Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 95
________________ ૧૭૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧//૫/૪ ૧૫ સખીને કહે છે, તે ગત દિવસોને જ્યારે યાદ કરું છું ત્યારે જાણતી નથી કે કયો હેતુ મને સો પ્રકારે દુઃખ આપે છે ? તથા હૃદયથી ઝરે છે - હે હ્રદય ! પહેલા એ વિચાર કે તારો પ્રેમી પ્રેમ કરીને દૂર થયો છે. હે હત હૃદય ! આશારહિત ! નપુંસક ! કેમ ખેદ કરે છે ? પાણી ગયા પછી પાળ બાંધવી નકામી છે. તિપડ એટલે મર્યાદાથી ભ્રષ્ટ થઈ નિર્મર્યાદ થાય તથા શરીર અને મનના દુ:ખોથી પીડાય છે. પરિતUz-પરિ' એટલે બાહ્ય અને અંદર ચારે તરફથી, તપે છે અર્થાતુ પશ્ચાતાપ કરે છે. જેમકે - ઇષ્ટ પુત્ર, પત્ની આદિના ક્રોધથી, નાસી જાય ત્યારે તે મને અનુસરતા નથી એમ પરિતાપ પામે. આ બધાં શોક આદિ વિષય-વિષથી ક્ષોભિત અંતઃકરણની દુઃખ અવસ્થાના સૂચક છે. અથવા શવત એટલે ચૌવન, ધન, મદ, મોહથી ઘેરાયેલા મનવાળો વિરુદ્ધ કૃત્ય કરીને વૃદ્ધાવસ્થામાં મૃત્યુકાલે કે મોહ દૂર થતાં પસ્તાય છે કે મંદભાગ્ય વડે મેં પૂર્વે શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો સુગનિગમન અને દુર્ગતિ દ્વાર નિષેધ ધર્મ ન આચર્યો આ પ્રમાણે વિચારે છે. કહ્યું છે કે નિશ્ચયથી જીવો ભાવિ અવસ્થા વિચાર્યા વિના મેં યુવાનીમાં જે જે અશુદ્ધ કૃત્યો કર્યા છે તે. પરલોકગમન વખતે બુઢાપાથી જીર્ણ થયેલ શરીરવાળા પુરુષને ખેદ પમાડે છે. તથા મૂરતિ આદિ સ્વબુદ્ધિએ યોજવા. કહ્યું છે કે, ગુણવાળું કે અવગુણવાળું કાર્ય કરતા પહેલા પંડિતે પ્રયત્નથી વિચારવું કે એનું પરિણામ શું આવશે. ઉતાવળે કરેલ કાર્યનું ફળ ભોગવતાં હૃદયને બાળનારો શલ્ય સમાન પશ્ચાતાપ વિપત્તિને માટે થાય છે. આવું કોણ ન શોયે [વિચારે તે સૂત્રમાં કહે છે• સૂગ-૯૫ : દીર્ઘદર્શ લોકદર્શ હોય છે. તે લોકના અધોભાગને, ઉર્વભાગને, તિછભિગને જાણે છે. વિષયાસકત લોક સંસામાં વારંવાર પરિભ્રમણ કરે છે. જે ‘સંધિને જાણીને વિષયોથી દૂર રહે તે વીર છે, પ્રશંસનીય છે. જે બદ્ધને મુકત કરે છે. જેનું અંદર છે તેવું બહાર છે, જેનું બહાર છે તેવું અંદર છે આ શરીરની અંદર-અંદર અશુદ્ધિ ભરી છે તે જુઓ. આ શરીરમાંથી નીકળતી આશુચિને જોઈને બુદ્ધિમાન શરીરના યથાર્થ સ્વરૂપને સમજે. • વિવેચન : માયત એટલે દીધ, આ લોક પરલોકના દુઃખ જોનાર, ઘટ્યું એટલે જ્ઞાન. આવો દીર્ધદર્શી એકાંત અનર્થક જાણીને ત્યાગ કરે અને “શમ-સુખ'ને અનુભવે છે. સંસારી લોકો જે વિષયરસમાં પડીને અતિ દુ:ખી છે તથા ‘કામ’ને છોડીને પ્રથમ સખને પામે છે. -x- એ રીતે જોનાર ‘લોકવિદર્શી' છે. અથવા લોકના ઉદd, અધો, તિછfભાગની ગતિ, કારણ, આયુ, સુખ-દુ:ખ વિશેષને જુએ છે, તે બતાવે છે– લોકના-ધમસ્તિકાય, અધમસ્તિકાયથી વ્યાપ્ત આકાશખંડના અધોભાગના સ્વરૂપને જાણે છે અથd જીવો જે કર્મો વડે ત્યાં ઉત્પન્ન થાય છે તથા ત્યાં સુખદુ:ખની વિપાક કેવો છે તેને જાણે છે. આ પ્રમાણે ઉદર્વ અને તિછ ભાગ વિશે પણ જાણવું અથવા લોકવિદર્શી એટલે “કામ” અર્થે ધન મેળવવામાં પ્રસન્ન બનેલા લોકને જુએ છે. આ જ બતાવવા કહે છે જે કામાસક્તિ કે તેના ઉપાયમાં અનુવર્તે છે તેને વારંવાર તે જ આચરણ કે તદ્ જનિત કર્મો વડે સંસાર ચક્રમાં ભમતા જોઈને “દીર્ઘદર્શી' કામના અભિલાષચી દર થવા કેમ સમર્થ ન થાય ? સંસારના ભોગોમાં રાચતા અને તેથી દુ:ખી થતાં જીવોને તું જો. એવો ઉપદેશ છે. વળી આ મનુષ્યલોકમાં જે જ્ઞાનાદિ ભાવસંધિ છે, તે મનુષ્યલોકમાં જ સંપૂર્ણ પ્રાપ્ત થાય છે તેથી તેને જાણીને જે વિષયકષાયોને ત્યાગે છે, તે જ વીર છે - તે દશવિ છે - જે આયતચક્ષુ, યથાવસ્થિતલોક વિભાગ સ્વભાવદર્શી, ભાવસંધિ જ્ઞાતા, વિષય તૃષ્ણા ત્યાગી કમને વિદાસ્વાથી ‘વીર’ છે. તtવજ્ઞાતા પુરપથી પ્રશંસા પામેલ છે. આ પ્રમાણે તત્વજ્ઞ બની તે દ્રવ્ય-ભાવ બંધનથી બદ્ધને પોતે મુક્ત બની તેમને પણ મુક્ત કરાવે છે - X - X - જેમ અંદરના ભાવબંધનરૂપ આઠ પ્રકારની કર્મ-કેદથી છોડાવે છે, તેમ પુત્ર-પની આદિ બાહ્ય બંધનથી પણ છોડાવે છે. જેમ કે બાહ્ય બંધુ-બંધનથી છોડાવે છે તેમ મોક્ષ ગમનમાં વિનકત કારણોથી પણ છોડાવે છે. તે પોતાના વિશાળ જ્ઞાન વડે તવનો પ્રકાશ કરી બોધ આપવા વડે છોડાવે છે - X - X - બોધ આપતા તે કહે છે, આ કાયા વિષ્ટા, મૂત્ર, માંસ, લોહી, પરૂ આદિ અશુચિથી ભરેલ અસાર છે, બાહ્યથી પણ અસાર છે - x • એ જ રીતે જેવી બાહ્ય અસારતા છે તેવી અંદર પણ છે. વળી જેમ શરીરની અંદર-અંદર તપાસે તેમ વિશેષ અશુચિ-માંસ, લોહી, મેદ આદિ જણાય છે. - x • તથા કોઢ, પિત આદિ રોગો બહાર આવતા અશુચિ પ્રત્યક્ષ દેખાય છે. અથવા શરીરના નવે દ્વારોથી ઝરતી અશુચિ છે. કાન, આંખનો મેલ, બળખો, લાળ, મૂત્ર, મળ આદિ તથા બીજી વ્યાધિ વિશેષથી પરૂ આદિની અશુચિ પણ છે. આ પ્રમાણે જોઈને પંડિત પુરુષ યથાવસ્થિત તેના સ્વરૂપને જાણે. કહ્યું છે કે, માંસ, હાડકાં, લોહી, સ્નાયુથી બદ્ધ અને મલિન મેદ મજ્જા આદિથી વ્યાપ્ત અને અસુચિથી બિભત્સ એવા દુર્ગધીવાળા ચામડાના કોથળારૂપ કાયામાં તથા મળ-મૂત્ર ઝરનારા ચંગવાળા પરસેવાથી ભરેલા શરીરમાં જ્યાં અશુચિનો હેતુ છે, તેમાં સમનું કારણ કઈ રીતે થાય ? આ રીતે દેહની અશુચિ જોઈને શું કરવું જોઈએ તે કહે છે– • સૂત્ર-૯૬ - તે મતિમાન ઉક્ત વિષય જાણીને વમન કરેલા ભોગોને પુનઃ ન સેવે. પોતાને તિછ [વિપરીત] માર્ગમાં ન ફક્સાવે. આવો કામાસકત પુરષ મેં કર્યું, હું કરીશ એવા વિચારોથી ઘણી માયા કરીને મૂઢ બને છે. પછી તે લોભ કરીને પોતાના વૈર વધારે છે, તેથી એમ કહેવાય છે કે ભોગાસકd પરષ ક્ષણભંગુર

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128