Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 58
________________ ૧૦૨ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧/૧/૬/ભૂમિકા ૧૦૧ વર્ણન અહીં કરે છે– [નિ.૧૫૪] ગતિ ચાર પ્રકારે છે - નાક, તિર્યચ, મનુષ્ય અને દેવ. રતનપ્રભાવી મહાતમ પૃથ્વી પર્યન્ત નાકના સાત ભેદો છે. તિર્યંચના પણ બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયથી ચાર ભેદો છે. મનુષ્યના ગર્ભજ અને સમૂર્ણિમજ બે ભેદ છે. દેવોના ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક ચાર ભેદ છે. આ પ્રમાણે ગતિબસ જીવોના ચાર ભેદ છે. ગતિનામકર્મના ઉદયથી જેમને નરકાદિ ગતિની પ્રાપિત થઈ છે, તે ગતિરસ કહેવાય છે. આ નારકાદિ જીવો પર્યાપ્ત-અપર્યાપ્ત બે પ્રકારે છે. તેમાં પાયપ્તિ છ પ્રકારે છે, તે પૂર્વે કહેવાયેલ છે, તે મુજબ યથાયોગ્ય તૈયાર થયેલા તે પર્યાપ્તા અને તેનાથી વિપરીત તે અપતિા. તેઓ અંતર્મુહૂર્ત કાળ પર્યન્ત પયક્તિા જાણવા. હવે બીજા ઉત્તરભેદો કહે છે. [નિ.૧૫૫] અહીં શીત, ઉષ્ણ, શીતોષણ, સચિવ, અચિવ, મિશ્ર, સંવૃત, વિવૃત, મિશ્ર તેમજ સ્ત્રી, પુરષ, નપુંસક એમ ત્રણ-ત્રણ ભેદથી ત્રણ-ત્રણ યોનિના ઘણાં જોડકા છે. તે બધાંનો સંગ્રહ કરવા ગાળામાં બે વખત ‘તિવા' લીધું છે. તેમાં નારકોની પહેલી ગણ ભૂમિમાં શીત યોનિ છે, ચોથીમાં ઉપર શીત નીચે ઉષ્ણ છે. પછીની ત્રણ ભૂમિમાં ઉણ યોનિ છે. અન્ય યોનિ હોતી નથી. ગર્ભ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યોની તથા દેવોની શીતોષ્ણ યોનિ છે. બે, ત્રણ, ચાર, ઇન્દ્રિય જીવો અને સંપૂર્ઝનજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોની શીત, ઉણ, શીતોષ્ણ ગણે યોનિ છે. નાક અને દેવોને માત્ર અસિત યોનિ છે. બેઇન્દ્રિયથી સંમૂઈજન જ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોની માત્ર વિવૃત યોનિ છે. ગર્ભજતિચિ અને મનુષ્યોની માત્ર સંવૃત્તવિવૃત્ત યોનિ હોય છે. નાકોની માત્ર નપુંસક યોનિ હોય છે. તિર્યો અને મનુષ્યોમાં સ્ત્રી, પુરુષ, નપુંસક ગણે યોનિઓ હોય છે. દેવોની સ્ત્રીપુરુષ બે યોનિ છે. મનુષ્યયોનિના બીજા પણ ત્રણ પ્રકાર છે - (૧) કૂર્મોન્નતા - તેમાં અરિહંત, ચક્રવર્તી આદિ ઉતમપુરષો જ ઉત્પન્ન થાય છે. (૨) શંખાવત - તે ચક્રવર્તીના ગીરનને જ હોય, તેમાં જીવોની ઉત્પત્તિ થાય પણ નિપત્તિ ન થાય. (3) વંશીપત્રીતેમાં સાધારણ મનુષ્યોની ઉત્પત્તિ થાય છે. - યોનિના બીજા પણ ત્રણ ભેદ છે (૧) અંડજ-પક્ષી આદિની, (૨) પોતજવગુલી, હાથીનું બચ્ચું આદિની, (૪) જરાયુજ - ગાય, ભેંસ, મનુષ્ય આદિની. આ રીતે યોનિ આદિના ભેદે બસ જીવોના ભેદો કહ્યા. હવે તે દરેક યોનિનો સંગ્રહ આ ગાથાઓમાં કર્યો છે, તે બતાવે છે– પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ ચારે કાયની સાત-સાત લાખ, પ્રત્યેક વનસ્પતિની દશ લાખ અને સાધારણ વનસ્પતિકાયની ચૌદ લાખ યોનિઓ છે. વિલેન્દ્રિયની બેબે લાખ અને દેવ-નાકની ચાર-ચાર લાખ યોનિ છે. તિર્યંચ પંચેન્દ્રિયની પણ ચાર લાખ અને મનુષ્યોની ચૌદ લાખ યોનિઓ છે. એ રીતે કુલ ચોયણિી લાખ યોનિ જીવોની છે. હવે કુલના પરિમાણ કહે છે. એકેન્દ્રિયની બત્રીસ લાખ કુલ કોટિ, બેઇન્દ્રિયોની આઠ, વેઇન્દ્રિયની સાત લાખ કુલ કોટિ, ચઉરિન્દ્રિયની નવ, હરિતકાયની પચીશ, જલચરની સાડાબાર, ખેચની બાર, ચતુષ્પદ અને ઉર:પરિસર્પની દશ-દશ, ભુજપરિસર્પની નવ, નારકની પરીશ, દેવોની છવ્વીસ અને મનુષ્યોની બાર લાખ કુલ કોટિ છે. આ પ્રમાણે બધાં મળીને ૧૯,૭૫,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ અંક થાય છે. આ રીતે પ્રરૂપણા દ્વાર પૂરું થયું હવે લક્ષણ દ્વાર કહે છે [નિ.૧૫૬,૧૫] દર્શન સામાન્ય ઉપલબ્ધિરૂપ છે, તેના ચક્ષ, ચક્ષ, અવધિ અને કેવળ ચાર ભેદ છે. જ્ઞાનાવરણના દૂર થવાથી સ્પષ્ટ તવ બોધરૂપ તેમજ સ્વપરનો પરિચ્છેદ કરનાર જીવના પરિણામ સ્વરૂપ જ્ઞાનના મતિ આદિ પાંચ ભેદ છે. ચાત્રિના પાંચ ભેદ છે - સામાયિક, છેદોષસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમ સંપરાય અને યથાખ્યાત. ચારિત્રાયાસ્ત્રિ અર્થાત્ દેશવિરતિ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ રૂપ શ્રાવકના બાર વ્રત છે તથા દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, શ્રોત્ર, ચક્ષુ, નાક, જીભ, સ્પર્શન દશ લબ્ધિ છે. જીવદ્રવ્યની સાથે સદા રહેનાર છે જીવનું લક્ષણ છે. ઉપયોગના બે ભેદ છે(૧) આઠ પ્રકારે સાકારોપયોગ, (૨) ચાર પ્રકારે નિરાકારોપયોગ, યોગ, મન, વચન, કાયા ત્રણ ભેદે છે. મન પરિણામથી ઉત્પન્ન સૂમ અધ્યવસાયો ઘણાં પ્રકારે છે. વિવિધ પ્રકારે ઔદયિક લબ્ધિ - ક્ષીરાશ્રવ, મધવાશ્રવ આદિ છે આ લબ્ધિઓ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોની સ્વશક્તિના પરિણામ રૂપ છે, લેસ્યાઓ અશુભ અને શુભરૂપે કૃણાદિ છ ભેદે છે તે કપાય અને યોગના પરિણામથી ઉત્પન્ન થાય છે. સંજ્ઞા આહાર, ભય, પરિગ્રહ, મૈથુન ચાર ભેદે છે અથવા પૂર્વે કહેલ દશ ભેદે છે અથવા ક્રોધાદિ ચાર ભેદ તથા ઓuસંજ્ઞા અને લોકસંજ્ઞા. શાસોચ્છવાસ તે પ્રાણ અને પાન છે. કપાય એટલે જે સંસારની પ્રાપ્તિ કરાવે છે - તે અનંતાનુબંધી ક્રોધાદિ ભેદે સોળ પ્રકારે છે. આ બે ગાયામાં કહેલ બેઇન્દ્રિયાદિ જીવોના લક્ષણ યથાસંભવ જાણવા. આવો લક્ષણ સમુદાય ઘડાદિમાં નથી. તેથી વિદ્વાનો ઘટાદિમાં અચૈતન્યપણું સ્વીકારે છે. હવે ઉપસંહાર કરવા અને પરિણામ દ્વારા જણાવવા કહે છે [નિ.૧૫૮] બેઇન્દ્રિયાદિ જીવોનું લક્ષણ જે દર્શન આદિ કહા તે પરિપૂર્ણ છે, તેથી અધિક કોઈ લક્ષણ નથી. હવે ક્ષેત્ર-પરિમાણ કહે છે- ત્રસકાય પયક્તિા જીવો સંવર્તિત લોક પ્રતરના અસંખ્યય ભાગમાં રહેલા પ્રદેશ રાશિ પ્રમાણ છે. તે પર્યાપ્ત બાદર તેઉકાયથી અસંખ્યગુણા છે. પ્રસકાય પયતિથી ત્રસકાય પિયક્તિા અસંખ્યગુણા છે. કાળથી-ઉત્પન્ન થતા ત્રસકાય જીવો જઘન્યથી બે થી નવ લાખ સાગરોપમાં સુધી સમય સશિ પરિમાણ છે. ઉત્કૃષ્ટથી પણ આ જ સંખ્યા છે. કહ્યું છે કે હે ભગવનું વર્તમાનકાળમાં રહેલા ત્રસકાયજીવ કેટલા કાળમાં ખાલી થાય ?

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128