપાધિ જે પાપ વ્યાપારરૂપ છે, તેનો ત્યાગ ભાવમુનિપણું છે. તેથી શુભ અંતઃકરણથી - x • સાધુ ક્રિયા કરે તે જ મુનિ ભાવ છે, બીજા નહીં. વ્યવહારનયથી તો જે સમ્યગુર્દષ્ટિ છે, પંચ મહાવતનો ભાર વહે, પ્રમાદ, લજ, ભય, ગૌસ્વથી આધાકમદિ છોડી પડિલેહણાદિ ક્રિયા કરે - X • તપ, આતાપના કરે તેમાં તેનો મુનિભાવ જ કારણ છે. કેમકે આવી ધર્મક્રિયાથી પરંપરાએ શુભ ભાવની ઉત્પત્તિ થશે. આ પ્રમાણે શુભ અંતઃકરણ વ્યાપાર હિત સાધુપણામાં સતુ-અસત્ ભાવ કહો નિશ્ચયથી મુનિભાવ કહે છે • સૂત્ર-૧૨૬-૧૨૭ - સમતાનો વિચાર કરી આત્માને પ્રસન્ન રાખે. જ્ઞાની મુનિ સંયમમાં કદાપિ પ્રમાદ ન કરે, સદા આત્મગુપ્ત, વીર બનીને દેહને સંયમ યમાનું સાધન માની તેનો નિર્વાહ કરે. નાના મોટા રયો પતિ વિરક્ત રહે. જીવોની ગતિ-આગતિ જાણીને જે રાગ-દ્વેષથી દૂર રહે છે તે સર્વ લોકમાં કોઈથી છેદાતા, ભેદાતા, બળાતા અને મરાતા નથી. • વિવેચન : સમભાવ તે સમતા તેને વિચારીને સમતામાં રહેલો સાધુ કોઈપણ પ્રકારે અનેષણીયને પરિહરે, લજજાદિથી ઉપવાસાદિ કરે તે બધું મુનિપણાના ભાવનું કારણ છે. અથવા સમય એટલે આગમ. તેમાં કહેલ વિધિ મુજબ સંયમ અનુષ્ઠાન કરે તે બધું મુનિભાવનું કારણ છે. તેથી આગમ મુજબ અથવા સમતા ધારણ કરીને આત્માને

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128