Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 40
________________ ૧/૧//૧૫ કર્યા પછી નોકર દ્વારા તે પશુના ચામડા, હાડકા, માંસ, નાયુ આદિનો પોતાના ઉપયોગ માટે સંગ્રહ કરાવે છે. આ પ્રમાણે પવિત્રતાનું અભિમાન કરવા છતાં શું ત્યાખ્યું ? આ પ્રમાણે શાક્ય આદિ મતવાળા સાધુઓ અણગારવાદનું વહન કરે છે, પણ અનગારના ગુણોમાં લેશમાત્ર વર્તતા નથી. ગૃહસ્યચર્યાનો જરાપણ ત્યાગ કરતા નથી. પણ વિભિન્ન પ્રકારના હળ, કોદાળી, કોશ, ત્રિકમ આદિ શસ્ત્રોથી પૃથ્વીકાય જીવોનો વધ કરે છે. આ પ્રમાણે વિવિધ શસ્ત્રો દ્વારા પૃથ્વીકાયના આરંભ-સમારંભ સ્વરૂપ વધ કરનારા લોકો પૃથ્વીકાયના આશ્રિત જલ, વનસ્પતિ આદિ જીવોની પણ હિંસા કરે છે. આ પ્રમાણે પૃથ્વીકાય જીવોના શત્રુ એવા શાકય આદિઓનું અસાધુપણું બતાવીને હવે વિષયસુખોની અભિલાષાથી મન, વચન, કાયાથી કરણ, કરાવણ, અનુમોદન સ્વરૂપ હિંસાનું સ્વરૂપ કહે છે • સૂત્ર-૧૬ : પૃવીકાયના આરંભ વિષયમાં ભગવંતે પરિજ્ઞા બતાવી છે કે - આ જીવિતનો વંદન-મનન અને પૂજનને માટે, જન્મ-મરણથી છૂટવા માટે, દુઃખોનો નાશ કરવાને માટે તેઓ સ્વયં જ પૃedીશોનો સમારંભ કરે છે, ભીજ પાસે પ્રવીશાનો સમારંભ કરાવે છે, પૃનીશઅનો આરંભ કરનારની અનુમોદના કરે છે. • વિવેચન : પૃથ્વીકાયના સમારંભ-હિંસાના વિષયમાં શ્રી વર્ધમાનસ્વામી આ પરિજ્ઞા કહે છે. હવે પછી કહેવાતા કારણો વડે સુખના ઇચ્છુકો કરવા, કરાવવા, અનુમોદવા વડે પૃથ્વીકાયનો સમારંભ કરે છે, તે કારણો આ પ્રમાણે છે – નાશવંત એવા આ જીવનના વંદન, સન્માન અને પૂજનને માટે, જન્મ-મરણથી છુટવાને માટે તથા દુ:ખોને દૂર કરવા માટે પોતે સુખનો અભિલાષી અને દુ:ખનો દ્વેષી બની પોતે પોતાના વડે જ પૃથ્વીશસ્ત્રનો સમારંભ કરે છે. બીજા પાસે પૃવીશઝનો સમારંભ કરાવે છે, પૃથ્વીશસ્ત્રનો સમારંભ કરનાર અન્યને અનુમોદે છે. વર્તમાનકાળ માફક ભૂતકાળ અને ભવિષ્યકાળમાં પણ મન, વચન, કાયાની ક્રિયા વડે યોજવું. આવી હિંસક જેની મતિ છે, તેનું શું થાય છે, તે બતાવે છે– • સુત્ર-૧૭ : પ્રણવીકાયનો સમારંભ - હિંસા તે સ્મિક જીવોને અહિંતને માટે થાય છે, અબોધિને માટે થાય છે. જે સાધુ આ વાતને સારી રીતે સમજે છે, તે સંયમ સાધનામાં તત્પર થઈ જાય છે. ભગવંત અને શ્રમણના મુખેથી ધર્મશ્રવણ કરીને કેટલાક મનુષ્યો એવું જાણે છે કે - આ પૃથવીકાયની હિંસા ગ્રંથિ છે, આ મોહ છે, આ મૃત્યુ છે અને આ જ નક્ક છે. છતાં પણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈને અનેક પ્રકારના શો દ્વારા પૃવીકર્મ સમારંભથી પૃdીકાયના [15] આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જીવોની તેમજ પૃવીને આશ્રિત અન્ય અનેક પ્રકારના જીવોની હિંસા કરે છે. હવે જે હું કહું છું તે સાંભળો - જેમ કોઈક જન્મથી અંધ આદિ મનુષ્યને - કોઈ ભેદ, કોઈ છેદે, પગને કોઈ ભેદે, કોઈ છેદે, ઘૂંટણને કોઈ ભેદ, કોઈ છે?, જાંઘને કોઈ ભેદ, કોઈ છેદે, જાનુને કોઈ ભેદે, કોઈ છેદે, સાથળને કોઈ ભેદે, કોઈ છેદે, કમરને કોઈ ભેદે, કોઈ છેદે, નાભિને કોઈ ભેદે, કોઈ છેદે, ઉદરને કોઈ ભેદે, કોઈ છેડે, પડખાને કોઈ ભેદે, કોઈ છેદે; આ જ પ્રમાણે પીઠ, છાતી, હદય, સ્તન, ખભા, ભુજા, હાથ, આંગળી, નખ, ગર્દન, દાઢી, હોઠ, દાંત, જીભ, તાળવું, ગાલ, ગંડસ્થળ, કાન, નાક, આંખ, ભૃકુટી, લલાટ અને મસ્તકને કોઈ મનુષ્ય ભેદ, કોઈ છેદે, કોઈ મૂર્ષિત કરે યાવતું પ્રાણનો નાશ કરી દે. ત્યારે તેને જેવી વેદના થાય છે– તેવી જ રીતે પૃથવીકાયના જીવ પણ વ્યકતરૂપથી વેદનાનો અનુભવ કરે છે પણ તેને પ્રગટ કરી શકતા નથી. આ પ્રકારે પૃથવીશઅનો સમારંભ કરનાર અજ્ઞાની જીવે આ આરંભ સારીરીતે જાણેલ, સમજેલ નથી. (તેનો અપરિજ્ઞાતા હોય છે.) • વિવેચન : પૃથ્વીકાયના સમારંભ રૂપ હિંસા કરવા, કરાવવા, અનુમોદવાથી તેને ભવિષ્યકાળમાં અહિતને માટે થશે તેમજ અબોધિ માટે થશે (બોધિલાભ થશે નહીં). કેમકે પાણિગણના ઉપમર્દનમાં પ્રવર્તેલાને થોડો પણ હિતદાયી લાભ ન થાય. જે કોઈ તીર્થકર ભગવંતો પાસે કે તેમના શિષ્ય સાધુઓ પાસે પૃથ્વીકાયના સમારંભને પાપરૂપ જાણીને આ પ્રમાણે સમજે છે - માને છે કે, “આ પૃથ્વીકાય સચેતન-સજીવ છે.” તે પરમાર્થને જાણનારો સાધુ પૃથ્વીકાયનો વધ અહિતકારી છે. તે સારી રીતે જાણે. જાણીને સમ્યમ્ દર્શન આદિ ગ્રહણ કરીને વિચરે. ( Conો અર્થ વૃત્તિકાર સયણ દomદિ કરે છે જ્યારે યુર્ણિકાર તેનો અર્થ “સંયમ અને વિનય કરે છેજુઓ //પા. પૂર્ણિ-૬ ૨૨.). કેવા પ્રયત્નથી તે માને ? તે બતાવે છે - સાક્ષાત્ ભગવંત કે સાધુ પાસેથી સાંભળીને- અવધારીને માને છે. મનુષ્યજન્મમાં તત્વનો પ્રતિબોધ પામેલા સાધુઓને આ જાણું છે કે, આ પૃથ્વીકાયનો શસ્ત્ર સમારંભ વિશે આઠ પ્રકારના કર્મના બંધ સ્વરૂપ છે. અહીં કાર્યમાં કારણનો ઉપચાર કર્યો છે તે આ રીતે - જેમ ગંદુ પાણી પગને રોગી બનાવતું હોવાથી પણ રોગ તરીકે જાણીતું છે, એ ન્યાય મુજબ પૃથ્વીકાયનો સમારંભ મોહનો હેતુ હોવાથી મોહનીય કર્મના બંધરૂપ છે આ મોહનીય કર્મ દર્શન, ચારિત્ર ભેદથી અઠ્ઠાવીશ પ્રકારની કર્મ પ્રકૃતિ રૂપ છે. સૂકમાં જંચે શબ્દ છે. ગ્રંથનો અર્થ વૃત્તિકારે આઠ પ્રકારનો ર્મબંધ ક્યોં છે. ચૂર્ણિકારે પણ આ અપ કર્યો છે. બૃહતુકાના ઉદ્દેશક-૧ની ભાષ્ય ગાથા-૧૦ થી ૧૪માં picfl દ્રવ્ય અને ભાવથી કુલ ર૪ ભેદો કહ્યા છે. 'પંચ' એ જૈન પારિભાષિક શબ્દ છે.)

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128