Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 75
________________ ૧/૨/૧/૬૩ ૧૩૫ • સૂત્ર-૬૩ - જે મૂળ [શબ્દાદિ વિષય છે તે ગુણસ્થાન [સંસારનું કારણ છે. જે મૂળસ્થાન છે, તે ગુણ છે. આ રીતે તે વિષયાર્થી અતિ પરિતાપથી પ્રમત્ત થઈને જીવન વિતાવે છે. તે આ પ્રમાણે - મારી માતા, મારા પિતા, મારો ભાઈ, મારી બહેન, પની, , યુNી, વધુ, સખા, સ્વજન, સંબંધી છે. મારા વિવિધ કે પ્રસૂર ઉપકરણો, પરિવર્તન, ભોજન, વસ્ત્ર છે. પ્રમાણે મમત્વમાં આસિફત થઈને પ્રમત્ત થઈને તેની સાથે નિવાસ કરે છે. પણ રાત-દિવસ ચિંતાદિથી આકુળ થઈ કાળે કે અકાળે પ્રયત્નશીલ રહે છે. તે સંયોગાર્ટી, અલોભી થઈ લુંટારો, દુસાહસી, વિનિવિષ્ટ ચિત્ત થઈ વારંવાર શપયોગ કરે [હિંa] છે.. આ જોકમાં મનુષ્યનું આયુ ઘણું અલ્ય છે જેમકે – • વિવેચન :આ સૂત્રનો પરંપર અને અનંતર સૂત્ર સંબંધ જાણવો. તે આ પ્રમાણે અનંતર સંબંધ - તે મુનિ પરિજ્ઞાત કર્યા છે. જેને આ મૂળ ગુણાદિ મળેલ છે. પરસ્પર સૂત્ર સંબંધ - જે પોતાની બુદ્ધિ કે તીર્થકર કે આચાર્યના ઉપદેશથી સાંભળીને જે જાણે અને વિચારે તે જે ગુણ છે, તે મૂળ સ્થાન છે. તેનો પહેલા સૂત્ર સાથે આ સંબંધ છે - સુર્ય જે માડમૅન ઇત્યાદિ. શું સાંભળ્યું ? ને ગુને સેઅહીં ‘' સર્વનામ છે. “ગુ' એટલે જેના વડે દ્રવ્ય ગુણાય, ભેદાય કે વિશેષિત થાય છે. અહીં તે શબ્દ, રૂપ, સ, ગંધ, સ્પશદિ છે. ‘સે' સર્વનામ છે ‘મૂન' એટલે નિમિત, કારણ. પ્રત્યય તે પર્યાયો છે. તે જેમાં રહે તે ટાળ' છે. મૂળનું સ્થાન તે મૂન સ્થાન તે વાચનું વિવેચન કરનાર છે. એ ન્યાયે શબ્દાદિક કામગુણ એ નાકાદિ ગતિમાં સંસરણરૂપ સંસાર છે તેનું મૂળ કારણ કપાયો છે. તે તેઓનું સ્થાન છે. તેથી અમનોજ્ઞ શદાદિની પ્રાપ્તિથી કપાયનો ઉદય થાય છે અને તેથી જ સંસાર છે અથવા 'મૂન' એટલે કારણ. તે આઠ પ્રકારના કર્મો જાણવા. તેનું સ્થાન તે કામગુણ છે. - અથવા “મૂળ’ તે મોહનીય કર્મ. તેનો ભેદ કામ છે, તેનું સ્થાન શબ્દાદિ વિષય ગુણ છે. અથવા ‘મૂત્ર' તે શબ્દાદિ વિષયગુણ. તેનું કાળ' ઇષ્ટ અનિષ્ટ વિષય ગુણના ભેદ વડે વ્યવસ્થામાં રહેલો ગુણરૂપ સંસાર જ છે. અથવા આત્મા પોતે શબ્દાદિ ઉપયોગથી એકપણે હોવાથી તે ‘' છે. અને - X - X - શબ્દાદિ વિષય તથા કપાયથી પરિણત આત્મા સંસારનું મૂન છે. - x • x • આમ સર્વ રીતે સિદ્ધ થાય છે કે જે ગુણ છે તે જ મૂળસ્થાન છે. પ્રશ્ન - વતન ક્રિયાને સૂત્રમાં નથી લીધી, તો પ્રક્ષેપ કેમ કરો છો ? ઉત્તર - જ્યાં કોઈ વિશેષ ક્રિયા ન લીધી હોય ત્યાં પણ સામાન્ય ક્રિયા હોય છે. તેથી પહેલાની ક્રિયા લઈને વાક્ય સમાપ્ત કરાય છે - x • x • અથવા ખૂન તે આધ કે પ્રઘાન છે અને 'કાઈન' તે કારણ છે. અહીં મૂન અને નો કર્મધારયા ૧૩૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સમાસ કરતા એવો અર્થ થાય કે - જે શબ્દાદિ ગુણ છે, તે જ મૂળ સ્થાન સંસારનું પ્રધાન કારણ છે બાકી પૂર્વવત્ જાણવું. - X - X - ગણ અને મૂલ સ્થાનનો કાર્ય-કારણ ભાવ સૂત્ર વડે જ બતાવે છે. સંસારનું મૂળ કે કર્મનું મૂળ કે કષાયોનું સ્થાન તે શબ્દાદિ ગુણ પણ આ જ છે. અથવા કપાય મૂળ શબ્દાદિનું જે સ્થાન છે, તે કર્મ સંસાર છે અને તે તે સ્વભાવની પ્રાપ્તિથી ગુણ પણ તે જ છે. અથવા શબ્દાદિ કષાય પરિણામ મળ જે સંસાર અથવા કર્મનું જે સ્થાન મોહનીય કર્મ છે, તે શબ્દાદિ કષાય પરિણત આત્મા છે, તેના ગુણની પ્રાપિતથી ગુણ પણ તે જ છે - X - X - X - આ રીતે જે ગુણ કે ગુણોમાં વર્તે છે તે મૂળ સ્થાન કે મૂળ સ્થાનોમાં વર્તે છે. જે મૂળ સ્થાન આદિમાં વર્તે છે, તે જ ગુણોમાં વર્તે છે. જે જીવ પૂર્વ વર્ણિત શબ્દાદિ ગુણોમાં વર્તે, તે જ સંસાર મૂળ કષાયાદિ સ્થાન વગેરેમાં વર્તે છે - x • x વળી આ પણ જાણો કે - જે ગુણ છે, તે જ મૂલ છે અને તે જ સ્થાન છે. જે મૂલ છે તે જ ગુણ અને સ્થાન પણ છે. જે સ્થાન છે તે જ ગુણ અને મૂળ પણ છે. આ પ્રમાણે બીજા વિકલ્પોમાં પણ યોજવું. વિષય નિર્દેશમાં વિષયી પણ કહી દીધો. જે ગુણમાં વર્તે છે, તે જ મૂળ સ્થાનમાં વર્તે છે. આ પ્રમાણે બધે જાણવું. હવે સૂત્રના અનંત અર્થપણાને કહે છે અહીં કપાયાદિને મૂળ બતાવ્યું. કષાયો ક્રોધાદિ ચાર છે. અનંતાનુબંધી આદિ ચાર ભેદે ક્રોધ છે. અનંતાનુબંધીના અસંખ્યય લોકાકાશ પ્રદેશ પ્રમાણ બંધના અધ્યવસાય સ્થાન જાણવા. તેના પર્યાય પણ અનંતા છે. તેથી પ્રત્યેકને સ્થાન ગુણના નિરૂપણ વડે સૂગનું અનંત અર્થપણું થાય છે. * * * * * અહીં થોડામાં દિગ્દર્શન રૂપે બતાવ્યું છે - x • તિક્ષણ બુદ્ધિવાળાએ ગુણ સ્થાનોના પરસ્પર કાર્ય-કારણ ભાવની સંયોજના કરવી. - x • x - હવે સૂત્રમાં ‘ત્તિ' શબ્દ છે. તે હેતુના અર્થમાં છે. એટલે જે શબ્દાદિ ગુણથી વ્યાપ્ત આત્મા, તે કષાયના મૂલ સ્થાનમાં વર્તે છે. 'મુઠ્ઠી' બધાં પ્રાણીઓ ગુણના પ્રયોજનવાળા છે. ગુણાનુરાગી છે. તેથી ગુણની અપ્રાપ્તિ કે પ્રાપ્તનો નાશ થતાં ઇચ્છા અને શોક વડે તે પ્રાણી ઘણાં પરિતાપ વડે શરીર-મનના સંબંધી દુ:ખોથી અભિભૂત થાય છે. થઈને વારંવાર તેને સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. ત્યાં પ્રમત્ત બને છે. આ પ્રમાદ સગ-દ્વેષ રૂપ છે. રાગ વિના પ્રાયઃ હેપ ન થાય. પગ પણ ઉત્પત્તિથી માંડીને અનાદિના અભ્યાસથી માતા-પિતાદિમાં થાય. તિથી સત્રમાં કહે છે] - માતા સંબંધી સણ. સંસારના સ્વભાવથી ઉપકાર કરવાથી માતાનો રોગ થાય છે. તેથી મારી માતા ભૂખ, તરસથી ન પીડાઓ’ માની પુત્ર ખેતી, વેપાર, નોકરી થકી પ્રાણિહિંસારૂપ ક્રિયા કરે છે. તે ઉપઘાતકારી ક્રિયામાં વર્તતા કે માતાને અકાર્યમાં પ્રવર્તતા જાણી લૅપ કરે છે. જેમ - અનંતવીર્ય પ્રત્યે આસકત રેણુકા પ્રત્યે પરસુરામને હેપ થયો. એ જ પ્રમાણે પિતા નિમિતે રાગ-દ્વેષ થાય. જેમ પરસુરામે પિતાના રાગથી તેને

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128