Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૩/૧/૧૧૩
કિંકર્તવ્યમૂઢ, દુઃખ સાગરમાં ડુબેલા પ્રાણીને જોઈને અપ્રમત્ત બની સંયમ અનુષ્ઠાનને આદરે. હે બુદ્ધિમાન ! સશ્રુતિક ! તું ભાવસુ દુઃખીને જો. જાગતાના ગુણ અને સુતાના દોષ જાણીને સુવાની મતિ ન કર. વળી પાપ ક્રિયા અનુષ્ઠાન, તેના આરંભ જ દુઃખ કે દુઃખના કારણ કર્મો તું પ્રત્યક્ષ જો. સર્વ કર્મના આરંભમાં પ્રવૃત્ત જીવોને થતી શિક્ષાને જો. તે જાણીને આરંભરહિત બની આત્મહિતમાં જાગૃત થા.
૧૯૫
પણ જે વિષયકષાયથી મલીન ચિત્તવાળો અને પ્રમાદી છે. તે શું મેળવે ? તે ક્રોધાદિ કષાયવાળો મધ આદિ પ્રમાદવાળો નાકીના દુઃખ અનુભવીને પાછો તિર્યંચમાં જાય છે. પણ જે અકષાયી અને પ્રમાદરહિત છે તે કેવા થાય ? શબ્દરૂપાદિમાં જે રાગદ્વેષ તેને ન કરતો ઋજુ-સતિ થાય છે. પરમાર્થથી યતિ ઋજુ હોય અને ગૃહસ્થ સ્ત્રી આદિ પદાર્થ ગ્રહણ કરવાથી વક્ર બને છે.
વળી તે સરળ સાધુ શબ્દાદિની ઉપેક્ષા કરતો મૃત્યુ વિશે સતર્ક રહીને પોતે મરણથી બચે છે. કામભોગમાં અપ્રમાદી રહે છે. જે કામ ચેષ્ટાના પાપોથી દૂર રહે છે, તે જ મન, વચન, કાયાના પાપથી બચેલો છે. તે વીર છે ગુપ્ત આત્મા છે અને ખેદજ્ઞ છે. તે ખેદજ્ઞ સાધુ શબ્દાદિ વિષયોના પર્યાયો તે નિમિત્તના શસ્ત્ર તે “પર્યવજાત શસ્ત્ર.” અર્થાત્ પ્રાણિ ઉપઘાતકારિ અનુષ્ઠાન તેમાં લીન ન થતા ‘ખેદજ્ઞ' સાધુ નિવધ અનુષ્ઠાનરૂપ સંયમ આદરે. જે સંયમનો ખેદજ્ઞ છે તે પર્યવજાતશસ્ત્રનો ખેદજ્ઞ છે અર્થાત્ સાધુ ઇષ્ટ-અનિષ્ટ શબ્દાદિ પર્યાયોની પ્રાપ્તિ કે ત્યાગ બીજા જીવોને દુઃખરૂપ છે તેમ જાણે છે. આવો [મધ્યસ્થ ભાવ] અપીડાકર હોવાથી જે અશસ્ત્રરૂપ-સંયમ છે તે પોતાને અને બીજાને ઉપકાર કરનારો છે, એવું
જાણે છે.
આ પ્રમાણે જાણીને શસ્ત્રને છોડે અને અશસ્ત્રને ગ્રહણ કરે એ જ્ઞાનનું ફળ છે. અથવા શબ્દાદિ પર્યાય કે તદ્ભનિત રાગદ્વેષ પર્યાયથી જે જ્ઞાનાવરણીય
કર્મ બંધાય તેને બાળનાર હોવાથી તપ તે શસ્ત્ર છે. તે તપના ખેદને જાણનાર
તેના જ્ઞાન-અનુષ્ઠાનથી અશસ્ત્ર-સંયમનો પણ ખેદજ્ઞ છે અને અશસ્ત્ર-સંયમનો ખેદજ્ઞ તે પર્યવજાત-શસ્ત્રનો પણ ખેદજ્ઞ છે અને તે સંયમ-તપ ખેદજ્ઞ આશ્રવનિરોધાદિથી પૂર્વ ભવના સંચિત કર્મનો ક્ષય કરે છે. કર્મક્ષયથી જે થાય છે તેને હવે જણાવે છે–
જન્મ - આઠમાંથી એક પણ કર્મ જેને નથી તે. તેને નાક આદિ કોઈ
ગતિમાં ભ્રમણ કરવાનો વ્યવહાર નથી. પર્યાપ્ત-અપર્યાપ્ત કે બાલકુમારાદિ અવસ્થા નથી. જે સકર્મ છે તેને નાકાદિ વ્યપદેશ હોય છે. તથા તે કર્મની ઉપાધી વડેજ્ઞાનાવરણીયાદિ વડે જે પામે તે કહે છે–
તે (૧) મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય જ્ઞાનવાળો, મંદબુદ્ધિ, તીક્ષ્ણબુદ્ધિ આદિ, (૨) ચક્ષુદર્શની, અચક્ષુદર્શની, નિદ્રાળુ આદિ, (૩) સુખી-દુઃખી, (૪) મિથ્યા દૃષ્ટિ-મિશ્રદૃષ્ટિ, સ્ત્રી-પુરુષ-નપુંસક, કષાયી આદિ, (૫) સોપક્રમ-નિરૂપક્રમ-અલ્પાયુ આદિ, (૬) નાક, તિર્યંચયોનિક એકેન્દ્રિય બેઇન્દ્રિય પર્યાપ્તક-અપર્યાપ્તક આદિ,
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સુભગ-દુર્ભાગ આદિ, (૭) ઉંચ-નીય ગોત્રવાળો, (૮) કૃપણ-ત્યાગી નિરૂપભોગ, નિર્વિર્ય આ પ્રમાણે આઠ કર્મને લીધે સંસારી જીવ ઓળખાય છે.
તેથી જ્ઞાનાવરણીયાદિને વિચારીને કે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશરૂપે તેના બંધની આલોચના કરીને તેની સતા અને વિપાકને પામેલા પ્રાણીઓ જે રીતે ભાવનિદ્રામાં સુએ છે તે જાણીને કર્મ દૂર કરવા ભાવ જાગરણમાં સાધુએ ઉધમ કરવો. તે કર્મનો અભાવ આ રીતે થાય –
૧૯૬
આઠ કર્મવાળો અપૂર્વ આદિ કરણ વડે ક્ષપક શ્રેણિથી મોહનીયક્ષય કરી સાત કર્મોવાળો થઈ બાકીના ત્રણ ઘાતિકર્મોનો ક્ષય કરી ભવોપગ્રાહી ચાર કર્મોવાળો થાય. તે ક્ષય કરી શૈલીશીકરણ કરી અકર્મા બને.
હવે ઉત્તર પ્રકૃત્તિનું હોવાપણું - ન હોવાપણું બતાવે છે - [આ વિષય કર્મગ્રંથના જ્ઞાનથી સમજાય તેવો છે, માટે અહીં વૃત્તિનો સંક્ષેપમાં અર્થ જ રજૂ કરીએ છીએ−] જ્ઞાનાવરણીય અને અંતરાયની પાંચ-પાંચ પ્રકૃત્તિ બારમાં ગુણસ્થાન સુધી હોય છે, દર્શનાવરણીય કર્મનું હોવાપણું ત્રણ સ્થાનમાં છે - ૧. નિદ્રાદિ નવે પ્રકૃત્તિ અનિવૃત્તિ બાદરકાળના સંખ્યેય ભાગ સુધી, ૨. સંખ્યેયભાગના અંતે થીણદ્ધિ નિદ્રાત્રિક ક્ષય થતા છ કર્મવાળું સ્થાન, 3. ક્ષીણકષાયના અંત સમયમાં નિદ્રા-પ્રચલાના ક્ષયથી ચાકર્મવાળું સ્થાન. વેદનીયકર્મના સતાસ્થાન બે છે. સાતા અને અસાતા.
મોહનીય કર્મના સતા સ્થાન પંદર છે. [જે કર્મગ્રંથના સત્તા પ્રકરણથી જાણવાસમજવા આયુષ્યના સામાન્યથી બે સત્તા સ્થાન છે. નામકર્મની પ્રકૃત્તિના બાર સતા સ્થાન છે. તે આ પ્રમાણે – (૧) ૯૩, (૨) ૯૨, (૩) ૯૧, (૪) ૮૮, (૫) ૮૬, (૬) ૮૦, (૭) ૭૯, (૮) ૩૮, (૯) ૭૬, (૧૦) ૭૫, (૧૧) ૯, (૧૨) ૮. આ સંખ્યા મુજબના ક્રમમાં નામકર્મની ઉત્તપ્રકૃત્તિની સતા હોય છે. [તેના વિવેચન અને સમજ માટે કર્મગ્રંથમાં સતા પ્રકરણ જોવું.] અહીં માત્ર ૯૩ ઉત્તરપ્રકૃત્તિનો નામ નિર્દેશ કરેલ છે. જેમકે
૪-ગતિ, ૫-જાતિ, ૫-શરીર, ૫-સંઘાત, ૫-બંધન, ૬-સંસ્થાન, ૩-અંગોપાંગ, ૬-સંહનન, ૫-વર્ણ, ૨-ગંધ, ૫-રસ, ૮-સ્પર્શ, ૪-આનુપૂર્વી, ૬-અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉધોત, ૨-વિહાયોગતિ, ૧૦-શુભ-પ્રત્યેકશરીર ત્રસ શુભ સુભગ સુસ્વર સૂક્ષ્મ પર્યાપ્ત સ્થિર આદેય અને યશ, ૧૦-અશુભ-પ્રત્યેક આદિથી વિપરીત, ૧-નિર્માણ, ૧-તીર્થંકર એમ કુલ ૯૩ પ્રકૃતિ કહી છે.
ગોત્રકર્મના સામાન્યથી બે સત્તા સ્થાન છે...
આ પ્રમાણે કર્મોની સતા જાણીને સાધુએ તે દૂર કરવા પ્રયત્ન કરવો. વળી [આ વાત બીજી રીતે કહે છે–]
• સૂત્ર-૧૧૪ :
કર્મનું મૂળ જાણીને હિંસાનું નિરીક્ષણ કરી સર્વ [ઉપદેશ] ગ્રહણ કરીને રાગ-દ્વેષરૂપ બે છેડાથી દૂર રહે. મેધાવી તે [રાગ-દ્વેષને] જાણીને લોકને જાણે અને લોકસંજ્ઞા ત્યાગ કરી સંયમમાં પરાક્રમ કરે - તેમ કહું છું.