Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 39
________________ ૧/૧/૨/૧૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જાણવું અથવા લોક થતુ જીવસમૂહનો સંબંધ પ્રત્યેક સાથે જોડવો તે આ રીતે કોઈ જીવ વિષય કષાયથી પીડિત છે, કોઈ જીવ વૃદ્ધત્વથી પીડિત છે, કોઈ જીવ દુ:ખે કરીને બોધ પામે છે, કોઈ જીવ વિશિષ્ટ જ્ઞાનથી હિત છે. આ બધામાં દુ:ખી જીવો પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરવા તથા સુખ મેળવવા આ પૃથ્વીકાયના જીવોને અનેક પ્રકારના ઉપાયો વડે પરિતાપ ઉપજાવે છે - પીડા કરે છે. “પૃથ્વી જીવ સ્વરૂપ છે, તે માની શકાય, પણ તે અસંખ્યજીવોના પિંડ સ્વરૂપ છે એ માનવું શક્ય નથી. આ શંકાનો ઉત્તર સૂત્રકાર સ્વયં આપે છે • સૂઝ-૧૫ : - પૃવીકાયિક જીવો પૃથક પૃથક્ શરીરમાં રહે છે આથતિ તે પ્રત્યેક શરીરી છે. - તેથી જ સંયમી જો પૃથવીકાય જીવોની હિંસા કરવામાં લજજ અનુભવે છે. (અર્થાત પ્રાણીઓને પીડા આપ્યા વિના જીવન નિર્વાહ કરે છે, તેને હે શિષ્ય તું છે. કરે છે. તે અનાદિકાળથી ભમતો અને અનંતકાળના લાંબા પગવાળા ચતુતિ સંસારવનમાં ભ્રમણ કરશે. આ પ્રમાણે સ્પર્શન આદિ ચારે ઇન્દ્રિયોમાં પણ સમજવું. આ જ પ્રમાણે ક્રોધ, માન, માયા, લોભ, દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય આદિથી ભાવ-આd સંસારી જીવો પણ ચાર ગતિમાં ભ્રમણ કરશે. કહ્યું છે કે “રાણ, દ્વેષ, કપાય, પાંચ ઇન્દ્રિયો, બે પ્રકારના મોહનીયથી સંસારી જીવ આર્ત છે.” અથવા જ્ઞાનાવરણીય આદિ શુભાશુભ જે આઠ પ્રકારના કર્મથી પીડાયેલ કોણ છે ? તે કહે છે . અવલોકે તે લોક”. એક બે ત્રણ ચાર પાંચ ઇન્દ્રિયવાળો જીવ સમૂહ તે લોક જાણવો. આ લોક શબ્દના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ અને પર્યાય એ આઠ નિક્ષેપા કહીને અપશસ્ત ભાવ-ઉદયવાળા જીવોનો અધિકાર અહીં જાણવો. જેટલા પણ જીવ પીડિત છે, તે સર્વે ક્ષીણ અને અસાર છે. કેમકે આ બધાં જીવ પથમિક આદિ પ્રશસ્ત ભાવરહિત છે અથવા મોક્ષના સાધનરૂપ રત્નત્રયી રહિત છે. ‘પરિધુન’ અર્થાત્ ક્ષીણતાના બે પ્રકાર છે. દ્રવ્ય પરિધુન, ભાવ પરિધુન, તેમાં દ્રવ્ય પરિધુનના બે ભેદ – (૧) સચિત્ત દ્રવ્યપરિધુન - જીર્ણશરીરી વૃદ્ધ કે જીર્ણ વૃા. (૨) અચિત પરિધુન - જીર્ણ વસ્ત્રાદિ. ભાવપરિધુન તે ઔદયિકભાવના ઉદયથી પ્રશસ્ત જ્ઞાનાદિ ભાવથી હીન. આ હીનતા અનંત ગુણોની પરિહાણીથી થાય છે. પાંચ, ચાર, ત્રણ, બે, એક ઇન્દ્રિયવાળા જીવો ક્રમચી જ્ઞાનહીન છે. તેમાં સૌથી ઓછા જ્ઞાનવાળા સૂક્ષમનિગોદના પિતા જીવો જે પ્રથમ સમયે ઉત્પન્ન થયેલા હોય તે જાણવા. કહ્યું છે કે, “સૌથી ઓછા જ્ઞાનવાળા જીવનો ઉપયોગ ભગવંત મહાવીરે સૂમ પિયતા નિગોદ જીવનો કહ્યો છે, તેમ જાણવું.” ત્યારપછી ક્રમશઃ અધિક અધિક જ્ઞાનની વૃદ્ધિ, લબ્ધિ નિમિત્તક કરણ સ્વરૂપ શરીર, ઇન્દ્રિયો, વાણી અને મનોયોગવાળા જીવોને હોય છે હવે પ્રશસ્તજ્ઞાનધુન જીવ વિષય-કષાયોથી પીડિત થઈને કેવો થાય તે બતાવે છે - મેતાર્ય મુનિની માફક તે જીવ ઘણી મુશ્કેલીએ ધર્માચરણનો સ્વીકાર કરે છે, કેમકે તે “દુ:સંબોધ” હોય છે અથવા બ્રહ્મદdયકીની માફક તેને બોધ આપવો મુશ્કેલ હોય છે કેમકે આવા જીવો વિશિષ્ટ જ્ઞાન-બોધથી હીન હોય છે. આવા જીવો શું કરે છે ? તે જણાવે છે - આ પૃથ્વીકાય જીવને અતિશય વ્યથા આપે છે. તેના પ્રયોજન માટે ખોદવા વગેરેથી કષ્ટ પહોંચાડે છે, તે માટે વિવિધ શસ્ત્રો વડે જીવોને ભય પમાડી ખેતી, ખાણખોદવી, ઘર બનાવવું આદિ કાર્યો માટે તે જીવોને પીડા કરે છે. હે શિષ્ય ! જુઓ, આ જગતમાં વિષય અને કષાયોથી વ્યાકુળ જીવ પૃથ્વીકાયને અનેક પ્રકારે દુઃખ આપે છે. અહીં વ્રતિકારે ‘વ્યથિત’ શબ્દના બે અર્થ લીધા-પીડા કરવી, ભય પમાડવો. ‘આતુર' શબ્દથી એમ સૂચવે છે કે - વિષય, કષાયથી પીડાયેલા જીવો પૃથ્વીકાય જીવોને વારંવાર પીડે છે. બહુવચન નિર્દેશથી આરંભ કરનારા ઘણા છે તેમ - કેટલાક ભિક્ષુઓ કહે છે “અમે સાધુ છીએ.” આવું કહેનારા અનેક પ્રકારના શોથી પ્રણવીકાય સંબંધી હિંસા કરે છે. તેમજ પૃdી આશ્રિત અન્ય અનેક જીવોની હિંસા કરે છે. - વિવેચન : જીવો જુદા જુદા ભાવે અંગુલના અસંખ્યય ભાગ સ્વદેહની અવગાહના વડે પૃથ્વીકાયને આશ્રીને રહ્યા છે. શાસ્ત્રકાર કહે છે કે પૃથ્વી એક જ દેવતારૂપ નથી, પણ પૃથ્વીકાય એક શરીરમાં એક જીવ હોવાથી તે “પ્રત્યેક' કહેવાય છે. અનેક જીવોના શરીર એકઠા થઈને જ તે દેખાય છે. સચેતન એવી આ પૃથ્વી અનેક પૃથ્વી જીવોનો પિંડ છે. આ પ્રમાણે જાણીને તેના આરંભથી નિવૃત્ત થનારને બતાવવા કહે છે લજા બે પ્રકારે છે : લૌકિક અને લોકોતર. વહુને સસરાની લn, સુભટને સંગ્રામની લજ્જા એ લૌકિક લજા છે. લોકોતર લજ્જા એ સતર પ્રકારનો સંયમ છે. કહ્યું છે કે લા, દયા, સંયમ, બ્રહ્મચર્ય આદિ એકાર્થક શબ્દો છે. લજ્જા એટલે સંયમ અનુષ્ઠાન રત અથવા પૃથ્વીકાયના સમારંભરૂપ અસંયમ અનુષ્ઠાનથી લજ્જા પામતા. (એવા) પ્રત્યક્ષજ્ઞાની અને પરોક્ષજ્ઞાની. તેમને લજ્જા પામતા તું જો - આમ કહીને શિષ્યને કુશલ અનુષ્ઠાન પ્રવૃત્તિ વિષય બતાવ્યો છે. કુતીર્થિઓ બોલે છે જુદું અને કરે છે જુદુ - બતાવાતા કહે છે કુતીર્થંકો કહે છે - અમે ગૃહરહિત હોવાથી ‘અણગાર' એટલે સાધુ છીએ. આવા શાક્યમત આદિના સાધુઓ જાણવા. તે કહે છે - અમે જ જીવરક્ષામાં તત્પર છીએ. અમે કપાયરૂપ અંધકારને દૂર કર્યો છે. ઇત્યાદિ પ્રતિજ્ઞા માત્ર બોલે છે. પણ વ્યર્થ જ બોલે છે. જેમ કોઈ ચોસઠ પ્રકારની માટીથી સ્નાન કરનાર વિવાદી કહે કે અમે અત્યંત પવિત્ર છીએ. પણ તેઓ ગાયના મૃત કલેવરને અપવિત્ર કહી ત્યાગ

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128