Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 29
________________ ૧/૧/૧/૩ ४४ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે પ્રસ્તુત વિષય જણાવે છે - અહીં કેટલાકને એવી સમજ હોતી નથી કે - હું ક્યાંથી આવ્યો છે, આમ કહેવાથી કેટલાકને આવી સમજ હોય પણ છે તેમ સમજવું. તેમાં સામાન્ય સંજ્ઞાનું દરેક પ્રાણીમાં સિદ્ધપણું હોવાથી અને તેનું કારણ જાણવાથી સામાન્ય સંજ્ઞાનું વિશેષ પ્રયોજન નથી. પણ વિશિષ્ટ સંજ્ઞાનું પ્રયોજન છે, કેમકે તે કેટલાકને જ હોય છે, વળી તેમાં ઉપપાત આત્માનો સ્વીકાર છે. તેથી સૂત્રકાર સ્વયં આ વિશિષ્ટ સંજ્ઞાના કારણોને જણાવે છે અને સામાન્ય સંજ્ઞાનું પ્રતિપાદન છોડી દે છે. • સૂત્ર-૪ : થવાના હોય તેને અહીં ગ્રહણ કરેલ નથી. અહીં જીવ “સ” છે તે કોણ જાણે છે ? તેનો અર્થ આ પ્રમાણે છે કોઈને વિશિષ્ટ જ્ઞાન નથી કે જે અતીન્દ્રિય જીવાદિ પદાર્થોને જાણી શકે. તે જાણવાનું કંઈ ફળ પણ નથી. જેમકે જીવ નિત્ય-સર્વગત-મૂર્તજ્ઞાનાદિ ગુણોપેત કે આ ગુણોથી અલગ છે તે જાણી ન શકે. વળી તે જાણવાથી કશું સિદ્ધ પણ ન થાય. તેથી જ્ઞાન જ શ્રેય છે. વળી તુલ્ય અપરાધમાં અજ્ઞાનતાથી કરવામાં લોકમાં સ્વલા દોષ છે તેમજ લોકોમાં પણ મનથી, અનાભોગચી, સહસાકારચી વગેરે કાર્ય થાય તેમાં નાના સાધુ તથા સ્થવિર, ઉપાધ્યાય, આચાર્યને અનુક્રમે વધુ-વધુ પ્રાયશ્ચિત છે. આ પ્રમાણે બીજા વિકલ્પોમાં પણ જાણવું. હવે વિનયવાદીના બગીશભેદ કહે છે દેવ, રજા, યતિ, જ્ઞાતિ, સ્થવિર, અધમ, માતા, પિતા એ આઠેનો મન, વચન, કાયા અને (આહારદિના) પ્રદાન એ ચાર પ્રકારે વિનય કરવો. તે આ પ્રમાણે-આ દેવતાઓનો મનથી, વચનથી, કાયાથી અને દેશ-કાળની ઉત્પતિ પ્રમાણે દાન દેવા વડે વિનય કરવો. આવા વિનયથી જ સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે એમ તેઓ માને છે. તેમના મતે નીચે નમવું અને નમતા બતાવવી તે વિનય છે. સર્વત્ર આવો વિનયી સ્વર્ગ, મોક્ષ પામે છે. કહ્યું છે કે - વિનયથી જ્ઞાન, જ્ઞાનથી દર્શન, દર્શનથી ચાસ્ત્રિ, ચાથિી મોક્ષ અને મોક્ષથી અવ્યાબાધ સુખ છે. અહીં આ ક્રિયાવાદીઓમાં અસ્તિત્વ છે. છતાં તેમાં પણ કેટલાકમાં આત્માને નિત્ય, અનિત્ય, કd, અકત, મૂર્ત, અમૂર્ત, શ્યામાકdદુલ પ્રમાણ, અંગુઠાના પર્વ જેટલો, દીપશિખા સમાન અને હૃદયસ્થ ઇત્યાદિ માને છે. તેમજ આત્માને પપાતિક માને છે. - અક્રિયાવાદીઓ આત્માનું અસ્તિત્વ જ માનતા નથી, તો ઉપરાત કેમ સિદ્ધ થાય ? - અજ્ઞાનીઓ આત્માને તો માને છે, પણ તેઓ જ્ઞાનને નકામું માને છે. - વિનયવાદી પણ આત્માને માને છે, પણ વિનય જ માત્ર મોક્ષનું સાધન છે તેમ કહે છે. - આ પ્રમાણે સામાન્યથી આત્માના અસ્તિતત્વને સ્વીકારવાથી અક્રિયાવાદીઓના મતને ખોટો ઠેરવ્યો. હવે આત્માના અસ્તિત્વના અસ્વીકારના દોષોને જણાવે છે શાસક, શાસ્ત્ર, શિષ્ય, પ્રયોજન, વચન, હેતુ અને દેટાંત તે બધાં બોલનારથી શૂન્ય નથી. આત્માનું અસ્તિત્વ સ્વીકારે તો જ બધાં પ્રમાણ છે, આત્મ અભાવે પ્રમાણ છે. પ્રતિષેધક અને પ્રતિષેધ બંને જો શૂન્ય હોય તો આ બધું કઈ રીતે થાય ? અને પ્રતિષેધના અભાવમાં પ્રતિસિદ્ધ એવા જગતના પદાર્થો સિદ્ધ થાય. આ પ્રમાણે બાકીના મતવાળાઓનું યથાસંભવ નિરાકરણ સ્વયં સમજી લેવું. કોઈ જીવ પોતાના જાતિસ્મરણ જ્ઞાનથી, તીર્થકર આદિના વચનથી કે અન્ય વિશિષ્ટ જ્ઞાનીની પાસેથી સાંભળીને જાણી શકે છે કે, હું પૂર્વદિશાથી આવ્યો છું - સાવ4 : અન્ય દિશા કે વિદિશાથી આવેલો છે. એ જ રીતે કેટલાક જીવોને એવું જ્ઞાન હોય છે કે મારો આત્મા પુનર્ભવ કરવાવાળો છે, જે આ દિશા-વિદિશામાં વારંવાર આવાગમન કરે છે. જે સર્વે દિશા અને વિદિશામાં આવાગમન કરે છે તે હું જ છું. • વિવેચન : *g' એટલે પૂર્વે કહેલ જ્ઞાતા કે જેને વિશિષ્ટ ક્ષયોપશમ હોય તે વિચારે છે કે પૂર્વોક્ત દિશા-વિદિશાથી મારું આગમન થયું છે. તથા પૂર્વજન્મમાં હું દેવ, નાક, તિર્યંચ કે મનુષ્ય કોણ હતો ? સ્ત્રી, પુરુષ કે નપુંસક હતો ? હું આ મનુષ્યજન્મમાંથી મરીને દેવ-આદિ શું થઈશ ? એમ વિચારે અને જાણે. આથી એમ સમજવું કે અનાદિ સંસારમાં ભ્રમણ કરતા કેટલાક પ્રાણી દિશામાંથી આગમને ન જાણે, પણ વિશિષ્ટ સંજ્ઞાવાળો હોય તે જાણે. જે જાણે તે પોતાની સન્મતિથી જાણે છે. અહીં સૂત્રમાં " Hપડ્યાણ" કહ્યું છે - ‘દુ' શબ્દ સંબંધવાચી છે, સત્ શબ્દ પ્રશંસા અર્થમાં છે, મત એ જ્ઞાન છે તેનો અર્થ છે - આત્માની સાથે જે સદા સન્મતિ રહેલી છે, તે સન્મતિ વડે કેટલાંક જાણે છે. આ વાક્ય દ્વારા વૈશેષિક મતનું ખંડન કરેલ છે. (જેની વાદ ચર્ચા અત્રે નોંધી નથી, તે મૂળ વૃત્તિમાં જોવી.) આ સ્વમતિ કે સન્મતિના ચાર ભેદ જાણવા - અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન અને જાતિસ્મરણજ્ઞાન, તેમાં અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનનું સ્વરૂપ અન્યત્ર વિસ્તારથી કહ્યું છે. જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના જ વિશેષ બોધરૂપ છે. આ રીતે ચાર પ્રકારની આત્માની મતિથી કોઈક જીવો વિશિષ્ટ દિશાની ગતિઆગતિને જાણે છે. શત્ એટલે તીર્થકત સર્વજ્ઞ. પરમાર્થથી તેમને જ પર શબ્દનું વાચ્યપણું હોવાથી પરપણું છે. તેમના ઉપદેશ વડે પ્રાણીઓ જીવોને અને જીવોના પૃથ્વીકાય આદિ ભેદોને તથા તેમની ગતિ-આગતિને જાણે છે. તથા તીર્થંકર સિવાયના અન્ય અતિશય જ્ઞાનીઓની પાસે સાંભળીને પણ જાણે છે. જે જાણે છે તે હવે સૂત્ર-અવયવ વડે કહે છે

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128