Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 63
________________ ૧/૧/૭/૫૭ નિવૃત્ત કરે, જેરીતે ધર્મઘોષસૂરિના શિષ્ય નિવૃત્ત થયા. ભાવ આતંકદર્શી નક, તિર્યંચ, મનુષ્ય, દેવ જન્મમાં થનાર પ્રિયનો વિયોગ આદિ શારીરિક, માનસિક આતંકના ભયથી વાયુકાયના આરંભમાં ન પ્રવર્તે, પણ આ વાયુકાય સમારંભને અહિતકર માનીને તેનો ત્યાગ કરે. તેથી વિમળ વિવેકભાવથી આંતકદર્શી હોય તે વાયુકાયના સમારંભની જુગુપ્સા કરવામાં સમર્થ છે. હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગવાળા અનુષ્ઠાનમાં અન્ય મુનિ માફક આ મુનિ પણ સમર્થ થાય. હવે વાયુકાય સમારંભની નિવૃત્તિના કારણ કહે છે– જે મુનિ આત્માના સુખ-દુઃખને જાણે છે તે બહારના વાયુકાય આદિ પ્રાણીને પણ જાણે છે. જેમ મારો આત્મા સુખનો અભિલાષી છે અને દુઃખથી ખેદ પામે છે તેમ વાયુકાયાદિને પણ છે. વળી અશાતા વેદનીયકર્મથી આવતા દુઃખ અને શાતાવેદનીય કર્મથી આવતા સુખ તે પોતાને અનુભવ સિદ્ધ છે. આ રીતે જે સુખ-દુઃખને જાણે છે તે જ ખરો અધ્યાત્મ વેદી છે. જે અધ્યાત્મ વેદી છે તે આત્માથી બાહ્ય એવા વાયુકાયાદિ પ્રાણિગણને વિવિધ ઉપક્રમથી ઉત્પન્ન, પોતાથી અને પાસ્કાથી ઉત્પન્ન સુખ-દુઃખોને જાણે છે. સ્વપ્રત્યક્ષપણાથી પાકાનું પણ અનુમાન કરે છે. જેમને પોતાના આત્મામાં જ આવી સુબુદ્ધિ નથી, તેમને બાહ્ય એવા વાયુકાય આદિની અપેક્ષા ક્યાંથી હોય ? કેમકે બાહ્ય અને અધ્યાત્મ પરસ્પર સમાન છે. પરના આત્માના જ્ઞાનથી હવે શું કરવુ તે કહે છે– આ તુલનાને ઉપર કહેલા લક્ષણોથી શોધ. જેમ તારા આત્માને સર્વથા સુખના અભિલાષપણાથી રક્ષે છે તેમ બીજાને પણ તું બચાવ. જેમ બીજાને સુરક્ષિત રાખે છે તેમ તને પણ બચાવ. આ પ્રમાણે સ્વ-પરના સુખદુઃખ જાણવા. ૧૧૧ વળી લાકડા કે કાંટાથી પગમાં લાગતાં જેમ તને વેદના થાય છે, તેમ તું બીજા જીવોમાં પણ જાણ. ‘મરીશ' એટલું સાંભળતા તને જે દુઃખ થાય છે, તે અનુમાનથી બીજાને દુઃખ થાય તે જાણ. આ પ્રમાણે તુલના કરી સ્વ-પરને સમજનારા મનુષ્ય સ્થાવર અને ત્રા જીવોના સમૂહના રક્ષણ માટે પ્રવર્તે. કઈરીતે પ્રવર્તે તે– • સૂત્ર-૫૮ - આ જૈનશાસનમાં આવેલ, શાંતિને પ્રાપ્ત થયેલ સંયમી મુનિ વાયુકાયની હિંસા કરી જીવવાની ઇચ્છા ન કરે. • વિવેચન : આ દયા-રસવાળા જિનપ્રવચનમાં શમભાવી સાધુ રાગ-દ્વેષથી મુક્ત છે. ‘સ્મૃતિ' એટલે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિકય લક્ષણવાળું સમ્યક્દર્શન, જ્ઞાન અને ચાસ્ત્રિનો સમૂહ. તે નિરાબાધ મોક્ષરૂપ શાંતિની પ્રાપ્તિનું કારણ છે. એવી શાંતિને પ્રાપ્ત થયેલ કે શાંતિમાં રહેલને “શાંતિગત’” જીવો કહ્યા. ‘વૈવિયા’ એટલે રાગદ્વેષથી મૂકાયેલા. દ્રવ્ય એટલે સંયમ, તે સત્તર પ્રકારે છે. તે કઠિન કર્મનો વિનાશક હોવાથી તેને ‘દ્રવિક' કહ્યો છે. નાવર્તકુંતિ એટલે તેઓ વાયુકાયની હિંસા કરીને જીવવા ઇચ્છતા નથી. તે આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પ્રમાણે પૃથ્વીકાય આદિની પણ અમે પૂર્વે કહ્યા મુજબ રક્ષા કરીશું. સારાંશ એ કે - આ જિનશાસનમાં સંયમમાં રહેલા, રાગદ્વેષથી મુક્ત અને બીજા જીવોને દુઃખ દઈ સુખથી જીવવાની ઇચ્છાથી રહિત જ સાધુ હોય છે. પણ અન્યત્ર નથી કેમકે આવી ક્રિયાના બોધનો બીજે અભાવ છે. તેથી— ૧૧૨ • સૂત્ર-૫૯ : લજ્જાતા એવા તેને તું જો, “અમે અણગાર છીએ" એમ કહેનારા જે આ વિવિધ પ્રકારના શસ્ત્રો વડે વાયુકાયનો સમારંભ કરતા વાયુજીવોની હિંસા કરવા વડે તેના આશ્રિત અન્ય અનેક જીવોની હિંસા કરે છે. આ વિષયમાં ભગવંતે પરિજ્ઞા' બતાવી છે. આ જીવિતમાં વંદન-સન્માનપૂજા માટે, જન્મ-મરણથી છૂટવા માટે, દુઃખના વિનાશ માટે તેઓ વાયુકાયની હિંસા જાતે કરે છે, બીજા પાસે કરાવે છે, કરનારને અનુમોદે છે. તે તેમને અહિતકર, અબોધિકર થાય છે. આ પ્રમાણે બોધ પામેલા સંયમ અંગીકાર કરીને ભગવંત કે શ્રમણ પાસે ધર્મ સાંભળીને જાણે છે કે, આ હિંસા એ ગ્રંથિ છે, મોહ છે, મરણ છે, નક છે. છતાં તેમાં આસક્ત થઈને લોકો વિવિધ શસ્ત્રો વડે વાયુકાયનો સમારંભ કરતા વાયુકાયની હિંસા કરવા વડે અન્ય અનેક જીવોની પણ હિંસા કરે છે. • વિવેચન : પૂર્વેના સૂત્રો અનુસાર જાણવું. • સૂત્ર-૬૦ : તે હું કહું છું - જે ઉડતા જીવ છે તે વાયુકાય સાથે એકઠા થઈને પીડા પામે છે. જેઓ આવા સંઘાતને પામે છે તે જીવો પરિતાપ પામે છે અને મૃત્યુ પામે છે. વાયુકાયશસ્ત્ર સમારંભ કરનારે આ બધી હિંસાને જાણી નથી. જેમણે આ શસ્ત્ર સમારંભનો ત્યાગ કર્યો છે. તેઓ વાયુકાય હિંસાના પરિજ્ઞાતા છે. આ પ્રમાણે પરિજ્ઞા કરીને મેધાવી મુનિ વાયુજીવોની હિંસા સ્વયં ન કરે, બીજા પાસે ન કરાવે અને હિંસા કરનારને અનુમોદે નહીં. જેમણે આ વાયુશસ્ત્રના સમારંભને પરિજ્ઞાત કરેલ છે તે જ મુનિ “પરિજ્ઞાત કર્મા' છે, તેમ હું કહું છું. • વિવેચન : આ સૂત્રનું વિવેચન પૂર્વસૂત્ર મુજબ જાણવું. હવે છ જીવનિકાયનો વધ કરનારને અપાય-દુઃખ દેખાડીને જે વધ નથી કરતા તેમનામાં સંપૂર્ણ મુનિપણું છે. તે વાતને હવે પછીના સૂત્ર-૬૧, ૬૨મા કહે છે– - સૂત્ર-૬૧ : આ વાયુકાય તથા બીજા કાયોની હિંસા કરનારને જાણો. જે આચારમાં રહેતા નથી તેવા શાક્યાદિ આરંભને જ વિનય કહે છે. આવા સ્વચ્છંદાચારી, વિષયાસક્ત અને આરંભ ક્ત જીવો કર્મબંધનો સંગ કરે છે. (કર્મ બાંધે છે.)

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128