Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 80
________________ ૧/૨/૫૬૭ ૧૪૫ ૧૪૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ આ રીતે સ્વજનો આપત્તિમાં રક્ષણ કરવા કે નિર્ભયસ્થિતિ આપવા સમર્થ નથી એમ સિદ્ધ કર્યું. મેળવેલ ધન પણ રક્ષણ આપતું નથી તે કહે છે– • સૂત્ર-૬૮ : [મનુષ્ય ઉપભોગ પછી બચેલી કે સંચિત કરી રાખેલી વસ્તુ બીજાને ઉપયોગી થશે તેમ માની રાખી મૂકે છે. પછી કોઈ વખતે તેને રોગની પીડ ઉત્પન્ન થાય છે, ત્યારે જે સ્વજનાદિ સાથે તે વસે છે. તેઓ જ તેને પહેલા છોડી દે છે. પછી તે પણ પોતાના સ્વજન-સ્નેહીઓને છોડી દે છે, ન તો તારી રક્ષા કરવા કે શરણ આપવા સમર્થ છે. ન તું તેની રક્ષા કે શરણ માટે સમર્થ છે. • વિવેચન : વાદ્ય એટલે ઉપમુક્ત-ખાધું, ઘણું ખાધુ, થોડું બાકી છે, જે નથી ભોગવ્યું તેનો તું સંયય કરે છે અથવા ઉપભોગને માટે સારી રીતે કે પ્રયુર સુખ માટે દ્રવ્યનો સંચય કરે છે. તે આ સંસારમાં અસંયત કે વેશધારી માત્રના ઉપભોગ માટે જ દ્રવ્યસંચય કરે છે. પરંતુ અંતરાયનો ઉદય થતાં તારી સંપત્તિ તને સહાયક થતી નથી અથવા - x • દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના નિમિત્તથી અસાતા વેદનીય કર્મોદયથી રોગ આવતા તું તાવ આદિથી પીડાય છે, ત્યારે તે ધન કે નેહી તને કંઈ કામ આવતા નથી.]. તે પાપી જ્યારે પાપના ઉદયથી કોઢ, ક્ષય આદિથી પીડાય, નાક, ઝરે, હાથણ લથળે, હાંફવા લાગે ત્યારે જે માતા, પિતાદિ સાથે તે વસે છે તેઓ જ તેને રોગ ઉત્પન્ન થાય ત્યારે છોડી દે છે. અથવા તેમની ઉપેક્ષાથી પરાભવ પામી તે જ માતા, પિતાદિને છોડી દે છે. કદાચ રોગોત્પત્તિ કાળે તે સ્વજનો તેનો ત્યાગ કરે કે ન કરે, તો પણ તેને રોગથી બચાવવા કે શરણ આપવા સમર્થ થતા નથી. ત્યારે તે રોગીએ શું કરવું ? તે સૂત્રકારશ્રી જણાવે છે– • સૂત્ર-૬૯ - પ્રત્યેક પ્રાણીના સુખ, દુઃખ પોતાના છે તેમ જાણીને... • વિવેચન : પ્રત્યેક પ્રાણીના સુખ કે દુઃખ જાણીને અદીત મનથી જવર આદિ વેદના ઉત્પત્તિ કાળે એમ વિચારે કે પોતાના કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડે માટે હાયહોય કરવી નહીં. કહ્યું છે કે, “હે શરીર ! તું દુ:ખનો વિચાર ન કર, સ્વવશતા પણ ફરી તને દુર્લભ છે, જો તું હાય-હોય કરીશ તો પરભવે ઘણાં દુઃખ ભોગવવા પડશે. ત્યાં પરવશતાથી, તને વિશેષ લાભ નથી. તેથી જ્યાં સુધી કામ વગેરેની શક્તિ ન હણાય, વૃદ્ધવને સ્વજનો નિંદે નહીં, દયા ખાઈને તારું પોષણ કરવાનો વખત ન આવે, રોગી થવાથી ઘરમાંથી કાઢી ન મૂકે ત્યાં સુધી તારો આત્માર્થ સાધી લે - આ વાત બતાવે છે • સૂત્ર-૭૦ - વીતી ગઈ નથી તેવી ઉંમરને જોઈને યુિવાનીમાં] આત્મહિત કર. • વિવેચન : સૂત્રમાં 'વ' શબ્દ વિશેષપણા માટે છે નુ શબ્દ ‘પુનઃ' અર્થમાં છે. વીતતી [1/10] જતી ઉંમરને જોઈને સંસારી જીવ મૂઢ ભાવ ધારણ કરે છે એમ સિદ્ધ કર્યું. તેથી યુવાનીમાં આત્મહિત સાધવું જોઈએ. માત્ર યુવાનીમાં જ આત્મહિત સાધવું તેમ નહીં, જ્યારે અવસર મળે ત્યારે આત્મહિત સાધવું તે બતાવે છે • સૂત્ર-૩૧ :હે પંડિત ! [હે જીવ!] તું ક્ષણને [અવસરને] ઓળખ. • વિવેચન : ક્ષણ એટલે ધમનુષ્ઠાનનો અવસર. તે આર્યક્ષેત્ર, ઉત્તમ કુલ આદિ છે. તિરસ્કાર, પોષણ અને પરિહાર દોષથી દુષ્ટ એવા વૃદ્ધત્વ, બાલભાવ કે રોગ ન હોય ત્યારે હૈ આત્મજ્ઞ ! તું ક્ષણ ને ઓળખ અથવા ખેદ પામતા શિષ્યને કહે, હે અનતિકાત્ત યૌવના પરિવાદાદિ ત્રણ દોષથી મુકત, હે આત્મજ્ઞ ! દ્રવ્ય, ગ, કાળ, ભાવભેદથી ભિન્ન અવસને તું જાણ, બોધ પામ. દ્રવ્ય ક્ષણ - એટલે તું જંગમપણું, પંચેન્દ્રિયd, વિશિષ્ટ જાતિ-કુળ-રૂપબળઆરોગ્ય - આયુ આદિ પામ્યો છે. આવો ઉત્તમ મનુષ્યભવ પામીને સંસારથી પાર ઉતારનાર સમર્થ ચારિત્ર પ્રાપ્તિ યોગ્ય અવસર મળ્યો છે. અનાદિસંસારમાં ભમતા જીવને આ અવસર મળવો દુર્લભ છે. બીજે આ ચામિ મળતું નથી. દેવ, નાટક ભવમાં સમ્યકત્વ અને શ્રુત સામાયિક જ છે. કોઈક તિર્યંચ દેશવિરતિ પામે છે. ફોગક્ષણ - જે ક્ષેત્રમાં ચારિત્ર મળે છે, સર્વવિરતિ અધોલોકના ગામો અને તિછલોકમાં જ છે. તિછલિોકમાં પણ અઢીદ્વીપમાં પંદર કર્મભૂમિમાં અને ભરતક્ષેત્રની અપેક્ષાએ સાડાપચીશ જનપદમાં જ છે. આ રીતે ગરૂપ અવસર જાણવો. બીજા ક્ષેત્રોમાં પહેલા બે સામાયિક જ છે. કાલક્ષણ - કાળરૂપ અવસર. આ અવસર્પિણીમાં સુષમદુષમ, દુષમસુષમ, દુ:પમ એ ત્રણ આરા અને ઉત્સર્પિણીમાં ત્રીજા, ચોથા આરામાં સર્વવિરતિ સામાયિકની પ્રાપ્તિ થાય છે. આ નવો ધર્મ પામતા જીવને આશ્રીને કહ્યું. પૂર્વે ધર્મ પામેલા તો તિર્યક, ઉર્વ, અધો લોકમાં તથા બધા આરામાં જાણવા. ભાવક્ષણ - બે પ્રકારે - કર્મભાવક્ષણ, નોકર્મભાવ ક્ષણ. કર્મભાવક્ષણ તે કર્મનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયમાંથી કોઈપણ પ્રાપ્ત અવસર. તેમાં ઉપશમ શ્રેણીમાં ચારિત્ર મોહનીય ઉપશમ થતા અંતર્મુહૂર્ત કાળ ઔપશમીક ચા»િ ક્ષણ છે, તેનો ફાય થતાં અંતર્મુહર્તની જ છાસ્ય યયાખ્યાત યાત્રિ ક્ષણ થાય. તેના યોપશમ વડે ક્ષાયોપથમિક ચાસ્ત્રિ અવસર જાણવો કે જે ઉત્કૃષ્ટથી કિંચિત્ જૂન પૂર્વકોટિવર્ષ છે. સમ્યકત્વ ક્ષણ અજઘન્યોત્કૃષ્ટ સ્થિતિમાં વર્તતા આયુવાળાને છે. બીજા કર્મોનું પલ્યોપમના અસંખ્યયભાગ ન્યૂન સાગરોપમ કોડાકોડિ સ્થિતિવાળા જીવને છે. તેનો ક્રમ આ પ્રમાણે છે ગ્રંથિવાળા અભવ્ય જીવોથી અનંતગણ શુદ્ધિથી શુદ્ધ થયેલ મતિ, શ્રત વિલંગમાંના કોઈ જ્ઞાનમાંથી કોઈપણ સાકાર ઉપયોગવાળા, ત્રણમાંની કોઈ શુભ લેશ્યાવાળા અશુભ કર્મ પ્રકૃતિના ચાર ઠાણીયા રસને બે ઠાણીઓ કરીને અને

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128