Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૧/૬/ભૂમિકા
જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બે થી નવ લાખ સાગરોપમ જાણવા. હવે નિષ્ક્રમણ અને પ્રવેશ કહે છે - જઘન્યથી એક, બે ત્રણ અથવા ઉત્કૃષ્ટ પરિમાણથી પ્રતરના અસંખ્યય ભાગ પરિમાણવાળા છે.
હવે નિરંતર પ્રવેશ અને નિર્ગમ સંખ્યા–
૧૦૩
[નિ.૧૫૯] જઘન્ય પરિમાણથી નિરંતરપણે ત્રસકાયમાં ઉત્પત્તિ અને નિષ્ક્રમણ એક સમયે બે કે ત્રણ થાય. ઉત્કૃષ્ટથી આવલીકાનો અસંખ્યેય ભાગ માત્ર કાળ સુધી નિરંતર નિષ્ક્રમ-પ્રવેશ હોય. એક જીવની અપેક્ષાએ પ્રસકાયમાં નિરંતર રહેવાનો કાળ જઘન્યથી અંતર્મુહૂતકાળ અર્થાત્ અંતર્મુહૂર્ત રહીને પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટથી ૨૦૦૦ સાગરોપમકાળ ત્રા ભાવે નિરંતર રહે છે.
પ્રમાણ દ્વાર પૂરું.
હવે ઉપભોગ, શસ્ત્ર અને વેદના એ ત્રણ દ્વારો કહે છે–
[નિ.૧૬૦] માંસ, ચામડી, વાળ, રોમ, નખ, પીંછાં, નાડી, હાડકાં, શીંગડા આદિમાં ત્રસકાયના અંગોનો ઉપભોગ થાય છે. ખડ્ગ, તોમર, છરી, પાણી, અગ્નિ આદિ ત્રસકાયના શસ્ત્ર છે તે અનેક પ્રકારે છે. તે સ્વકાય, પસ્કાય, મિશ્ર તથા દ્રવ્ય, ભાવ ભેદથી અનેક પ્રકારે છે. પ્રસંગોપાત્ તેની વેદના જણાવે છે - વેદના બે પ્રકારે - શરીથી અને મનથી.
શરીરની વેદના શલ્ય, સળી વગેરે વાગવાથી થાય. મનની વેદના પ્રિયનો વિયોગ અને પ્રતિકૂળ સંયોગ આદિથી થાય. અનેક પ્રકારના તાવ, અતિસાર, ખાંસી, શ્વાસ, ભગંદર, માથાનો રોગ, શૂલ, મસા વગેરેથી ઉત્પન્ન થયેલી તીવ્ર હોય.
હવે વિસ્તારથી ઉપભોગનું સ્વરૂપ કહે છે–
[નિ.૧૬૧,૧૬૨] માંસને માટે હરણ, સૂઅર આદિ મરાય છે, ચામડી માટે ચિત્રક આદિ, વાળ માટે ઉંદર આદિ, પીંછા માટે મોર, ગીધ, કપિંગુર આદિ, પુચ્છને માટે ચમરી ગાય આદિ અને દાંતને માટે હાથી, વરાહ આદિનો વધ થાય છે. અહીં કેટલાક પૂર્વે કહેલા પ્રયોજનથી હણે છે અને કેટલાંક પ્રયોજન વિના માત્ર ક્રીડાર્થે હણે છે. કેટલાક પ્રસંગ દોષથી હણાય છે. જેમકે મૃગને તાકીને મારેલા બાણથી વચ્ચે આવેલા કપોત, કપિંજલ, પોપટ, કોયલ, મેના વગેરેને હણે છે તથા કર્મ તે ખેતી વગેરે અનેક પ્રકારના છે. તેમાં પ્રવૃત્ત કે આસક્ત ઘણાં ત્રસકાયને હણે છે. જેમકે દોરડાથી મારે, ચાબુક તથા લાકડીથી તાડન કરે, તેનો જીવથી વિયોગ કરાવે
ઇત્યાદિ. આ પ્રમાણે દ્વારોને કહીને હવે ઉપસંહાર માટે કહે છે–
[નિ.૧૬૩] જે દ્વારો કહ્યા તે સિવાયના બાકીના દ્વારો પૃથ્વીકાય જેવાં જ સમજવા. પૃથ્વીકાયના સ્વરૂપને જણાવવા કહેલ ગાથા ત્રસકાયના ઉદ્દેશામાં જાણવી.
હવે સૂત્રાનુગમમાં અસ્ખલિતાદિ ગુણયુક્ત સૂત્રને કહે છે–
- સૂત્ર-૪૯
હું કહું છું - આ બધા ત્રસ પાણી છે. જેમકે - અંડજ, પોતજ, જરાયુજ,
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ રસ, સંસ્વેદજ, સંમૂર્ત્તિમ, ઉદ્ભિજ્જ અને ઔપાતિક. આ (ત્રસજીવોનું ક્ષેત્ર ૧) સંસાર કહેવાય. • વિવેચન :
આનો અનંત-પરંપર સંબંધ પૂર્વવત્ જાણવો. જે મેં ભગવંતના મુખકમળમાંથી નીકળેલ વાણી અવધારેલી છે. તેનાથી પ્રાપ્ત થયેલ તત્વ તમને કહું છું. બેઇન્દ્રિયાદિ ત્રા જીવો છે. તેના કેટલા ભેદો કયા પ્રકારે છે - તે ભગવંતે કહ્યા મુજબ કહું છું૧. અંડજ - જે ઇંડામાંથી ઉત્પન્ન થાય તે. પક્ષી, ગીરોળી વગેરે.
–
૨. પોતજ . પોત સાથે જન્મે તે, હાથી, ગીદડ, જળો વગેરે.
૩. જરાયુજ - જરાયુથી વીંટાયેલા હોય તે, ગાય, ભેંસ, બકરા, મનુષ્ય
૧૦૪
વગેરે.
૪. રસજ - ઓસામણ, કાંજી દૂધ, દહીં આદિમાં રસથી જે ઉત્પન્ન થાય તે. પાયુકૃમિ આકૃતિવાળા અત્યંત સૂક્ષ્મ જીવો રાજ છે.
૫. સંસ્વેદજ - પરસેવાથી ઉત્પન્ન થાય તે. માંકડ, જુ, શતપદિકા વગેરે. ૬. સંમૂઈનજ - પતંગીયા, કીડી, માખી વગેરે.
૭. ઉદ્ભિજ્જ - ઉદ્ભદનથી ઉત્પન્ન થાય તે. પતંગીયા, ખંજરી, પારીપ્લવ
વગેરે.
૮. ઔપપાતિક - ઉપપાતથી ઉત્પન્ન થનારા નાક અને દેવ.
આ પ્રમાણે સંસારી જીવોના આઠ જ ભેદ છે. આ આઠ જ પ્રકારે સંસારી જીવોનો જન્મ થાય છે. તત્ત્વાર્થ સૂત્રના અધ્યાય-૨, સૂત્ર-૩૨ માં પણ કહ્યું છે. (૧) સંમૂર્છનજ - રસજ, સ્વેદજ, ઉભેદજ. (૨) ગર્ભજ - અંડજ, પોતજ, જરાયુજ, (૩) ઉ૫પાતજ - દેવ, નાક આ ત્રણ જ પ્રકારે જન્મ કહ્યો છે. અહીં તેના ઉત્તભેદ સહિત કથન છે.
આ આઠ પ્રકારમાં સર્વે સંસારી ત્રસ જીવો સમાય છે. તેના સિવાય કોઈ અન્ય નથી. આ ત્રસ જીવો આઠ પ્રકારની યોનિ પામે છે. જે બાળક, સ્ત્રી આદિને પ્રત્યક્ષ
જ છે. 'સત્તિ ='શબ્દથી ત્રસ જીવોનું ત્રણે કાળમાં અસ્તિત્વ સિદ્ધ થાય છે. સંસારજગત્ ક્યારેય ત્રાજીવથી રહિત ન હોય. આ અંડજ આદિ પ્રાણિનો સમૂહ જ સંસાર છે. એમ કહીને ત્રસકાયોનો ઉત્પત્તિ પ્રકાર આ સિવાય બીજો કોઈ નથી તેમ બતાવ્યું.
હવે આ આઠ પ્રકારના ત્રસ જીવોમાં કોણ કોણ જીવ ઉત્પન્ન થાય તે કહે છે— • સૂત્ર-૫૦ ઃ
મંદ અને અજ્ઞાની જીવને આ સંસાર હોય છે. • વિવેચન :
મંદના બે ભેદ છે - (૧) દ્રવ્યમંદ - અતિ સ્થૂળ કે અતિ દુર્બળ. (૨) ભાવમંદ • મંદ બુદ્ધિવાળો બાલ અને કુશાસ્ત્ર વાસિત બુદ્ધિવાળો, આ પણ સર્બુદ્ધિના અભાવે બાલ જ છે. અહીં ભાવ-મંદનો અધિકાર છે. હિત-અહિતને ન જાણનારો, વિશેષ સમજના અભાવે તે બાલ છે. આવા બાલજીવને જ સંસારમાં પરિભ્રમણ રહે