Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 53
________________ ૧/૧/૫/ભૂમિકા ૯૨ જાણવા. એ પ્રમાણે દૃષ્ટાંતથી જણાવ્યું. હવે બીજું દાંત કહે છે [નિ.૧૩૨] જેમ તલપાપળી - તલ પ્રધાન પોળી ઘણાં તલ વડે બનાવેલી હોય છે. તે રીતે પ્રત્યેક શરીરવાળા વૃક્ષોના શરીર હોય છે એમ જાણવું. હવે પ્રત્યેક શરીરી જીવોનું એક અને અનેક અધિષ્ઠિવ જણાવે છે– [નિ.૧૩૩] વિવિધ પ્રકારના આકારના પાંદડા એક જીવથી અધિષ્ઠિત હોય છે તથા તાલ, સરલ, નાળીયેર આદિ વૃક્ષોમાં પણ એક જીવ અધિષ્ઠિત હોય છે તેમાં અનેક જીવોનું અધિષ્ઠિવ સંભવતુ નથી. બાકીનામાં અનેકજીવાધિષ્ઠિતપણું જાણવું. હવે પ્રત્યેક તરૂનું જીવરાશી પ્રમાણ બતાવે છે– [નિ.૧૩૪] પ્રત્યેક તરૂ જીવો પર્યાપ્તા હોય, તે સંવર્તિત ચોખુણો કરેલી લોકની શ્રેણીના અસંખ્યય ભાગવર્ના આકાશપદેશની રાશી સમાન જાણવા. તે બાદર પર્યાપ્તા અગ્નિકાયની રાશિથી અસંખ્યાતગુણા જાણવા. અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિજીવ અસંખ્યાતલોકના પ્રદેશ જેટલા જાણવા. બાદર અપર્યાપ્તા અગ્નિકાયની જીવરાશીથી અસંખ્યાત ગુણા છે. સૂમ વનસ્પતિ પર્યાપ્તા, પિતા કે સૂક્ષ્મ હોતા નથી, તે કેવલ બાદર જ હોય છે. સાધારણ વનસ્પતિ જીવો સામાન્યથી અનંત છે. તે સૂમ, બાદર, પયપ્તિા, અપર્યાપ્તા ભેદે છે. તે અનંતલોકાકાશના પ્રદેશોની સંખ્યા પ્રમાણ અનંતજીવ છે. સાઘારણ બાદર પતાવી બાદર અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. બાદર પિયક્તિાથી સૂક્ષ્મ અપર્યાપ્તા અસંખ્યયગુણા છે. તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. હવે વનસ્પતિમાં જીવવા ઇચ્છતા નથી તેમને જીવપણું બતાવે છે [નિ.૧૩૫] પૂર્વે બતાવેલા તરૂ શરીર વડે પ્રત્યક્ષ પ્રમાણ વિષયોથી સાક્ષાત્ વનસ્પતિ જીવો સિદ્ધ કર્યા છે. તેનું આ પ્રમાણે અનુમાન કરવું (૧) આ શરીરો જીવવ્યાપાર વિના આવા આકારવાળા ન થાય. (૨) હાથ, પગ આદિના સમયની માફક તથા ઇન્દ્રિય આદિની ઉપલબ્ધિના કારણે વૃatજીવનું શરીર છે. (3) હાથ, પગ આદિના સમૂહ માફક તથા જીવનું શરીર હોવાથી વૃક્ષ સચિત હોય છે. (૪) સુતેલા પુરુષ માફક અને અસ્પષ્ટ ચેતનાવાળા હોવાના કારણે વૃક્ષ મંદ વિજ્ઞાન સુખ આદિવાળા હોય છે - કહ્યું છે કે ઇન્દ્રિય આદિની પ્રાપ્તિને કારણે તથા હાથ-પગ આદિના સમૂહ માફક વૃક્ષ આદિ વનસ્પતિ, જીવોના જ શરીર છે તથા શરીરી હોવાથી સુતેલા મનુષ્યાદિ માફક અાજ્ઞાન અને અ૫ સુખવાળા વનસ્પતિ સજીવ જ છે. ધે જે સૂમ વનસ્પતિકાય છે, તે આંખોથી દેખાતા નથી, તે કેવળ જિતવયનથી. જ મનાય છે તથા રાગદ્વેષ રહિત સર્વજ્ઞ વચનને જ આજ્ઞા કહેલી છે. હવે સાધારણ વનસ્પતિકાયનું લક્ષણ કહે છે– [નિ.૧૩૬] એક શરીરમાં સાથે રહીને આહાર આદિ એક સાથે લે તે સાધારણ વનસ્પતિ કે અનંતકાય જીવો કહેવાય. તેઓ એક સાથે આહાર અને શ્વાસોચ્છવાસ લે છે તે સાધારણ લક્ષણ છે. કહ્યું છે કે એક જીવ આહાર કે શાસ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ નિઃશ્વાસ લે ત્યારે અનંતા જીવો આહાર કે શ્વાસ-નિઃશ્વાસ લે છે. હવે આ જ અર્થને વધુ સ્પષ્ટ કરે છે. [નિ.૧૩] એક જીવ જે શ્વાસોચ્છવાસને યોગ્ય પગલા લે તે ઘણા સાધારણ જીવોના ઉપયોગમાં આવે અને જે ઘણા જીવો લે તે એક જીવને પણ કામ લાગે છે. બીજથી ઉગતી વનસ્પતિ કઈ રીતે પ્રગટ થાય તે હવે બતાવે છે [નિ.૧૩૮] નિયંત્તિમાં ભૂત શબ્દ “અવસ્થા'સૂચક છે. યોનિ અવસ્થાવાળા, બીજમાં યોનિ પરિણામ ન છોડે ત્યાં સુધી બીજરૂપે છે. કેમકે બીજની બે અવસ્થા છે - યોનિ અને અયોનિ. જીવ બીજને છોડે નહીં ત્યાં સુધી યોનિ અવસ્થા છે. - સોનિ' એટલે જીવન ઉત્પત્તિ સ્થાન નાશ પામ્યું નથી તે. આવી યોનિવાળા બીજમાં જીવ આવીને ઉત્પન્ન થાય છે. તે જીવ પૂર્વના બીજનો કે અન્યજીવ પણ હોઈ શકે. ભાવાર્થ એ કે જીવ જ્યારે આયુક્ષયે બીજનો ત્યાગ કરે ત્યારે તે બીજને માટી, પાણી આદિનો સંયોગ થતા કોઈ વખતે પર્વનો જીવ ફરી પરિણમે છે અને કોઈ વખત બીજો જીવ પણ આવે છે. જે જીવ મૂળપણે પરિણમે તે જ પ્રથમ ત્રપણે પણ પરિણમે છે. પૃથ્વી, જળ, કાળની અપેક્ષાવાળી આ બીજની ઉત્પત્તિ છે. આ વાત નિયમ સૂચક છે. પણ બાકીના કિશલય આદિ મૂળ જીવપરિણામથી પ્રગટ થયેલા નથી. કહ્યું છે કે, સર્વે કુંપળો ઉત્પન્ન થતી વખતે અનંતકાય છે. હવે સાધારણ વનસ્પતિનું લક્ષણ કહે છે [નિ.૧૩૯] જે મૂળ, કંદ, છાલ, પત્ર, પુષ્પ, ફળ આદિના તોડતા ચકાકાર સમાન ટુકડા થાય, તથા જેને ગાંઠ, પર્વ કે ભંગસ્વાન જગી વ્યાપ્ત છે અથવા જે વનસ્પતિ તોડતા પૃથ્વી સમાન ભેદથી ક્યારા ઉપરની સૂકી તરી માફક પુટભેદે ભેદાય તે અનંતકાય જાણવું. હવે તેના બીજા લક્ષણો કહે છે– [નિ.૧૪૦] જેને ક્ષીર સહિત કે ક્ષીરહિત ગૂઢ સીરાવાળા પાંદડા હોય, જેના સાંધા દેખાતા ન હોય તે અનંતકાય જાણવા. આ પ્રમાણે સાધારણ જીવોને લક્ષણથી કહી હવે અનંતકાય વનસ્પતિના નામો જણાવે છે [નિ.૧૪૧] સેવાલ, કન્ય, ભાણિક, આવક, પHક, કિરવ, હઠ વગેરે અનંતજીવો અનેક પ્રકારના કહ્યા છે એમ બીજા પણ જાણવા. હવે પ્રત્યેક શરીરવાળાના એક વગેરે જીવનું ગ્રહણ કરેલું શરીર બતાવવા કહે છે. [નિ.૧૪૨) એક જીવે ગ્રહણ કરેલ શરીર તાડ, સપ્ત, નાળીયેર આદિના સ્કંધ છે તથા તે ચક્ષુહ્ય છે. તથા બિસ, મૃણાલ, કર્ણિકા, કુણક, કટાહ આદિ પણ એક જીવના શરીર છે અને ચક્ષુહ્ય છે. બે, ત્રણ, સંગેય, અસંગેય જીવોનું ગ્રહણ કરેલું શરીર પણ ચક્ષુગ્રહ જાણવું. હવે અનંતકાય આવા નથી, તે વાતને જણાવે છે– [નિ.૧૪૩] એક, બે થી લઈને અસંખ્ય જીવોનું અનંતકાયનું શરીર આંખોથી દેખાતું નથી. અનંતકાયનું શરીર એક, બે આદિ અસંખ્ય જીવોનું શરીર હોતું જ

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128