Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 90
________________ ૧૬૫ ૧/૨/૪/૮૬ શ્રીઓ ભોગની સામગ્રી છે, આ કથન દુઃખ, મોહ, મૃત્યુ, નરક તથા નરક અને તિર્યંચગતિને માટે થાય છે. સતત મૂઢ જીવ ઘમને જાણતો નથી. ભગવંત મહાવીરે કહ્યું છે, મહામોહથી આપમત્ત રહેવું. બુદ્ધિમાન પ્રમાદથી બચવું જોઈએ. શાંતિ-મરણને અને નાશવંત શરીરને જોઈને પ્રમાદ ન કરવો. વિષયભોગથી તૃપ્તિ થતી નથી. [તેથી તેમાં આસક્તિ ન કરે.J. • વિવેચન : તું ભોગની આશા અને અભિલાષને છોડ. જે બુદ્ધિ વડે શોભે તે ધીર. હે ધીર ! ભોગમાં દુ:ખ જ છે, તેમાં સુખ પ્રાપ્તિ નથી. આ પ્રમાણે શિષ્યને ગુરૂ ઉપદેશ આપે છે અથવા આત્માને સમજાવે છે - તું ભોગની આશા આદિ શલ્યોને છોડી પરમ શુભ સંયમનું સેવન કર, જે ધન વગેરે ઉપાયોથી ભોગોપભોગ થાય છે, તે ધન આદિ વડે ભોગાદિ નથી પણ મળતા. તે માટે જ સૂત્રમાં ને સિગo આદિ કહ્યું. જેના વડે ભોગો મળે તે જ ધન વગેરેથી કર્મની વિચિત્ર પરિણતિથી ભોગ ન પણ મળે અથવા જેના વડે કર્મબંધ થાય તે કૃત્ય ન કરવું જોઈએ. અથવા જેના વડે રાજનો ઉપભોગ આદિ કર્મબંધ છે. તે ન કરવું, જેનાથી મોક્ષ મળે તે સાધુપણું પણ ભોગના પરિણામથી સંસાર વધારે છે. આ પ્રમાણે અનુભવથી નિશ્ચય કરેલું છતાં મોહસ્થી હારેલા જીવો સત્યને સમજતા નથી. આ જ હેતુ વૈચિત્ર્ય છે કે, જે પુરુષો તીર્થકરના ઉપદેશથી રહિત છે, તેઓનું મોહ, અજ્ઞાન કે મિથ્યાત્વ ઉદયથી તાવ સંબંધી જ્ઞાન ઢંકાયેલું છે. મોહનીય કમોંદયથી મૂઢ બનેલા તેઓને શ્રી ભોગનું મુખ્ય કારણ છે તે બતાવે છે - સ્ત્રીઓના નેત્ર કટાક્ષાદિથી આ લોક આશા, અભિલાષથી હારેલા જીવો કૂર કર્મો કરી નરક વિપાકરૂપ શલ્ય મેળવીને તેના ફળને ભૂલીને મોહચી છાદિત અંતરઆત્માવાળો પ્રકર્ષથી વ્યથિત થઈ પરાજિત બને છે. તેઓ જાતે જ વિનાશ પામતા નથી, પણ બીજાઓને પણ વારંવાર ખોટો ઉપદેશ આપીને દુર્ગતિમાં લઈ જાય છે-તે કહે છે, સ્ત્રીઓ વગેરે ઉપભોગને માટે છે. તેમના વિના શરીરની સ્થિતિ જ ન થાય. તે ઉપદેશ તેઓના દુ:ખ માટે થાય છે - શરીર અને મનના દુ:ખો ભોગવવા પડે છે અથવા અજ્ઞાનથી મોહનીય કર્મ બંધાય છે. મરીને નરકમાં જાય છે. નાકમાંથી તિર્યંચ ગતિમાં જાય છે. આ બધાનું મૂળ કારણ સ્ત્રીનો મોહ છે. ( આ પ્રમાણે સ્ત્રીના હાવભાવથી તેના અંગ જોવામાં આસક્ત બનેલો ઉt યોનિમાં ભટકવા છતાં આત્મહિતને જાણતો નથી. નિરંતર દુ:ખથી અભિભૂત બનેલો તે મૂઢ ક્ષમાદિ લક્ષણ સાધુધર્મને જાણતો નથી. તે ધર્મ દુર્ગતિને રોકનાર છે, તે જાણતો નથી. આ કથન તીર્થંકરનું છે તે વાત જણાવે છે - સંસારનો ભય વિસારનાર વીર પ્રભુ કહે છે– - હે શિષ્યો ! તમારે સ્ત્રીમાં આસક્ત ન થવું કેમકે તે મહામોહનું કારણ છે, તેથી તે વિષયમાં પ્રમાદ ન કરવો. નિપુણ બુદ્ધિવાળા શિષ્ય માટે આટલું વચન બસ છે. મધ, વિષય, કષાય, નિદ્રા, વિકથા એ પાંચ પ્રકારનો પ્રસાદ દુ:ખ આપનાર છે. ૧૬૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ માટે તેનાથી દૂર રહેવું. શું આધાર લઈને પ્રમાદ છોડવો ? શાંતિ આદિ. શમન એટલે શાંતિ. બધા કર્મનો નાશ થવાથી મોક્ષ જ શાંતિ છે. પ્રાણીઓ વારંવાર ચાર ગતિરૂપ સંસારમાં જેના વડે મરણ પામે છે તે સંસાર, આ સંસાર અને મરણને વિચારીને પ્રમાદ છોડવો. પ્રમાદીને જન્મમરણનું દુ:ખ છે, અપમાદીને તેના પરિત્યાગથી મોક્ષ છે, એમ વિચારી કુશળ શિવે વિષય, કપાય, પ્રમાદ કરવો અથવા ઉપશમ વડે મરણ સુધી જે કુલ થાય છે, તે વિચારી પ્રમાદ ન કરવો. વળી વિષય-કપાય આસક્તિરૂપ જે પ્રમાદ છે, તે શરીરમાં રહેલો છે. તે શરીર નાશ પામનારું છે, તે નાશવંતપણાને વિચારીને પ્રમાદ કરવો. આ ભોગો ભોગવવા છતાં તૃપ્તિ થતી નથી. ભોગ અભિલાષ પણ શાંત થઈ શકતો નથી. તેથી હે શિષ્ય ! આ પ્રમાદમય દુ:ખ કારણ સ્વભાવ વિષયના ઉપભોગ વડે વારંવાર ભોગવવા છતાં ઉપશમ થતો નથી. કહ્યું છે કે, આ લોકમાં ઘઉં, જવ, સોનું, પશુ, સ્ત્રીઓ વગેરે બધું એક માણસની વૃપ્તિ માટે સમર્થ નથી, એમ સમજી તેનો મોહ છોડ. ઉપભોગના ઉપાયમાં તત્પર થઈ જે વિષય-તૃષ્ણા શાંત કરવા ઇચ્છે છે, તો ફરી તે તૃષ્ણા આક્રમણ કરે છે. તેથી ભોગ લાલયને તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં દુ:ખ જ મળે છે, તે સૂત્ર દ્વારા બતાવે છે • સૂત્ર-૮૭ : હે મુનિ ! આ ભોગોને મહાભયરૂપ સમજ. કોઈના પ્રાણની હિંસા ન કરો, જે સંયમથી ઉદ્વેગ ન પામે તે વીર પ્રશંસાને પામે છે. કોઈ કંઈ ન આપે તો કોપ ન કરે, અલ્ય પ્રાપ્ત થાય તો નિંદા ન કરે, ગૃહસ્થ ના પાડે ત્યારે ત્યાંથી પાછા ફરી જવું જોઈએ. મુનિ આ મુનિધર્મનું સમ્યફ પાલન કરે. તેમ કહું છું. • વિવેચન : હે મુનિ ! ભોગની આશારૂપ તાપથી ઘેરાયેલ કામદશા અવસ્થાના મહા ભયને તું પ્રત્યક્ષ જો. દુ:ખ જ મહાભય છે. મરણનું કારણ હોવાથી તે મહા કહેવાય છે. તેથી આ લોક અને પરલોકમાં ભય આપનાર ભોગોને તું જાણ. તે માટે શું કરવું? તે જણાવે છે - x - કોઈ જીવને દુ:ખ ન આપીશ. એ રીતે પાંચે પાપને છોડજે. ભોગોને છોડીને પ્રાણાતિપાત આદિ વ્રત-આરૂઢને કયા ગુણો પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે - તે ભોગની આશા-તૃણાનો ત્યાગ કરનાર અપમત પંચ મહાવ્રતની ભારથી નમેલ ઢંઘવાળો વીર કર્મ વિદારણ કરવાથી ઇન્દ્રાદિ વડે ખવાય છે. કોણ આ વીર છે ? જેની સ્તુતિ કરાય છે ? તે કહે છે - X - X - જે આભા ગ્રાહ્ય તત્વને ગ્રહણ કરે છે એટલે બધાં આવક કર્મો ક્ષય થતાં સમસ્ત વસ્તુઝાહી જ્ઞાનથી અવ્યાબાધ સુખ મળે છે. જેના મુખ્ય કારણરૂપ સંયમાનુષ્ઠાતની તે ગુપ્સા કરતો નથી અથવા રેતીના કોળીયા ખાવા જેવા મુશ્કેલ સંયમ પાળતા આહારદિ ન મળે તો ખેદ પામતો નથી આ ગૃહસ્થ પાસે વસ્તુ છે છતાં

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128