Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 60
________________ ૧/૧/૬/૫૧ છે. તેથી સૂત્રમાં કહે છે– • સૂગ-૫૧ - હું સારી રીતે ચિંતવીને અને જોઈને કહું છું - પ્રત્યેક પ્રાણી પોત-પોતાનું સુખ ભોગવે છે. બધાં પ્રાણી, બધાં ભૂત, બધાં જીવ, બધાં સંતવને અશાતા અને આશાંતિ મહાભયંક્ર અને દુઃખદાયી છે. તેમ હું કહું છું, આ પ્રાણી દિશાવિદિશાથી ભયભીત રહે છે. • વિવેચન : આ પ્રમાણે બાલ-સ્ત્રી આદિમાં પ્રસિદ્ધ કસકાય જીવોને બરાબર ચિંતવીને કહું છું - પહેલા મનથી આલોચીને પછી તેનું પ્રપેક્ષણ થાય છે. તે મુજબ બધાં જીવો પોત-પોતાના સુખના ભોક્તા છે. કોઈનું સુખ કોઈ ભોગવતા નથી. આ બધાં પાણીનો ધર્મ છે. બધાં પ્રાણી એટલે બે, ત્રણ, ચાર ઇન્દ્રિયોવાળા. બઘાં ભૂતો એટલે પ્રત્યેક, સાધારણ, સૂમ, બાદર, પર્યાપ્તા, અપયક્તિા વનસ્પતિકાય. બધાં જીવો એટલે ગર્ભજ, સંપૂર્ણન જ અને ઔપપાતિક જીવો. બધાં સવ તે પૃથ્વી આદિ એકેન્દ્રિયો. જો કે પરમાર્થથી પ્રાણીભૂત આદિ બધાં જીવો જ છે તો પણ અહીં ભેદો કહ્યા. કહ્યું છે કે, બે, ત્રણ, ચાર ઇન્દ્રિયવાળાને પ્રાણી કહ્યા. વનસ્પતિકાયને ભૂત કહા, પંચેન્દ્રિયને જીવ અને બાકીનાને સત્વ કહેલા છે. અથવા શબ્દની વ્યુત્પત્તિ દ્વારથી સમભિરૂઢ નય મતે આ ભેદ જાણવા. તે આ પ્રમાણે છે સતત પ્રાણ ધારણ કરવાથી પ્રાણી છે, ત્રણે કાળમાં રહેતા હોવાથી તે ભૂત છે. ત્રણે કાળમાં જીવવાથી તે જીવ છે અને હંમેશા હોવાપણાથી સાવ છે. આ પ્રમાણે વિચારીને અને જોઈને જેમ પ્રત્યેક જીવને સુખ છે તેમ પ્રત્યેકને સાતા મહાભય અને દુ:ખ છે. તેમાં હું દુઃખને કહું છું - જે દુ:ખ પમાડે તે દુ:ખ. વિશેષ એ કે - કટથી વેદાય એવા કમશિના પરિણામ તથા જે સુખ ન હોય તે પરિનિર્વાણ. તે ચારે બાજથી શરીર અને મનને પીડા કરે છે તથા સૌથી મોટો ભય કરે છે. આ પ્રમાણે આ વિશ્વમાં બધાં સંસારી જીવ શારીરિક માનસિક દુઃખોથી પીડિત છે. તે પ્રમાણે પરમાત્મા પાસેથી સમ્યક્ પ્રકારે તવને જાણીને હું તમને કહું છું. આ પ્રકારે સાતાદિ વિશેષણયુક્ત દુ:ખથી પરાભવ પામેલા પ્રાણો ત્રાસ પામે છે. તે જ પ્રાણીઓ છે. તેઓ દિશા, વિદિશાથી ત્રાસ પામે છે. તથા પૂવદિ દિશામાં જઈને ત્રાસ પામે છે. આ બધી દિશા પ્રજ્ઞાપકની અપેક્ષાઓ જાણવી. એવી કોઈ દિશા કે વિદિશા નથી કે જેમાં ત્રસ જીવ ન હોય કે જ્યાં રહીને ત્રાસ ન પામતા હોય. જેમ કોશેટાનો કીડો ચારે તરફથી ભય પામીને પોતાના સંરક્ષણને માટે જાળ બનાવી શરીરને વીટે છે. એવી કોઈ ભાવદિશા નથી કે જેમાં રહેલ ત્રસકાયો ત્રાસ ન પામે. નકાદિ ચારે ગતિમાં રહેલ જીવ શારીરિક-માનસિક દુઃખોથી હણાય છે. તેથી હંમેશા તેઓના મનમાં ત્રાસ રહે છે. આ રીતે બધી દિશા-વિદિશામાં ત્રસકાયના જીવો દુ:ખ પામે છે. ૧૦૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કેમકે ત્રસકાયનો આરંભ કરનારા મનુષ્યો ત્રસકાયનો વધ કરે છે. કેમકે • સૂત્ર-પર : તું જે, વિષય સુખાભિલાષી મનુષ્ય સ્થાને-સ્થાને આ જીવોને પરિતાપ આવે છે. ત્રસકાયિક પ્રાણી જુદા જુદા શરીરોને આશીને રહે છે. • વિવેચન : અર્ચા, ચર્મ, લોહી આદિ વિવિધ પ્રયોજનથી હે શિષ્ય ! જો, માંસ ભક્ષણ આદિમાં આસક્ત, અસ્વસ્થ મનવાળા આરંભશીલ મનુષ્યો વિવિધ વેદના કરીને ત્રસજીવોને સંતાપે છે. પૃથ્વીને આશ્રીને એક, બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયવાળા ઘણાં પ્રાણી રહે છે એમ જાણીને મનુષ્ય નિર્દોષ અનુષ્ઠાન કરવું જોઈએ. જે અન્યમતવાળા બોલે છે જુદુ અને કરે છે જુદુ તેમને બતાવે છે– • સૂત્ર-પ૩ - લાતા એવા તેમને તું છે. ‘અમે અણગાર છીએ' એમ કહેનારાઓ વિવિધ પ્રકારના શોથી ત્રસકાયના સમારંભ દ્વારા પ્રસકાય જીવોની હિંસા કરતા તેઓ બીજી અનેક પ્રકારના જીવોની પણ હિંસા કરે છે. આ વિષયમાં નિશ્ચયથી ભગવંતે “પરિજ્ઞા' કહી છે. આ જીવનના નિહિ અર્થે - પ્રશંસા, સન્માન, પૂજન માટે; જન્મ-જરાથી છુટવા માટે, દુ:ખના નાશને માટે તેઓ ત્રસકાય જીવોની હિંw સ્વયં કરે છે, બીજા પાસે કરાવે છે તથા હિંસા કરનારની અનુમોદના કરે છે. પણ તે તેમના અહિત, આબોધિ માટે થાય છે. આ સમારંભને જાણનારા સંયમી બની, તીર્થકર કે શ્રમણો સે ધર્મ સાંભળીને એમ જાણે છે કે, આ સમારંભ નિશ્ચયથી ગ્રંથ છે, મોહ છે, મરણ છે અને નરક છે. આ સમારંભમાં આસક્ત લોકો વિવિધ પ્રકારના શોથી ત્રસકાયના સમારંભ દ્વારા ત્રસકાયજીવની હિંસા કરતાં અન્ય અનેક પ્રકારના પ્રાણીઓની પણ હિંસા કરે છે. • વિવેચન :આ સૂમની વ્યાખ્યા પૂર્વવત્ જાણવી. હવે કોઈપણ ગમે તે કારણે ત્રસકાય હિંસા કરે છે તે બતાવે છે– • સૂત્ર-૫૪ : હું કહું છું કે, કેટલાક લોકો પૂજાને માટે ત્રસકાય જીવોને હણે છે, કોઈ ચમને માટે, કોઈ માંસ માટે, કોઈ લોહી માટે, એ પ્રમાણે હૃદય, પિત્ત, ચરબી, પિંછા, પુછ, વાળ, શીંગડુ, વિષાણ, દાંત, દાઢા, નખ, નાયુ, અસ્થિ, અસ્થિભિંજ માટે ત્રસકાયની હિંસા કરે છે. કોઈ સકારણ કે અકારણ હિંસા કરે છે. કોઈ મને માર્યો કે મને મારે છે કે મારશે એમ વિચારીને ક્ષિા કરે છે. • વિવેચન : જેને માટે ત્રસકાયના આરંભમાં પ્રવર્તેલા તેની હિંસા કરે છે તે હું કહું છું - અચ એટલે આહાર, અલંકારાદિથી જેની પૂજા કરાય છે અથતિ દેહ. તે દેહને માટે

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128