Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 49
________________ ૧/૧/૪/ભૂમિકા ૮૪ [નિ.૧૨૨] ઉક્ત દહન આદિ કારણોથી પોતાના સુખની કામનાથી બાદર અગ્નિકાય જીવોનું સંઘન, પરિતાપન અને પદ્વાવણ કરી દુઃખ આપે છે. હવે શસ્ત્રદ્વાર કહે છે - તેના દ્રવ્ય અને ભાવથી બે ભેદ છે. દ્રવ્યશસ્ત્રના સમાસ અને વિભાગ બે ભેદો છે. તેમાં સમાસદ્રવ્યશઅને હવે કહે છે [નિ.૧૨૩] ધૂળ, પાણી, લીલી વનસ્પતિ, ત્રસજીવો એ બાદર અગ્નિકાયના સામાન્ય શસ્ત્રો છે. હવે વિભાગદ્રવ્યશસ્ત્ર કહે છે– [નિ.૧૨૪] કોઈક સ્વકાય જ શરૂપ છે. અગ્નિકાય જ બીજા અગ્નિનું શસ્ત્ર બને જેમકે તૃણનો અગ્નિ પાંદડાના અગ્નિ માટે શસ્ત્ર છે. કોઈ પકાય શરૂ છે, જેમાં પાણી અગ્નિ જીવોને હણે છે. ઉભયશા તે તુષ, છાણા વગેરે યુકત અગ્નિ બીજા અગ્નિ માટે શત્રરૂપ છે. આ બધાં દ્રવ્યશસ્ત્ર છે. હવે ભાવશસ્ત્ર કહે છે મન, વચન, કાયાના દુટ ધ્યાનરૂપ સંયમ જ ભાવશા છે. ઉક્ત દ્વાર સિવાયના દ્વારૂં ઉપસંહાર માટે નિયુક્તિકાર કહે છે— [નિ.૧૨૫ બાકીના દ્વારો પૃથ્વીકાયમાં જણાવ્યા મુજબ અગ્નિકાયમાં પણ સમજવા. હવે સૂગાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહે છે • સૂઝ-૩૨ - તે હું કહું છું - સ્વયં કદી લોક-અગ્નિકાયનો અપલાણ ન કરે અને આત્માનો પણ અપલાય ન કરે. જે અગ્નિકાયનો અપલાપ કરે છે, તે આત્માનો આપવલાપ કરે છે. જે આત્માનો અપલપ કરે છે તે અનિકાય-લોકનો અપલાપ કરે છે. વિવેચન : આ પ્રનો સંબંધ પૂર્વ માફક છે, જેવી રીતે મેં સામાન્યથી જીવ, પૃથ્વીકાય અકાયનું સ્વરૂપ વળ્યું છે તેમ અહીં - જીવોના સ્વરૂપની ઉપલબ્ધિથી ઉત્પન્ન થયેલ હર્ષવાળો અને અવિચ્છિન્ન જ્ઞાન પ્રવાહવાળો - હું અગ્નિકાયનું સ્વરૂપ કહું છું. અહીં લોક શબ્દથી ‘અગ્નિકાય'રૂપ લોક અર્થ જાણવો. આ અગ્નિકાયના જીવપણાનો કદી સ્વયં અપલાપ ન કરે, કેમકે અગ્નિકાયને જીવ ન માનવાથી આત્માનો પણ અપલોપ થઈ જાય છે જ્યારે આત્માની સિદ્ધિ તો અમે પહેલા કરી જ છે. તેથી આત્માનો નિષેધ કરવો યોગ્ય નથી. આ જ પ્રમાણે અગ્નિકાયની પણ સિદ્ધિ થયા બાદ તેનો અપલાપ કQો ઉચિત નથી. જો યુક્તિ અને આગમ પ્રમાણથી સિદ્ધ અગ્નિકાયનો અપલાપ કરશો તો હું પદથી અનુભવગમ્ય આત્માનો અપલાપ થશે. છતાં જો આપ કહેશો કે, ‘ભલે તેમ થાય’ પણ અમે કહીએ છીએ કે ‘એમ ન થાય.” શરીરમાં રહેલ જ્ઞાનગુણવાળા અને દરેકને અનુભવગમ્ય એવા આત્માનો અપલાપ ન કરી શકાય કેમકે - આત્મા આ શરીરમાં રહીને શરીરનું નિર્માણ કરે છે, આ શરીરને બનાવનાર આત્માને આ શરીર પ્રત્યક્ષ જ છે. ઇત્યાદિ હેતુથી આત્માની સિદ્ધિ પૂર્વે પૃથ્વીકાયના અધિકારમાં કરી છે તેથી સિદ્ધ વાતનું પુનઃકથન વિદ્વાનોને ઇષ્ટ હોતું નથી. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ આ પ્રમાણે આત્માની માફક સિદ્ધ અગ્નિજીવોનો જ મૂર્ખ અપલાપ કરે છે, તે આત્માનો પણ અપલાપ કરે છે, જે આત્માને અપલાપે છે તે અગ્નિજીવનો પણ અપલાપ કરે છે. વળી વિશેષ સદૈવ સામાન્યપૂર્વક જ હોય છે. તેથી સામાન્ય સ્વરૂપવાળા આત્માના હોવાથી વિશેષ એવા પૃથ્વીકાય વગેરેનું જીવત્વ સિદ્ધ થાય જ છે. કેમકે સામાન્ય વ્યાપક હોય છે અને વિશેષ વ્યાપ્ય હોય છે. જો વ્યાપક ન હોય તો વ્યાયની પણ અવશ્ય નિવૃત્તિ થઈ જ જવાની. આ પ્રમાણે સામાન્યસ્વરૂપ માની માફક વિશેષ સ્વરૂપ અગ્નિકાય જીવોનો પણ અપલાપ ન કરવો જોઈએ. અગ્નિકાયનું જીવવ સિદ્ધ કરીને હવે સૂત્રકાર તેના સમારંભથી થતા કડવા ફળોના ત્યાગને સૂત્ર દ્વારા જણાવે છે– • સૂત્ર-૩૩ : જે દીધલોક (વનસ્પતિ)ના શસ્ત્ર અથતિ અનિને જાણે છે, તે આશય (સંયમ)ના સ્વરૂપને પણ જાણે છે. જે સંયમને જાણે છે તે દીધલોકશઅને જાણે છે. • વિવેચન : - જે મુમુક્ષ છે તે જાણે છે કે - દીર્ધલોક અર્થાત્ વનસ્પતિ. (કેમકે ) તે કાય સ્થિતિ વડે, પરિમાણ વડે તથા શરીરની ઊંચાઈ વડે બધા એકેન્દ્રિય જીવો કરતા દીધ છે તેથી “દીર્ધલોક' કહેવાય છે. કાયસ્થિતિ માટે સૂગપાઠ કહે છે હે ભગવન ! વનસ્પતિકાયની સ્વકાય સ્થિતિ કેટલી છે ? - હે ગૌતમ ! અનંતકાળ - અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ, ક્ષેત્રથી અનંતલોક, અસંખ્ય પુદ્ગલપરાવર્તતે પુદ્ગલપરાવર્ત આવલિકાના અસંખ્યય ભાગ જાણવો અને પરિણામથી હે ભગવન્ ! વર્તમાનકાળમાં વનસ્પતિકાયના જીવોનો અભાવ કેટલો કાળ હોઈ શકે? - હે ગૌતમ ! વર્તમાનકાળમાં વનસ્પતિકાયનો અભાવ કદી થતો નઈ હવે શરીરની ઉંચાઈથી વનસ્પતિ દીધું છે તે કહે છે - હે ભગવદ્ ! વનસ્પતિકાયની શરીરની ઊંચાઈ કેટલી કહી છે ? હે ગૌતમ ! ૧૦૦૦ યોજનથી કંઈક અધિક શરીરની ઊંચાઈ હોય છે. આટલી ઊંચાઈ અન્ય એકેન્દ્રિય જીવોની હોતી નથી. આ રીતે વનસ્પતિ સર્વ પ્રકારે દીધું છે. (ઉક્ત પાઠ usઝવણા સુખનો છે.) વનસ્પતિનું શસ્ત્ર અગ્નિ છે. મોટી જવાળાના સમૂહવાળું અગ્નિશસ્ત્ર સર્વે વૃક્ષ સમૂહનો નાશ કરે છે, તેથી અગ્નિ વનસ્પતિનું શસ્ત્ર છે. પ્રગ્ન • સર્વલોક પ્રસિદ્ધ એવું અગ્નિ નામ ન આપી દીધેલોકશા કેમ કહ્યું? સમાધાન વિચારણાપૂર્વક કહ્યું છે, અભિપ્રાય વિના આમ નથી કહ્યું, કેમકે ઉત્પન્ન થયેલ, સળગાવેલ અગ્નિ બધાં જીવોનો વિનાશક છે. વનસ્પતિના દાહમાં પ્રવર્તેલા છતાં બીજા અનેક પ્રકારના જીવોનો ઘાત કરનારો છે. કેમકે વનસ્પતિમાં કૃમિ, કીડી, ભમરા, કબૂતર, શાપદ વગેરેનો સંભવ છે, વૃક્ષના પોલાણમાં પૃથ્વીકાય પણ હોય છે. ઝાકળ સ્વરૂપ પાણી હોય છે, કોમળ કુંપણને કંપિત કરનાર ચંચળ

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128