Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 71
________________ ૧/૨/૧/ભૂમિકા ૧૨૭ લોભથી આશ્રિત કામ આશ્રયવાળા કષાયો સંસારનું મૂળ અને કમનું પ્રઘાન કારણ છે - તે બતાવવા કહે છે– [નિ.૧૮૦-પૂવધિ સંસાર - નાક, તિર્યચ, મનુષ્ય, દેવ ગતિરૂપ ભ્રમણ-તેનું મૂળ કારણ આઠ પ્રકારના કર્મો છે. તે કર્મનું મૂળ કષાયો ક્રોધાદિ નિમિત છે અને તે શબ્દાદિ સ્થાનોનું પ્રચુર મ્યાનપણું બતાવવા કહે છે [નિ.૧૮૦-ઉત્તરાર્ધ પહેલા અને પછી પરિચયવાળાં માતા, પિતા, સાસુ, સસરાદિ સ્વજનો, નોકર આદિ પ્રેષ્ય, ધન-ધાન્ય, કુષ્ય, વાસ્તુ, રત્ન ભેદરૂપ અર્થ. આ સ્વજન, પેણ, અર્થ અંગે કષાયો વિષયપણે રહ્યા છે. આત્મામાં પ્રસન્ન ચંદ્ર માફક વિષયીપણે છે, તેમ એકેન્દ્રિયાદિને પણ કષાયો છે. આ પ્રમાણે કષાય સ્થાન બતાવવી વડે ‘સૂત્રપદ' લીધું છે. હવે જીતવા યોગ્ય વિષયવાળા કષાય નિક્ષેપો કહે છે | [નિ.૧૮૧] નામકપાય-સત્ય અર્થથી નિષ્પક્ષ યાભિધાન મx. સ્થાપના કષાયસદ્ભાવ કે અસદ્ભાવ રૂપ પ્રતિકૃતિ - જેમકે - ભયંકર ભૂકટિ ક્રોધથી ચઢાવી કપાળમાં ત્રણ સળ પાડી ત્રીશૂળ સાથે મોટું તથા આંખ લાલ કરી હોઠ દાંત પીસતો પરસેવાના પાણી વગેરેથી સંપૂર્ણ ક્રોધનું ચિત્ર પુસ્તક કે અક્ષ વરાટકાદિમાં હોવું. દ્રવ્યકષાયમાં જ્ઞ શરીર, ભથશરીરથી વ્યતિરિક્તના બે ભેદ કહે છે (૧) કર્મદ્રાકષાય - પ્રથમ જે અનુદીર્ણ કે ઉદીર્ણ પુદ્ગલો દ્રવ્યના પ્રધાનવથી કમંદ્રવ્ય કષાયો જાણવા. (૨) નોકર્પદ્રવ્યકષાય - બિભિતક આદિ. તથા ઉત્પત્તિ કષાયો શરીર, ઉપધિ, ક્ષેત્ર, વાસ્તુ, સ્થાણુ વગેરે - જેને આશ્રીને કષાયોની ઉત્પત્તિ થાય છે તે ઉત્પત્તિ કષાય. તેથી કહ્યું છે કે કોઈને ઠુંઠું - કાંટો આદિ વાગે ત્યારે મૂઢ માણસ પોતાના પ્રમાદનો દોષ ન જોતાં તે જ હુંઠા આદિ પર ક્રોધ કરે છે. તેથી વધુ કષ્ટદાયી બીજું શું છે ? પ્રત્યયકપાય - કષાયોના જે બંધનાં કારણો છે - તે અહીં મનોજ્ઞ-અમનોજ્ઞ શદાદિ લેવા. કેમકે તેનાથી જ ઉત્પત્તિ-પ્રત્યયના કાર્ય-કારણ ભેદો છે. આદેશકપાય - કુગમ રીતે ભ્રમર આદિ ચઢાવવા તે. રસકષાય - કડવો, તીખો વગેરે પાંચ પ્રકારના રસને ગ્રહણ કરવા. ભાવકષાય - શરીર, ઉપધિ, ક્ષેત્ર, વાસ્તુ, સ્વજન, પ્રેષ્ય, અર્યા વગેરે નિમિતે પ્રગટ થયેલા જે શબ્દાદિ કામગુણ કારણ-કાર્યભૂત કષાય કર્મોદયરૂપ આત્મપરિણામ વિશેષ તે ક્રોધ, માન, માયા, લોભ જે એક-એક અનંતાનુબંધી, પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ તથા સંજવલન ભેદથી ગણતાં સોળ ભેદે ભાવકપાય છે. તેનું સ્વરૂપ તથા અનુબંધ ફળ ગાથાઓ વડે કહે છે પાણી, રેતી, પૃથ્વી, પર્વતની ફાટ જેવો ચાર પ્રકારનો ક્રોધ છે. તિનિશલતા, લાકડું, હાડકું, અસ્થિસ્થંભની ઉપમાવાળું માન છે. અવલેખી, ગોમુરિકા, ઘેટાનું શીંગડું, વાંસના મૂળ સમાન માયા છે અને હળદર, કર્દમ, ખંજન, કૃમિરાગ જેવો લોભ છે. સંજવલન આદિ કષાયની સ્થિતિ અનુક્રમે પક્ષ, ચાર માસ, વર્ષ અને જાવજીવની છે. તેમની ગતિ અનુક્રમે દેવ, મનુષ્ય, તિર્યચ, નસ્ક છે. ૧૨૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કષાયના નામાદિ આઠ નિક્ષેપ કહ્યા. હવે નય દૈષ્ટિ જણાવે છે– (૧) નૈગમનય - સામાન્ય - વિશેષ રૂપcથી અને એકગમપણાના અભાવે તેના અભિપ્રાયથી બધાં નય માને છે, (૨) સંગ્રહ અને વ્યવહારનય - કપાય સંબંધના અભાવથી આદેશ, સમુત્પત્તિ નિક્ષેપ નથી ઇચ્છતા, (3) જુpનય વર્તમાન અર્થમાં હોય આદેશ, સમુત્પત્તિ, સ્થાપના નિક્ષેપો ઇચ્છતો નથી. (૪) શબ્દનય - નામ, ભાવ નિક્ષેપો ઇચ્છે છે. આ રીતે કષાયો કર્મના કારણરૂપે કહ્યા. હવે સંસાર કેટલા પ્રકારે છે તે બતાવે છે– [નિ.૧૮૨] સંસારના પાંચ ભેદ છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ. દ્રવ્યસંસારમાં તદવ્યતિરિક દ્રવ્ય સંસારરૂપ સંસરણ લીધું. ક્ષેત્રસંસાર - તે જે ક્ષેત્રોમાં દ્રવ્ય સંસરે છે. કાળસંસાર - જે કાળે સંસરે, તે. ભવસંસાર - નરક આદિ ચાર ગતિના ઉદયરૂપ ભવાંતર ગમન. ભાવસંસાર - સંસરણ સ્વભાવ, તે ઔદયિક આદિ ભાવ પરિણતિરૂપ છે. તેમાં પ્રકૃતિ, સ્થિત, અનુભાગ, પ્રદેશ એમ ચાર પ્રકારના કર્મબંધના વિપાકનો અનુભવ છે. એમ દ્વવ્યાદિ પાંચ ભેદે સંસાર છે. અથવા સંસાર દ્રવ્યાદિ ચાર ભેદે છે. તે આ પ્રમાણે - અશ્વથી હાથી, ગામથી નગર, વસંતથી ગ્રીમ અને ઔદયિકથી પશમિક. આવા સંસારમાં કર્મવશ જીવો આમ તેમ ભમે છે - તેથી કર્મનું સ્વરૂપ બતાવે છે નિ.૧૮૩,૧૮૪ પૂર્વાધિ નામકર્મ એ કર્મ વિષયથી શૂન્ય એવું ‘નામ' માત્ર છે. સ્થાપનાકર્મ પુસ્તક કે પત્ર વગેરેમાં કર્મ વર્ગણાની સભાવ - સદ્ભાવ સ્થાપના રૂપે છે. દ્રવ્યકર્મમાં જ્ઞ શરીર, ભવ્ય શરીર સિવાયનું બે પ્રકારે છે (૧) દ્રવ્યકર્મ - કર્મ વર્ગણામાંના બંધ યોગ્ય, બંધાતા, બાંધેલા અને અનુદીર્ણ કર્યો. (૨) નોદ્રવ્યકમ • ખેડૂત આદિના કર્મો જાણવા. હવે કર્મવર્ગીણાનું સ્વરૂપ જણાવે છે– સામાન્યથી આ વર્ગણા ચાર પ્રકારે છે – (૧) દ્રવ્યથી - એક, બે, સંગીત, અસંખ્યાત અનંત પ્રદેશિકા છે. (૨) ક્ષેત્રથી - દ્રવ્યના એક, બે થી અસંખ્યય પ્રદેશ ૫ ફોર પ્રદેશો જેમાં રહેલા હોય તે. (3) કાળથી - એક, બે થી અસંખ્યાત સમય સ્થિતિક વર્ગણા લેવી. (૪) ભાવથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ તથા તેના પેટા ભેદો રૂપ ભાવ વગણા જાણવી. આ વર્ણન સામાન્યથી કર્યું. હવે વિશેષથી કહે છે– પરમાણુઓની એક વર્ગણા છે. એ પ્રમાણે એક-એક પરમાણુની વૃદ્ધિથી સંયેયપ્રદેશિક પ્રદેશિક સ્કંધોની સંખ્યય અને અસંખ્યાત્મક પ્રદેશિક અસંખ્યય વગણા જાણવી. આ વર્ગીણા દારિકાદિ પરિણામ ગ્રહણ માટે અયોગ્ય છે. અનંતપદેશાત્મક અનંત વર્ગણા પણ ગ્રહણ યોગ્ય નથી. દારિક ગ્રહણ યોગ્ય તો અનંતાનંત પ્રદેશિકા અનંત વર્મણા જ છે. પૂર્વોક્ત અયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણામાં એકએકની વૃદ્ધિ કરવાથી દારિક શરીર ગ્રહણ યોગ્ય જઘન્ય વMણાઓ થાય. ફરી એક-એક પ્રદેશ વધારતા દારિક યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા જયાં સુધી અનંતી થાય ત્યાં સુધી લેવી. જઘન્ય અને ઉત્કૃષ્ટમાં વિશેષ શું છે ? જઘન્યથી ઉત્કૃષ્ટ વર્ગણા વિશેષાધિક

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128