Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૨/૫/૯૨
પડે, સાધુની પોતાની જરૂરિયાત પૂર્ણ થાય. - ૪ - આ હું મારી બુદ્ધિથી નથી કહેતો, પણ જિનેશ્વરે આ ઉદ્દેશાથી માંડીને કહ્યું છે તે કહે છે, તે જિનેશ્વરે ઐશ્વર્યાદિ ગુણ યુક્ત અર્ધમાગધી ભાષામાં, બધાં પોતાની ભાષામાં સમજે તે રીતે દેવ-માનવની પર્યાદામાં કેવલજ્ઞાનરૂપી ચક્ષુ વડે જોઈને કહ્યું છે, એમ સુધર્માસ્વામી જંબૂસ્વામીને
કહે છે.
૧૭૩
વસ્તુ, આહાર મળતા હું લબ્ધિમાન છું તેમ અહંકાર ન કરે, ન મળે તો શોક ન કરે. દીનતાથી એવો ખેદ ન કરે કે, મને ધિક્કાર થાઓ, હું મંદભાગ્ય છું, બધાંને બધી વસ્તુ આપનાર દાતા છે પણ મને નથી મળતું. લાભાલાભમાં માધ્યસ્થતા રાખે. કહ્યું છે - મળે તો સારું, ન મળે તો પણ સારું. ન મળે તો તપો વૃદ્ધિ થશે અને મળે તો પ્રાણ ધારણ થશે.
આ રીતે પિંડ, પાત્ર, વસ્ત્રની એષણા બતાવી છે. હવે સંનિધિ પ્રતિષેધ માટે કહે છે - ઘણું મળે તો સંગ્રહ ન કરે. - ૪ - ૪ - આહારની માફક સંયમ ઉપકરણમાં વસ્ત્ર, પાત્રાદિ પણ વધુ ન લે. - x - ધર્મોપગરણથી વધુ જેટલું લેવું તે પગ્રિહ છે, માટે તે ન લે. તેમાં મૂર્છા પણ ન કરે - x - ૪ - શંકા કરે છે કે પરિગ્રહ પણ રાગદ્વેષનું કારણ છે તો ધર્મોપગરણને પરિગ્રહ કેમ ન માનવો ? વળી કહ્યું છે કે, આ મારું છે એવો અભિમાનરૂપ દાહ જ્વર જ્યાં સુધી છે. ત્યાં સુધી જમના મુખમાં જવાનું છે તેમ ત્યાં શાંતિ નથી, ઉન્નતિ પણ નથી, માટે યશ અને સુખ વાંચ્છુકોએ અનર્થ જાણી મમતાને દૂર કરવી,
આચાર્ય ઉત્તર આપે છે આ દોષ નથી. ધર્મોપકરણમાં આ મારું છે એમ સાધુને પરિગ્રહનો આગ્રહ નથી. આગમમાં પણ કહ્યું છે, જે મુનિને પોતાના શરીરમાં મમત્વ નથી, તે બીજામાં મમત્વ કઈ રીતે કરે ? જે કર્મ બંધને માટે લેવાય તે પરીગ્રહ છે, કર્મનિર્જરાર્થે હોય તે પરીગ્રહ નથી.
• સૂત્ર-૯૩ :
આ પ્રકારે જોઈને-વિચારીને પરિગ્રહનો ત્યાગ કરે. આ માર્ગ તીર્થંકરોએ બતાવેલ છે. જેથી કુશલપુરુષ પરિગ્રહમાં ન લેપાય. તેમ હું કહું છું.
• વિવેચન :
આ પ્રકારે દેખતો બનીને [વિચારીને] પરિગ્રહ છોડે. પરમાર્થને ન જાણતા ગૃહસ્થો પરીગ્રહને સુખના સાધનરૂપે જુએ છે, સાધુ ન જુએ. તેનો આશય આ છે - આ ઉપકરણ આચાર્યનું છે, મારુ નથી. રાગદ્વેષનું મૂળ છે તે પરિગ્રહનો અહીં નિષેધ છે, ધર્મોપકરણનો નિષેધ નથી, તેના વિના સંસાર સમુદ્રથી પાર જ્વાય નહીં. કહ્યું છે કે, “કોઈ નાનું કાર્ય ગમે તેમ સાધી લેવાય પણ મોટું કાર્ય તેમ સિદ્ધ ન થાય. ખાબોચીયું કુદી જવાય પણ નાવ વિના સમુદ્ર પાર ન થાય. જો કે પરીગ્રહ વિષયમાં દિગંબર સાથે મતભેદ છે, તેથી સૂત્રમાં કહ્યું કે, આ “માર્ગ” તીર્થંકરે કહ્યો છે - ધર્મોપકરણ પરીગ્રહને માટે નથી.
સર્વ પાપરૂપ ‘હેય' ધર્મથી જે દૂર છે, તે આર્યો-તીર્થંકરો છે. પણ જેઓ
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
ધર્મોપકરણને પરીગ્રહ કહે છે, તે પણ કુંડિકા આદિ રાખે જ છે. તેમણે સ્વરૂચિ મુજબ ઉપકરણ રાખવાનો માર્ગ શોધી કાઢેલ છે - ૪ - ૪ - આ જ પ્રમાણે કોઈ ધર્મોપકરણને પરીગ્રહ કહે તો તેને સમજાવવા.
આ પ્રમાણે સ્વસિદ્ધાંતના ગૌરવ માટે તીર્થંકરે પ્રરૂપણા કરી તે યુક્ત જ છે. તેથી ઉત્તમ સાધુએ જિનેશ્વરના માર્ગમાં ઉધમવંત થવું. કર્મભૂમિ પ્રાપ્ત કરીને, મોક્ષવૃક્ષના બીજ સમાન બોધિ તથા સર્વ સંવરરૂપ ચાસ્ત્રિ પામીને - ૪ - કર્મમાં જેમ લેપ ન થાય, નવા કર્મ ન બંધાય તેમ ઉત્તમ માર્ગમાં વર્તવું - તે વિદિત વેધ [પંડિત] જાણવો. જો તે માર્ગ ઉલ્લંઘીને યથોક્ત ધર્માનુષ્ઠાન ન કરે તો કર્મબંધ થાય. આ સત્પુરુષોનો માર્ગ છે. તેથી ગૃહિત પ્રતિજ્ઞા અંત સુધી પાળવી જોઈએ. કહ્યું છે કે, ગુણ સમૂહની માતા તથા અત્યંત શુદ્ધ હૃદય બનાવનારી જે લજ્જા છે તેને શ્રેષ્ઠ માતા માની સાધુઓ સુખેથી પોતાના પ્રાણ ત્યજે પણ સત્ય સ્થિતિને ચાહનારા પોતાની પ્રતિજ્ઞા ન ભાંગે.
ન
૧૭૪
‘ત્તિયેમિ' - પૂર્વવત્ જાણવું. પરિગ્રહથી આત્માને દૂર કરવા કહ્યું તે નિદાનછેદ વિના ન થાય. નિદાન [વાસના] શબ્દાદિ પાંચ ગુણના અનુગામી ‘કામ’ છે. કામભોગનો ત્યાગ મુશ્કેલ છે તે જણાવે છે—
• સૂત્ર-૯૪ ઃ
કામભોગોનો ત્યાગ ઘણો મુશ્કેલ છે. જીવનને લંબાવી શકાતુ નથી. આ પુરુષ કામભોગની કામના રાખે છે. પછી તે શોક કરે છે, વિલાપ કરે છે, નિમર્યાદ બનીને અને પરિતાપથી દુઃખી થાય છે.
• વિવેચન :
કામના બે ભેદ છે - ઇચ્છાકામ, મદનકામ. હાસ્ય અને રતિમોહનીય કર્મથી ઇચ્છાકામ ઉદ્ભવે છે અને વેદ મોહનીય કર્મોદયથી મદનકામ થાય છે બંને કામનું કારણ મોહનીય છે. તેના સદ્ભાવમાં કામનો ઉચ્છેદ મુશ્કેલ છે માટે તેનો વિનાશ દુઃખે કરી થાય છે. તેથી કહ્યું કે, તેમાં પ્રમાદી થવું નહીં, જીવિતમાં પણ પ્રમાદ ન કરવો. ક્ષણે ક્ષણે ઓછાં થતા આયુની વૃદ્ધિ થવાની નથી. અથવા સંયમ-જીવિતનો સંસારી વાસનામાં પડતા દુઃખે કરીને નિર્વાહ થાય છે અર્થાત્ સંયમ-પાલન મુશ્કેલ
થાય છે.
કહ્યું છે કે, આકાશે ગંગા નદીનો પ્રવાહ છે, તેની સામે જઈને તરવું મુશ્કેલ છે અથવા મહાસાગર હાથ વડે તરવો મુશ્કેલ છે. રેતીના કોળીયાની જેમ તથા લોઢાના જવ ચાવવાની જેમ સંયમપાલન મુશ્કેલ છે. ઇત્યાદિ અભિપ્રાય મુજબ ‘કામ’ તજવો મુશ્કેલ છે, તે બતાવ્યું છતાં કહે છે - કામકામી, વિષયલાલચુ જીવ શરીર અને મન સંબંધી ઘણાં દુઃખોને ભોગવે છે, તે બતાવે છે–
તે કામકામી ઇચ્છિત વસ્તુ ન મળતાં કે તેનો વિયોગ થતાં તેનો શોક કરીને કે તાવ ચઢેલા માણસની જેમ પ્રલાપ કરે છે, કહ્યું છે - પ્રેમ બંધન નાશ પામતાં, પ્રણય-બહુમાન ઓછું થતાં, સદ્ભાવ ઓછો થતાં જતો રહેતો પ્રેમ જોઈને કોઈ સ્ત્રી