Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 81
________________ ૧/૨/૧/૧ શુભપ્રકૃતિના બે ઠાણીયા રસને ચાર ઠાણીઓ કરી બાંધતો તથા ધ્રુવ પ્રકૃત્તિને પરિવર્તમાન કરતો ભાવપ્રાયોગ્ય બાંધતો જીવ જાણવો. ૧૪૭ હવે ધ્રુવકર્મ પ્રકૃત્તિ બતાવે છે - પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, મિથ્યાત્વ, સોળ કષાય, ભય, જુગુપ્સા, વૈજસ-કાર્પણ શરીરો, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરૂલઘુ, ઉપઘાત, નિર્માણ, પાંચ અંતરાય; આ ૪૭ પ્રકૃત્તિ હંમેશા બંધાતી હોવાથી તે ધ્રુવ પ્રકૃતિ છે. મનુષ્ય કે તિર્યંચ પ્રથમ સમ્યકત્વ મેળવે ત્યારે આ ૨૧ પરિવર્તમાન પ્રકૃતિ બાંધે છે - દેવગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિય શરીર - અંગોપાંગ, સમચતુરસ સંસ્થાન, પરાઘાત, ઉચ્છ્વાસ, પ્રશસ્ત વિહાયોગતિ, પ્રશસ્ત ત્રસદશક, શાતા વેદનીય, ઉચગોત્ર. દેવ અને નાક જીવ મનુષ્ય ગતિ - આનુપૂર્વી, ઔદારિક શરીર અંગોપાંગ, પહેલું સંઘયણ સહિત શુભ પ્રકૃતિ બાંધે. તમસ્તમા નાસ્કી તિર્યંચગતિ - આનુપૂર્વી તથા નીચગોત્ર સહિત પ્રકૃતિ બાંધે છે. આ અધ્યવસાય ઉત્પન્ન થતા આયુષ્ય ન બાંધતો યથાપવૃત્તકરણ વડે ગ્રંથિને મેળવીને પૂર્વકરણ વડે મિથ્યાત્વને ભેદીને અંતકરણ કરીને અનિવૃત્તિકરણ વડે સમ્યકત્વ પામે છે. પછી ઉર્ધ્વ ક્રમથી કર્મ ક્ષીણ થતા વૃદ્ધિ પામતા શુદ્ધ કંડકમાં દેશવિરતિ અને સર્વવિરતિનો અવસર આવે છે. નોકર્મભાવક્ષણ તે આળસ, મોહ, અવર્ણવાદ, માન આદિના અભાવે સમ્યક્ત્વ આદિ પ્રાપ્તિનો અવસર છે. કેમકે આળસ આદિથી હણાયેલો સંસાથી છુટવા સક્ષમ મનુષ્યભવ પામીને પણ બોધિ આદિ ન પામે. આળસ, મોહ, અવર્ણ, સ્તંભ, ક્રોધ, પ્રમાદ, કૃપણતા, ભય, શોક, અજ્ઞાન, વિક્ષેપ, કુતુહલ, રમણ આ તેર કારણે સુદુર્લભ મનુષ્યપણું પામવા છતાં સંસાર પાર ઉતારનાર હિતકર વાણીને જીવ પામતો નથી. આ રીતે ચાર પ્રકારે ‘ક્ષણ’ કહી. તેમાં દ્રવ્યક્ષણમાં જંગમત્વ આદિ વિશિષ્ટ મનુષ્ય જન્મ, ક્ષેત્ર ક્ષણમાં આર્યક્ષેત્ર, કાળક્ષણમાં ધર્મચરણકાળ અને ભાવ ક્ષણ ક્ષયોપશમાદિરૂપ છે. આ પ્રમાણે અવસર પામી ધર્મ આરાધવો. • સૂત્ર-૭૨ : જ્યાં સુધી શ્રોત્ર, નેત્ર, ઘાણ, જીભ, સ્પર્શ [પાંચે] પરિજ્ઞાન પરિપૂર્ણ છે [ત્યાં સુધી] આ વિવિધ પરિજ્ઞાન પરિપૂર્ણ હોય ત્યાં સુધીમાં આત્મહિતને માટે સમ્યક્ પ્રકારે પ્રયત્નશીલ બન . તેમ હું કહું છું. • વિવેચન : જ્યાં સુધી નાશશીલ, જુગુપ્સનીય કાયાનું શ્રોત્રવિજ્ઞાન વૃદ્ધત્વ કે રોગને કારણે ઓછું ન થાય, આંખ, કાન, જીભ, સ્પર્શ વિજ્ઞાન વિષયગ્રહણમાં મંદતા ન પામે [ત્યાં સુધી ધર્મ કરી લેવો આવા ઇષ્ટ-અનિષ્ટરૂપ વિવિધરૂપ વડે પ્રકૃષ્ટ જ્ઞાન ક્ષીણતા ન પામે ત્યાં સુધીમાં આત્માર્થ કે જે જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિાત્મક છે તે સાધી લેવું. બાકી બધું અર્થહીન જ છે અથવા આત્મા માટેનું પ્રયોજન આત્માર્થ છે, તે ચાત્રિ અનુષ્ઠાન આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જ છે અથવા ‘આયત' તે અપર્યવસાનતાથી મોક્ષ જ છે. આ મોક્ષરૂપ અર્થને સાધી લે. અથવા મોક્ષ જ જેનું પ્રયોજન છે એવા દર્શનાદિ ત્રણમાં નિવાસ કર અર્થાત આ અનુષ્ઠાનને આરાધી લે. પછી યૌવન વીત્યુ નથી જાણીને અવસર પામીને શ્રોત્રાદિ વિજ્ઞાન ઓછું થતું જાણી આત્માર્થને આત્મામાં ધારણ કરજે અથવા આત્માર્થ વડે - જ્ઞાનાદિ આત્માને રંજીત કરજે. ૧૪૮ આયતાર્થ જે મોક્ષ છે, તે સંસારમાં ફરી આવવું ન પડે તે માટે શાસ્ત્રોક્ત વિધિએ અનુષ્ઠાન વડે આત્માને સ્થાપજે. આ પ્રમાણે સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે કે જે મેં ભગવંત વર્ધમાન સ્વામી પાસે અર્થથી સાંભળેલ છે, તે જ હું સૂત્રરચના વડે કહું છું. અધ્યયન-૨ લોકવિજયના ઉદ્દેશક-૧ “સ્વજન”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128