Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 77
________________ ૧/૨/૧/૬૩ ૧૩૯ છે • મણ એટલે થોડું, - અધિક વચન છે, હુનું - નિશ્ચયાર્થે છે, મા, એટલે ભવસ્થિતિ હેતુ કર્મ પુદ્ગલો ‘રૂ' એટલે સંસાર કે મનુષ્યભવમાં, પft એટલે કોઈક, ‘માનવા' એટલે મનુષ્યોના. હવે વાચાર્ય આ સંસારમાં કેટલાંક મનુષ્યનું અંતમુહર્ત માત્ર આયુ છે, તે ત્રણ પલ્યોપમાં સુધી પણ હોય. તેમાં સાધુપણું અલાકાળ છે. તથા અંતમુહૂર્તથી કિંચિત્ જૂન કરોડ પૂર્વનું આયુષ્ય છે. જેમાં સાધુપણું ઉદયમાં આવે છે - X - X • કહ્યું છે કે, ઉત્કૃષ્ટ યોગમાં બંઘ અધ્યવસાય સ્થાનમાં આયુષ્યનો જે બંધ કાળ છે, તે ઉત્કૃષ્ટ કાળ બાંધીને, જે દેવ-કુરુ આદિમાં જન્મે, તે જલ્દી બધુ આયુ છોડીને તિર્યંચ અને મનુષ્યમાં અપવર્તન થાય છે. તે અપર્યાપ્ત અંતર્મુહનું અંતર જાણવું, ત્યારપછી અપવર્તન થાય છે. સામાન્યથી સોપકમવાળાને સોપકમ અને નિરૂપમકમવાળાને નિરૂપમકમ આયુષ્ય હોય છે જ્યારે જીવને પોતાનું આયુષ્ય ત્રીજે ભાગે કે બીજાના ત્રીજા ભાગે બાકી રહે. અથવા જઘન્યથી એક, બે કે ઉત્કૃષ્ટથી સાત, આઠ વર્ષે કે અંતકાળે અંતર્મુહર્ત કાળ પ્રમાણથી પોતાના આત્મપ્રદેશોને નાડિકાના અંતરમાં રહેલા આયુષ્ય કર્મ વર્ગણાના પુદ્ગલોને પ્રયમાં વિશેષથી ચના કરે છે. તે વખતે નિરૂપક્રમ આયુષ્યવાળો થાય છે. અન્યા સોપકમ આયુષ્ય થાય. ઉપકમ ઉપક્રમના કારણથી થાય. તે આ પ્રમાણે - દંડ, કસ, શામ, દોરી, અનિ, પાણી, પડવું, ઝેર, સાપ, શીત, ઉષ્ણ, અરતિ, ભય, ભૂખ, તરસ, રોગ, મૂlમળ નિરોધ, જીર્ણ-અજીર્ણમાં ઘણું ભોજન, ઘર્ષણ, ઘોલણ, પીડન આ બધાં આયુષ્યના ઉપકમના કારણો છે. કહ્યું છે કે મનુષ્યો સ્વ-પરથી આમતેમ દોડતી આવતી આપત્તિવાળા છે. તેમાં તેમની નિપુણતા જુઓ કે ક્ષણ માત્ર અહીં જે જીવે છે. મોઢામાં ફળ છે, ઘણી ભૂખ છે, સરસ અને થોડું ભોજન છે. તે કેટલો કાળ ચવાઇને દાંતમાં રહેશે ? ઉચ્છવાસની મર્યાદાવાળા પ્રાણ છે. તે ઉચ્છવાસ પોતે પવન છે. પવનથી વધુ કોઈ ચંચળ નથી, તો પણ ક્ષણિક આયુમાં મોહ કરે છે. વળી જેઓ દીધયું છે, તેઓ પણ ઉપકમના કારણાભાવે આયુ ભોગવે છે. મરણથી અધિક પીડાદાયી વૃદ્ધત્વથી પીડાયેલા જઘન્યતમ અવસ્થાને અનુભવે છે. તે હવે સૂગકારશ્રી બતાવે છે – સૂત્ર-૬૪ - શોઝ, ચણા, ઘાણ, રસ અને ચશના પ્રજ્ઞાનના પરિહીન [સવા દુર્બળ થતાં, યૌવનને જલ્દીથી જતું જોઈને તે એકદા મૂઢભાવ પામે છે. • વિવેચન : ભાષારૂપે પરિણમેલા યુગલોને સાંભળે તે શ્રોત્ર એટલે કાન, દ્રવ્યથી તે કબ પુષ્પાકાર છે. ભાવથી ભાષા દ્રવ્ય ગ્રહણ લબ્ધિ ઉપયોગ સ્વભાવ જાણવો. આ કાન વડે ચોતરફથી થતું શબ્દાદિ જ્ઞાન તે પરિજ્ઞાન. આ પરિજ્ઞાનમાં વૃદ્ધત્વ કે રોગ ૧૪૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ઉદયથી શ્રવણ શક્તિ હીન થતાં મૂઢતા પામે છે. કર્તવ્ય-કર્તવ્યનું અજ્ઞાનપણું ઇન્દ્રિયશક્તિ-ક્ષતિથી આવે છે. હિતા-હિતનો વિવેક નાશ પામે છે. - x • x • જે કાનના વિષયમાં કહ્યું તે ચક્ષુ આદિમાં પણ સમજવું. પ્રશ્ન આત્મા સાથે કાનની જેમ આંખનો પણ સંબંધ છે. તો કાનથી કેમ દેખાતું નથી ? - ઉત્તર - તેમ થવું અશક્ય છે. તેના વિનાશમાં તેની સ્મૃતિનો અભાવ થાય છે અને એવું દેખાય પણ છે કે ઇન્દ્રિયના ઉપઘાતમાં પણ તેના ઉપલબ્ધ અર્થનું મરણ થાય છે. જેમકે બારીમાંથી દેખાયેલો પદાર્થ કોઈ બારી બંધ કરે પછી પણ જોયેલ પદાર્થ યાદ આવે છે. તેમ કાન કે આંખ વડે મંદ અર્થની ઉપલબ્ધિ રહે છે. તેથી આત્મા સાથે દરેક ઇન્દ્રિયનો સંબંધ છે. પ્રશ્ન - જો એમ છે તો બીજી ઇન્દ્રિયો કેમ ન લીધી ? જેમકે - X - X - જીભ, હાથ, પગ, મળદ્વાર, મૂત્રદ્વાર, મન આ છે ઇન્દ્રિયો કેમ ન લીધી ? આ છ. ઇન્દ્રિયો પણ આભાને ઉપકાર કરે છે. તો તમે અગિયાર ઇન્દ્રિયોને બદલે અશાંદિ પાંચ ઇન્દ્રિયો જ કેમ બતાવો છો ? ઉતર - આચાર્ય કહે છે એમાં કંઈ દોષ નથી. કેમકે આત્માના વિજ્ઞાનની ઉત્પતિમાં વિશેષ ઉપકારકને જ કરણપણે લેવાથી પાંચ જ ઇયિો છે. - X - X - જો કંઈપણ ક્રિયાનું ઉપકારપણું જ કરણ માનીએ તો પાંપણ, પેટ વગેરે પણ લેવા પડે. વળી ઇન્દ્રિયો પોતાના વિષયમાં નિયત હોવાથી એકનું કામ બીજી કરવાને શકિતમાન નથી. જેમ ર૫ જોવા આંખ કામ લાગે. આંખના અભાવે કાન વગેરે કામ ન લાગે. જે સ વગેરે પ્રાપ્ત થતા ઠંડો વગેરે સ્પર્શનો લાભ થાય છે ત્યાં સ્પર્શનું સર્વવ્યાપિત્વ છે. ત્યાં શંકા ન કરવી કે જીભ, જીભ સિવાય સ્પર્શ ઇન્દ્રિયનું પણ કામ કરે છે. હાથ વડે વસ્તુ લેવાય છે. તે હાથ કપાય જાય તો દાંત વડે પણ વસ્તુ લેવાય, ત્યાં એમ ન કહેવાય કે દાંત હાથનું કામ કરે છે. મનનું સર્વ ઇન્દ્રિય પર ઉપકારપણું અમે પણ માનીએ છીએ. - X - X • માત્ર તેને જુદું નથી લીધું. કેમકે જે ઇન્દ્રિય સાથે મન જોડાય છે, તે જ પોતાનો વિષયગુણ ગ્રહણ કરવા માટે વર્તે છે. પ્રશ્ન - તલપાપડી ખાવામાં પાંચે ઇન્દ્રિયોનો જ્ઞાનાનુભાવ થાય છે કેમ ? ઉત્તર : તેમ નથી. કેમકે કેવલીને પણ બે ઉપયોગ સાથે ન હોય, તો પછી અનાજ્ઞાનીને પાંચ ઉપયોગ કઈ રીતે હોય ? જે સાથે અનુભવનો આભાસ થાય છે, તે મનના જલ્દી દોડવાનું વૃત્તિપણું છે. કહ્યું છે કે આત્મા મન સાથે, મન ઇન્દ્રિય સાથે અને ઇન્દ્રિય ઇચ્છિત પદાર્થમાં જાય છે. તે ક્રમ શીવ્ર બને છે. શું આ મનનો યોગ અજાયો છે કે જેમાં મન જાય છે, ત્યાં આત્મા ગયેલો જ છે ? અહીં આ આત્મા ઇન્દ્રિયોની લબ્ધિવાળો જન્મોત્પત્તિ સ્થાને આરંભે એક સમયમાં આહાર પયંતિ નિપજાવે છે. પછી અંતર મુહૂર્તમાં શરીર, ઇન્દ્રિયાદિ પયતિ નીપજાવે છે. તે પાંચ ઇન્દ્રિય તે સ્પર્શન, સન, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર. તેના પણ દ્રવ્ય, ભાવ બે ભેદ. દ્રવ્યેન્દ્રિયના નિવૃત્તિ અને ઉપકરણ બે ભેદ, નિવૃત્તિના અંતર્ અને બાહ્ય બે ભેદ છે.

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128