Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 79
________________ ૧૪૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧/૨/૧/૬૫ ૧૪3 લોકોમાં પરાભવ પામે છે. કહ્યું છે કે, શરીર સંકોચાવું, પણ લથળે, દાંત પડી જાય, આંખો તેજહીન બને, લાળો પડવા લાગે, કોઈ કંઈ માને નહીં, પત્ની કે બંધુ પણ સાંભળે નહીં, આ વૃદ્ધાવસ્થાને ખરેખર ! ધિક્કાર થાઓ. આ રીતે વૃદ્ધત્વથી હારેલાને સ્વજનો નિંદે છે, તે પણ ગભરાયેલો બનીને બીજા પાસે ઘરનાને નિંદે છે. સૂત્રમાં પણ ‘સો વા' શબ્દથી નિર્દેશ કર્યો છે કે સ્વજનો તેની નિંદા કરે છે અથવા વૃદ્ધ દુઃખી થઈને પોતાના સ્વજનોને નિંદે છે અથવા પોતે ખેદયુક્ત થઈને સ્વજનોનું અપમાન કરે છે. કદાચ કોઈ પૂર્વકૃત્ ધર્મ તેનું અપમાન ન કરે, તો પણ તેનું દુઃખ દૂર કરવાને સમર્થ થતા નથી. સૂત્રમાં પણ કહ્યું કે તારા પુત્ર, શ્રી આદિ તારું રક્ષણ કરવા કે શરણ આપવા સમર્થ નથી. બાણ એટલે આપત્તિમાં તારવાને સમર્થ. જેમ પાણીના પૂરમાં નાવિકના ભરોસે પાર ઉતરીએ તે ત્રાણ કહેવાય. શરણ એટલે જેનો આધાર લઈ નિર્ભય રહેવાય છે. જેમકે કિલ્લો, પર્વત આદિ. કહ્યું છે કે, જન્મ, જરા, મરણના ભયથી પીડાયેલા અને રોગવેદના ગ્રસ્ત પુરપને જિનવચનથી બીજું કંઈ શરણ લોકમાં નથી. તે વૃદ્ધ પણ કોઈની હાંસી કરી શકતો નથી, તે પોતે જ હાંસીપાત્ર થયો હોવાથી બીજાની હાંસી કરી હર્ષ પામતો નથી. તે પ્રત્યક્ષ કે પરોક્ષ લોકો વડે હાંસીપાત્ર બને છે. તે કુદવા, તાળી પાળવા આદિ ક્રિડાને યોગ્ય પણ રહેતો નથી. તિસુખ પણ માણી નથી શકતો. તેનું રૂપ સ્ત્રીઓને ગમતું નથી, ઉલટું તેની નિંદા કરતા સ્ત્રીઓ કહે છે - શરમાતો નથી, તારી જાતને જો • માયે ધોળા આવ્યા, તારી દિકરી જેવી મને પકડવા ઇચ્છે છે આવા વચનો સાંભળી તેને તિ થતી નથી. તે વિભષા યોગ્ય પણ રહેતો નથી કેમકે વળી ગયેલ ચામળીવાળો તે શૃંગાર શોભા પામતો નથી. કહ્યું છે– તેને શૃંગાર યોગ્ય નથી, હર્ષ નથી, સ્ત્રીને ખુશ કરવાની ચેષ્ટા હોય જ કક્યાંથી ? છતાં તેમ કરવા જાય તો નિશે અપમાનને પામે છે. યુવાની જતાં જે કંઈ કરે તે શોભતું નથી. ધર્મ છોડીને સ્ત્રીને ખુશ કરવા જે કંઈ કરે તે બધું નિરર્થક છે. પ્રશસ્ત મૂત્રતા કહ્યું, હવે પ્રશસ્ત મૂલસ્થાન કહે છે– સૂત્ર-૬૬ આ પ્રકારે ચિંતન કરતો મનુષ્ય સંયમ પાલનમાં ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરે આ જીવનને અવસર સમજી વીરપુરષ ઉધમ કરે. કેમકે વય અને યૌવન [બા વય પણ વીતી રહી છે. • વિવેચન : અથવા જે કારણથી તે સ્નેહીઓ રક્ષણ કરવા કે શરણ આપવા સમર્થ નથી. એવું શાસ્ત્રોપદેશથી સમજાય તેણે શું કરવું તે કહે છે– અપ્રશસ્ત મૂળ ગુણસ્થાનમાં વર્તતા જીવને વૃદ્ધત્વથી પરાજિત થઈને હાસ્ય, કીડા, રતિ અને વિભૂષા માટે યોગ્યતા નથી. તેથી સુખ-દુ:ખ એ પ્રાણીને શુભાશુભ કર્મનું ફળ છે, તેમ જાણીને “શઅપરિજ્ઞા” માધ્યયનમાં કહેલ મહાવતોમાં સ્થિર રહી વિચારે કે - શાસ્ત્રમાં કહેલ સંયમ અનુષ્ઠાનમાં યોગ્ય રીતે વિહરવામાં તત્પર બની પ્રમાદ ન કરે તથા વિચારે કે - આર્યક્ષેત્ર, ઉત્તમ કુળમાં ઉત્પત્તિ, બોધિ લાભ અને સર્વવિરતિનો અવસર મને મળેલ છે. તેથી તપ, સંયમમાં જરા પણ ખેદ ન પામતાં, ઉક્ત આયોગાદિ પ્રાપ્તિથી હર્ષિત થઈ સમજે કે આ યોગ્ય અવસર છે. અનાદિ સંસારમાં ભ્રમણ કરતા ધર્મની પ્રાપ્તિ થવી દુર્લભ છે. તેથી ‘ધીર' થઈને એક મુહર્ત પણ પ્રમાદ ન કરે - x - એક ક્ષણ પણ પ્રમાદ ન કરે. કહ્યું છે કે “મનુષ્યપણું પામી, સંસારની અસારતા સમજીને, પ્રમાદથી કેમ બચતો નથી અને શાંતિના માટે કેમ પ્રયત્ન કરતો નથી ?” તું જોતો નથી કે આ અતિદુર્લભ સંસાર સમુદ્રમાં ભ્રષ્ટ થયેલ મનુષ્યને સંસારી સુખ વિજળી જેવું છે. પ્રમાદ શા માટે ન કરવો ? તે કહે છે - ઉંમર વીતતી જાય છે, જુવાની જઈ રહી છે. જો કે વય અને ચૌવન એક છે, છતાં યૌવનની પ્રધાનતા જણાવવા જુદું કહ્યું, ચૌવનમાં ધર્મ, અર્થ, કામ ત્રણે સધાય છે. તે જલ્દી વીતી જાય છે. કહ્યું છે જીવિત નદીના વેગ સમાન ચપળ છે. યૌવન પુષ્પ જેવું છે. સુખ અનિત્ય છે. તેથી આ ત્રણે શીઘ ભોગવવા. નહીં તો ત્રણે વીતી જશે એમ માનીને સંયમ વિહાર કરવો એ જ શ્રેય છે. પણ જે સંસાસ્ના રાગી, અસંયમી જીવનને સુખકારી માને છે, તેમની દશા શું થાય ? તે સૂકાર કહે છે– • સુખ-૬૩ - જે આ જીવન પતિ પ્રમત્ત છે, તે હનન, છેદન, ભેદન, લુંટ, ધાડ, ઉપદ્રવ, ત્રાસ આપવો આદિ કરતો એમ માને છે કે, કોઈએ ન કર્યું હોય તેવું કામ કરીશ. જે સ્વજનાદિ સાથે વસે છે તેઓએ પૂર્વે મારું પોષણ કરેલ. પછી હું તારા સ્વજનોને રોકે છે. તો પણ તે સ્વજનો તને પ્રાણ કે શરણ થતાં નથી. તેમજ તું પણ તેને ત્રાણ કે શરણ દેવા સમર્થ નથી. • વિવેચન : જેઓ પોતાની વય વીતે છે, તેને જાણતા નથી તેઓ વિષય-કષાયમાં પ્રમાદી થાય છે. રાત-દિવસ ફ્લેશ પામતા કાળ-કાળમાં ઉધમ કરી જીવોને ઉપઘાત કરનારી ક્રિયા કરે છે. અપ્રમત્તગુણ ભૂલ સ્થાનમાં રહીને વિષય અભિલાષે પ્રમાદી થઈ સ્થાવર-જંગમ જીવોના ઘાતક બને છે. - x • કાન, નાક આદિને છેદનારા, માથું, આંખ, પેટને ભેદનારા, ગાંઠ વગેરે છોડી ચોરી કરનારા, ગ્રામઘાત આદિ વડે તથા વિપ-શઆદિથી પ્રાણ લેનારા, ઢેખાળાદિ મારીને ત્રાસ દેનાર હોય છે. હવે આવી પીડા બીજાને કેમ આપે છે ? તે જણાવે છે જે બીજા નથી કરી શકતા તે હું કરી શકું છું એવા અભિમાનથી ધનપ્રાપ્તિ માટે હનન આદિમાં પ્રવર્તે છે. આવા અતિ ક્રર કર્મો કરનારો તે સમુદ્ર ઓળંગવાની ક્રિયા કરતો પાપના ઉદયે સર્વસ્વ ગુમાવે છે. - x - જે માતા પિતા આદિ સાથે તે રહે છે - x - જેનું તેણે પૂર્વે પોષણ કર્યું છે - x - તેઓ આપત્તિમાં આવી પડેલ તેને રક્ષણ આપતા નથી, શરણરૂપ થતાં નથી.

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128