Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 64
________________ ૧/૧/૬૧ ૧૧૩ • વિવેચન :આ વાયુકાય તથા પૃથ્વીકાયાદિમાં જેઓ આરંભ કરે છે, તે કર્મો બાંધે છે. પ્રશ્ન - એક જીવનિકાયના વધમાં બીજા નિકાયનો કર્મબંધ કેમ થાય ? ઉત્તર : એક જીવનિકાયનો આરંભ બીજા જીવનિકાયના વધ વિના ન થઈ શકે. તે તું સમજ. આ કથન દ્વારા શ્રોતાને વિચારવા કહ્યું. તેમને બીજા જીવનિકાયને મારવાની ઇચ્છા ન હોવા છતાં એક ને હણતાં બીજા હણાઈ જાય છે અને પાપકર્મબંધ થાય છે. પ્રશ્ન : પૃથ્વીકાયના આરંભથી બીજા કાર્યોના આરંભના કર્મ કોણ બાંધે છે ? ઉત્તર : જેઓ આચારમાં રહેતા નથી. પરમાર્થ જાણ્યા વિના જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, તપ, વીર્યરૂપ પાંચ આચારમાં સ્થિરતા કરતા નથી, તે અવૃતિથી પૃથ્વીાયાદિના આરંભી બને છે. તેઓને બીજી કાયની હિંસાના પાપ બાંધનારા પણ જાણ. પ્રશ્ન - કયા લોકો આવારમાં રમતા નથી ? - શા માટે ? ઉત્તર : શાક્ય, દિગંબર, પાસત્યા આચારમાં રહેતા નથી. આરંભ કરવા છતાં પોતાને સંયમી માને છે. વિનયને સંયમ કહે છે. તેઓ કહે છે - અમે વિનયમાં જ રહેલા છીએ. પણ તેઓ પૃથ્વી આદિના સ્વરૂપને જાણતા નથી. કદાચ માને તો પણ તેનો આરંભ કરવાથી જ્ઞાનાદિ આચારના વિકલાપણાથી આચારરહિત છે. પ્રશ્ન- આચારરહિત દુષ્ટ શીલવાળા હોવા છતાં પોતાને સંયમી કેમ માને છે ? ઉત્તર : પોતાના અભિપ્રાય મુજબ પૂવ-પર વિચાર્યા વિના અથવા વિષયાભિલાષથી આરંભ માર્ગમાં રહીને અવિનીત છતાં પોતાને વિનયી કહે છે. આરંભમાં લીન, વિષયપરિભોગમાં એકચિત્ત બનેલા તેઓ જીવોને દુ:ખ દેવાના કર્મો કરે છે. આ પ્રમાણે વિષયાસક્ત ચિત્તવાળા તેઓ અતિશય સાવધાનુષ્ઠાન કરે છે. તેના દ્વારા આઠ પ્રકારના કર્મોનો ભંગ કરે છે. અથવા આરંભી વિષયસંગ કરે છે. વિષયસંગથી સંસાર છે. જેવા ઉન્મત્ત ભાવે કરે તેવા કર્મો બાંધી દુ:ખો ભોગવે છે. હવે આરંભ ત્યાગી કેવા હોય તે કહે છે • સૂત્ર-૬૨ - તે સંયમરૂપી ધનથી યુકત છે, જે સર્વ-પ્રકારે બોધ અને જ્ઞાનયુક્ત આત્મા ન કરવા યોગ્ય પાપકર્મ ન કરે. આ પાપકમને જાણીને મેધાવી સાધુ છ અવનિકાયની હિંસા વય રે નહીં બીજ પાસે કરાવે નહીં કરનારને અનુમોદ નહીં જેણે આ બધા છ અવનિકાસશસ્ત્ર સમારંભ જાણયા છે, તે જ “હરિજ્ઞાતકd” મુનિ છે. એમ હું કહું છું. • વિવેચન : પૃથ્વીકાયાદિ ઉદ્દેશામાં કહેલ નિવૃત્તિ ગુણવાળા અર્થાતુ છ જીવનિકાય વધના ત્યાગી જ વસુમાન-ધની છે. વસુના દ્રવ્ય અને ભાવ બે ભેદ છે. દ્રવ્ય વસુ તે મરકત, ઇન્દ્રનીલ, વજાદિ અને ભાવવતુ તે સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્ર, અહીં ભાવ વસુમાનું લેવા. સર્વ પ્રકારના જ્ઞાન વિશેષથી સર્વ દ્રવ્ય અને પર્યાયને જાણનારા, સામાન્ય[1/8]. ૧૧૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિશેષ લક્ષણવાળા બઘાં પદાર્થોના યથાર્થ જ્ઞાનવાળો આત્મા જ ‘સર્વસમવાગતપ્રજ્ઞાન' છે. અથવા શુભ કે અશુભ ફળના પરિજ્ઞાનથી નક, તિર્યચ, મનુષ્ય, દેવ અને મોક્ષસુખના સ્વરૂપના પરિજ્ઞાનથી અનિત્યાદિ ગુણવાળા સંસાર સુખથી વિકૃત અને માગ મોટાપદ-અનુષ્ઠાતા આમા જ સર્વસમન્વાગતપજ્ઞાન કહેવાય છે. તેથી આવો આત્મા આલોક-પરલોક વિરુદ્ધ આચરણ ન કરે. અધ:પતનના કારણ રૂ૫ ૧૮ પાપકર્મો કહે છે આ પાપો પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, પમ્પરિવાદ, તિ અરતિ, માયામૃષાવાદ અને મિથ્યાત્વ શ એમ અઢાર છે. આ પાપો સ્વયં ન કરે, બીજા પાસે ન કરાવે, કરનારને અનુમોદે નહીં. આ અઢાર પાપને સંપૂર્ણ જાણીને તે સાધુ સ્વ-પર-ઉભયકાયરૂપ શસ્ત્રથી છ ઇવનિકાયનો આરંભ સ્વયં ન કરે, બીજા પાસે ના કરાવે, કરનારને અનુમોદે નહીં. આ પ્રમાણે તે પરીક્ષક સાધુ પાપકર્મોને જ્ઞ પરિજ્ઞાથી જાણી, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરે. તે સાધુ પ્રત્યાખ્યાન પાપકમાં છે. અહીં 'તિ' પદ અધ્યયનની સમાપ્તિ સૂચક છે, ‘ઢવીfમ' પદથી સુધર્માસ્વામી જણાવે છે કે - આ બધું મારી બુદ્ધિથી નહીં પણ ઘનઘાતિ કર્મના ક્ષયથી પ્રગટ કેવલજ્ઞાની ભગવંતે કહેલું તમને કહું છું. તે વર્ધમાન સ્વામી ભગવંતને ઇન્દ્રો પણ નમે છે, તેઓ ચોકીશ અતિશયથી યુક્ત છે. અહીં વૃત્તિકાર કહે છે કે - સૂત્રનો અનુગમ, નિફોષ, સ્પર્શ નિયુક્તિ બધું કહ્યું. અધ્યયન-૧ શસ્ત્રપરિજ્ઞાનો ઉદ્દેશક- “વાયુકાય"નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ હવે તૈગમાદિ સાત નયો કહે છે. અન્યત્ર વિસ્તારથી કહ્યા છે. સંક્ષેપથી . નયના બે ભેદ છે - જ્ઞાનનય અને ચરણનય. જ્ઞાનનય કહે છે - જ્ઞાન જ હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગમાં સમર્થ છે, સકલ દુ:ખોનો નાશક છે માટે જ્ઞાન જ મોક્ષનું મુખ્ય સાધન છે. ચરણનય કહે છે • મોક્ષનું મુખ્ય સાધન ચાસ્ત્રિ જ છે. કેમકે બધાં પદાર્થોનો અવય વ્યતિરેકના સમધિગમ્યપણાથી તે પ્રધાન છે. સકલ વસ્તુને જાણવા છતાં ચારિત્ર વિના ભવધારણીય કર્મોના ઉચ્છેદ ન થાય. કર્મ છેદ વિના મોક્ષ ન થાય. તેથી જ્ઞાન પ્રધાન નથી. વળી મૂળ-ઉતગુણ યુક્ત ચાસ્ત્રિથી જ ઘાતકર્મનો છેદ થાય છે. તેથી કેવળજ્ઞાન થાય છે. પછી યથાવાતચાઆિથી સર્વકર્મ ક્ષય પામે છે. સર્વકર્મ ક્ષયથી અવ્યાબાધસુખ લક્ષણ મોક્ષ પ્રાપ્તિ થાય. તેથી ચા»િ જ મુખ્ય છે. અહીં આચાર્ય કહે છે . આ બંને મિથ્યાદર્શન છે. કેમકે કિયા વિના જ્ઞાન

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128