Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 56
________________ ૯૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧/૧/૫/૪૨ સાંભળે છે. મૂછ પામતો રૂપમાં મૂચ્છ પામે છે અને શબ્દમાં પણ મૂર્શિત થાય છે. • વિવેચન : કહેનારની દિશાથી ઊંચે મહેલ અને હવેલીની ઉપર રહેલા રૂપને જુએ છે. પહાડના શિખર કે મહેલ ઉપર ચડેલો નીચે રહેલા રૂપને જુએ છે તિર્યક્ શબ્દથી ચાર દિશા, ચાર વિદિશા લીધી. તે મુજબ ઘરની દિવાલ આદિમાં રહેલ રૂપને જુએ છે. આ રીતે પૂર્વ આદિ બધી દિશામાં આંખોથી જોઈ શકાય તેવા રૂપને મનુષ્ય જુએ છે. એ પ્રમાણે આ બધી દિશામાં રહેલ શબ્દને કાનથી સાંભળે છે. અહીં માત્ર રૂપ કે શબ્દની પ્રાપ્તિ જણાવી. પણ જોવા કે સાંભળવા માત્રથી સંસારભ્રમણ થતું નથી. પણ જીવ તે શબ્દાદિમાં મૂર્ણિત થાય તો જ તેને કર્મબંધ થાય છે. સૂરમાં ફરી “ઉર્વ’ શબ્દ લેવાનું કારણ એ છે કે ત્યાં સારું રૂપ જોઈને રાણી બને છે. એ પ્રમાણે શબ્દાદિ વિષયોમાં પણ મૂર્ષિત થાય તેમ સમજવું. સૂરમાં ‘મfપ' શબ્દનું ગ્રહણ સંભાવના કે સમુચ્ચય અર્થમાં છે. 'રૂપ' શબ્દના ગ્રહણથી બાકીના ગંધ, રસ, સ્પર્શનું પણ ગ્રહણ થઈ જાય છે કેમકે એકના ગ્રહણથી તેની જાતિના બધાનું ગ્રહણ થાય છે અથવા આદિ-અંતના ગ્રહણથી તેની મધ્યના બધાનું ગ્રહણ થાય છે. આ પ્રમાણે વિષયલોકને કહ્યો • સૂત્ર-૪૩ - આ પ્રમાણે (શબ્દાદિ વિષય) લોક કહ્યો. આ શબ્દાદિ વિષયોમાં જે અગુપ્ત છે,આજ્ઞામાં નથી. • વિવેચન : ‘પુષ' એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, વિષય નામનો લોક કહ્યો. ‘લોક’ એટલે જેનાથી જોવાય કે જણાય છે. જે આ શબ્દાદિ ગુણ લોકમાં મન, વચન, કાયાથી અગુપ્ત હોય અર્થાત્ મનથી રણકે હેપ કરે, વચનથી શબ્દાદિ માટે પ્રાર્થના કરે કે કાયા વડે શબ્દાદિ વિષયમાં જાય, આ પ્રમાણે જે ગુપ્ત નથી તે જિનેશ્વરના વચનાનુસાર આજ્ઞામાં નથી. હવે ગુણ વિશે કહે છે— • સુગ-૪૪ - વારંવાર શબ્દાદિ વિષય ગુણોનો આસ્વાદ કરનાર અસંયમ આચરે છે. • વિવેચન : વારંવાર શબ્દાદિ ગુણનો સગી બનેલ જીવ પોતાના આત્માને શબ્દાદિ વિષયની ગૃદ્ધિથી દૂર કરવા સમર્થ થતો નથી. આવો અનિવૃત જીવ ફરી ફરી તે ક્રિયા કરતો શબ્દાદિ ગુણોનો આસ્વાદ લે છે. તેના પરીણામે તે ‘વક' અર્થાત્ કુટીલ કે અસંયમી બનીને અસંયમી આચરણ દ્વારા નરકાદિ ગતિમાં ભટકે છે. શબ્દાદિ વિષયોનો અભિલાષી જીવ બીજા જીવોને દુ:ખ દેનારો હોવાથી તેને ‘વક્ર સમાચાર' જાણવો. શGદાદિ વિષયસુખના અંશના સ્વાદમાં આસક્ત એવો આ સંસારીજીવ અપથ્ય આમફળ ખાનાર રાજાની માફક પોતાને વિષયોને રોકી ન શકવાથી તકાળ વિનાશને [17] પામે છે. આ પ્રમાણે શબ્દાદિ વિષયના આસ્વાદનથી પરાજિત આ જીવ ‘ખંત-પુત્ર'ની માફક જે કરે છે તે હવે સૂત્રમાં કહે છે– • સૂત્ર-૪૫ :તે પ્રમાદી બની ગૃહસ્થની જેમ ગૃહવાસી જ છે. • વિવેચન : વિષય વિષયી મૂર્ણિત તે પ્રમાદી, ઘરમાં નિવાસ કરે છે. જે સાધુલિંગને રાખે અને શબ્દાદિ વિષયમાં આસક્ત હોય, તે વિરતિરૂપ ભાવલિંગથી રહિત હોવાથી ગૃહસ્થ જ છે, અન્યતીર્થીઓમાં હંમેશા બોલવાનું જુદુ અને કરવાનું જુદુ છે તે વાતને હવે બતાવે છે– • સૂત્ર-૪૬ - લાતા એવા તેમને તું છે. અમે અણગાર છીએ તેમ કહેતા તેઓ વિવિધ પ્રકારના શોથી વનસ્પતિ કર્મ સમારંભથી વનસ્પતિ જીવોની હિંસા કરતા બીજા પણ અનેક જીવોની હિંસા કરે છે. વિષયમાં ભગવંતે પરિજ્ઞા-વિવેક કહ્યો છે. આ જીવનને માટે પ્રશંસા સન્માન અને પૂજાને માટે, જન્મ-મરણથી મુક્ત થવા, દુઃખોના નિવારણાર્થે તેઓ વનસ્પતિ જીવોની હિંસ સ્વયં કરે છે, બીજ પાસે કરાવે છે. કરનારને અનુમોદે છે. આ હિંસ તેમના અહિત અને આબોધિને માટે થાય છે. આ વાત સમજીને સાધક સંયમમાં સ્થિર બને. ભગવંત કે તેના સાધુ પાસે ધર્મ સાંભળીને આ પ્રમાણે જાણે કે - હિંસા ગ્રંથિ છે, મોહ છે, મરણ છે, નરક છે. છતાં પણ જીવ તેમાં આસક્ત થઈ વિવિધ પ્રકારના શોથી વનસ્પતિકાયની હિંw કરતા તેના આશ્રિત અનેક જીવોની હિંસા કરે છે. • વિવેચન : આ સૂત્રનું વિવેચન પૃથ્વીકાયાદિના આલાપક માફક જાણવું. વિશેષ છે કે અહીં ‘વનસ્પતિકાય’ કહેવું. હવે વનસ્પતિમાં જીવપણાંને જણાવે છે • સૂpl-૪૭ : તે હું તમને કહું છું " (માનવ શરીર સાથે વનસ્પતિ કાયની સમાનતા દશવિતા કહે છે–) જે રીતે માનવ શરીર જન્મ લે છે, વૃદ્ધિ પામે છે, ચેતનવંત છે, છેદા કરમાય છે, આહાર લે છે, અનિત્ય છે, અશાશ્વત છે, વધ-ઘટે છે અને વિકારને પામે છે એ જ રીતે વનસ્પતિ પણ ઉત્પન્ન થાય છે, વૃદ્ધિ પામે છે, ચેતના યુક્ત છે, છેદાતા કમાય છે, આહાર લે છે, અનિત્ય છે, અશાશ્વત છે, વધે-ઘટે છે અને વિકારને પામે છે. (આ રીતે વનસ્પતિ પણ સચિત જ છે.) • વિવેચન : તે હું જિનેશ્વર પાસે તવ જાણીને કહું છું અથવા વનસ્પતિનું ચૈતન્ય પ્રત્યક્ષ પ્રમાણથી જાણીને કહું છું. પ્રતિજ્ઞાનુસાર બતાવે છે - અહીં ઉપદેશ યોગ્ય સૂત્ર

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128