Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 110
________________ ૧/3/3/૧૨૬,૧૨૭ ૨૦૫ પ્રસન્ન રાખે અથવા આગમના પર્યાલોચન વડે કે સમતા દૈષ્ટિથી વિવિધ ઉપાયો વડે ઇન્દ્રિય પ્રણિધાન અને અપમાદાદિથી આત્માને પ્રસન્ન કરે. આત્મપ્રસન્નતા સંયમને હોય છે, તેમાં અપ્રમાદીપણું ભાવવું તે જ સૂરમાં કહે છે . જેનાથી બીજું કંઈ પ્રધાન નથી તે અનન્ય પરમસંયમ છે, તેને પરમાર્થ જાણનાર-જ્ઞાની તેમાં કદાપિ પ્રમાદ કરે. હવે જેમ અપમાદી થવાય તે બતાવે છે. - માથTT - ઇન્દ્રિય - મનથી આત્માને ગોપવે તથા સર્વકાલની યાત્રા તે સંયમ ચમા તેમાં જે મારા તે યાત્રામામા. માત્રા એટલે અતિ આહાર ન લે ઇત્યાદિ, એટલે વિષયની ઉદીરણા ન થાય અને દીર્ધકાલ સંયમના આધારરૂપ દેહનું પાલન થાય તે રીતે આત્માને આહાર આદિથી પાળે. કહ્યું છે કે આહાર માટે અતિંઘ કર્મ કરે કેમકે આહાર પ્રાણને ધારણ કરવા માટે છે. પ્રાણ તત્વજિજ્ઞાસા માટે ધારવા. તવ જ્ઞાનથી જન્મ લેવો ન પડે.” તે આત્મગુપ્તતા કઈ રીતે થાય ? ‘વિરાગ' એટલે મનોજ્ઞ રૂપ આંખ સામે આવે તો તેમાં આસકત ન થાય. રૂપ તુરંત મનને ખેંચે છે માટે તેને લીધું. અન્યથા પાંચે વિષયમાં વિરાગી થવું તથા દિવ્યભાવના કાલક મનુષ્ય રૂપમાં સર્વત્ર વિરાગ કશ્લો. અથવા મોટા-નાના રૂપમાં રાગ ન કરે. નાગાર્જુનીયા પણ કહે છે - પાંચે વિષયોમાં - X-X - ન લેપાવું. - તેમાં શું આલંબન લેવાથી રાગ-દ્વેષ ન થાય ? ગતિ-આગતિને જાણે-જેમકે - તિર્મય-મનુષ્યની ચાર, દેવ-નાકની બે, મનુષ્યને પાંચ ગતિ છે કેમકે તેમાં મોક્ષનો સદ્ભાવ છે. આ રીતે ગતિ-આગતિને જાણીને, સંસાચક્રમાં ભમણ સમજીને, મનુષ્યપણામાં મોક્ષ મળે છે તે સમજી રાગ-દ્વેષને દૂર કરે - x - તે આગતિગતિ પરિજ્ઞાતા સગહેપ દૂર કરીને તલવારથી છેદાતો નથી, ભાલાથી ભેદાવો નથી, અગ્નિથી બળતો નથી - x - અથવા રાગદ્વેષના અભાવે તે સિદ્ધિ પામે છે - X - X - X - આ પ્રમાણે ગતિ-આગતિના જ્ઞાનથી રાગદ્વેષનો ત્યાગ થાય છે અને તેના અભાવે છેદનાદિ સંસાર દુ:ખનો અભાવ થાય છે. તેવું મુનિ જાણે છે. પરંતુ વર્તમાન સુખને જોનારા અમે ક્યાંથી આવ્યા ? ક્યાં જઈશું? ત્યાં શું મળશે ? એવો વિચાર નથી કરતા. તેથી સંસાર ભ્રમણા પાત્રતાને અનુભવે છે - એવું સૂત્રકાર બતાવે છે– • સૂઝ-૧૨૮-૧૨૯ : કેટલાક મૂઢ ભૂત-ભાવિના બનાવોને યાદ કરતા નથી કે આ જીવ પહેલા કેવો હતો ? ભાવિમાં શું થનાર છે ? કેટલાંક એવું કહે છે જેવો તે ભૂતકાળમાં હતો તેવો ભવિષ્યકાળમાં થશે. પરંતુ 'તથાગત' અતીત કે અનાગતના અનું સ્મરણ કરતા નથી. ‘વિધુતકલ્પી” એ દર્શનને જોનારા છે. તેથી નિરવધ પ્રવૃત્તિવાળા મહર્ષિ આ સત્યને જાણી કર્મનો ક્ષય કરે.. • વિવેચન : મોહ-અજ્ઞાનાવૃત બુદ્ધિવાળા કેટલાક અન્યતીથિ ભાવિકાળની સાથે પૂર્વે વ્યતિત કાળનું સ્મરણ કરતા નથી અથતુ આ જીવને નકાદિ ભવથી ઉત્પન્ન થયેલ કે ૨૦૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બાળ-કુમાર વયમાં એકઠું થયેલ પૂર્વનું દુ:ખ આદિ કેવી રીતે આવેલું છે ? અથવા ભાવિમાં શું થશે ? આ સુખાભિલાષી - દુ:ખહેપીનું ભાવિ શું થશે ? જો તેઓને ભૂતભાવિની વિચારણા હોત તો સંસારમાં રતિ ન થાત. કહ્યું છે કે, “મારી અહીં ઉત્પત્તિ કેમ થઈ ? અહીંથી મારે ક્યાં જવું છે ? જો આટલું ચિંતવે તો સંસારથી વૈરાગ્ય કેમ ન થાય ?' કેટલાંક મહામિથ્યાજ્ઞાની કહે છે – આ સંસાર કે મનુષ્યલોકમાં હાલ જે અવસ્થામાં છે, તે જ રીતે ભૂતકાળમાં સ્ત્રી, પુરષ, સૌભાગ્ય, દુર્ભાગ્ય આદિ ભેદો ભોગવતા હતા, ભાવિમાં પણ તે જ થવાનું છે અથવા જેનાથી બીજું શ્રેષ્ઠ નથી એવાં સંયમથી વાસિત ચિત થઈ પૂર્વે ભોગવેલ વિષયસુખભોગ યાદ કરતા નથી. કેટલાંક રાગદ્વેષથી મૂકાયેલા ભાવિમાં દેવસંબંધી ભોગોની આકાંક્ષા રાખતા નથી. કેટલાકને ભૂતકાળના કે ભવિષ્યકાળના સુખ-દુ:ખ લક્ષ્યમાં રહેતાં નથી. કેટલો કાળ ગયો તે પણ ધ્યાન નથી. લોકોત્તર પુરુષો જે રાગદ્વેષ રહિત છે તેવા કેવલિ કે ચૌદ પૂર્વીઓ સંસારી જીવને અનાદિ અનંતકાળ સુધી દરેક કાળમાં સુખ વગેરે કેટલા હતા કે આવશે તે કહી ન શકે. બીજા આચાર્યો કહે છે કે, પૂર્વજન્મ સાથે બીજા જન્મનો સંબંધ જાણતા નથી. પૂર્વે કઈ રીતે સુખ-દુ:ખ હતા અને ભવિષ્યમાં કઈ રીતે સુખ-દુ:ખ થશે તે જાણતા નથી. વળી કેટલાંક કહે છે - તેમાં શું જાણવાનું ? પોત-પોતાના કર્મો અનુસાર જીવે સુખ-દુ:ખ ભોગવ્યા અને ભોગવશે. ' અથવા પ્રમાદ, વિષય, કષાયાદિથી કર્મો એકઠા થવાથી ઇષ્ટ-અનિષ્ટ વિષયોને અનુભવતા જીવો સર્વજ્ઞની વાણીને ન જાણનારા ભૂતકાળની જેમ ભવિષ્યમાં પણ સુખ-દુ:ખ અનુભવશે. પણ જેઓ સંસાર સમુદ્રથી તરવાવાળા છે તેઓ કર્મનું ફળ જાણે છે, તે બતાવે છે જે જીવોને સંસારમાં ફરી આવવું નથી તેઓ સિદ્ધ છે અથવા જે સર્વજ્ઞ છે તેઓ અતીત પદાર્થને અનામતરૂપે કે અનાગત પદાર્થને અતીતરૂપે માનતા નથી કેમકે પરિણતિની વિચિત્રતા છે, સૂત્રમાં મર્થ શબ્દનું ગ્રહણ પર્યાયના બદલાવાપણાને સૂચવે છે. દ્રવ્યાર્ચથી તો જીવ એક જ છે. અથવા સંત એટલે ભોગવેલા વિષયભોગ અને સનાત એટલે ભાવિમાં ભોગવવાના દિવ્ય ભોગ. રાગદ્વેષના અભાવવાળા તેને યાદ કરતા નથી, મોહના ઉદયે કેટલાંક પૂર્વના કે ભાવિના ભોગોને ઇચ્છે, પણ સર્વજ્ઞો તેને ઇચ્છતા નથી. તેના માર્ગે ચાલનારા પણ એવા જ હોય છે. તે કહે છે– વિધ્યL - અનેક પ્રકારે આઠ પ્રકારના કર્મને ધોનાર તે વિધુત છે ન્ય એટલે આચાર, વિધૂતકભી સાધુ જ સર્વજ્ઞના અનુદર્શી છે. તે વિષય સુખના અભિલાષી ન હોય. આ અનુદર્શ પૂર્વે બાંધેલા કર્મોનો નાશ કરનારો છે અથવા ભવિષ્યમાં નાશ કરનારો થશે. કર્મક્ષય કપા ઉધત મુનિ અને ધર્મ કે શુક્લ યાની મહાયોગીશ્વરને સંસારના સુખ-દુ:ખનો નાશ કરવાથી હવે શું થશે ? તે દશવિ છે

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128