Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 44
________________ ૧/૧/૩/૨૦ જીવનપર્યન્ત સુરક્ષિત રાખે કેમકે પ્રાયઃ દીક્ષા સમયે સારા વર્ધમાન પરિણામ હોય છે. પછી સંયમ ગુણ શ્રેણિને પામ્યા બાદ તેના પરિણામ વધે, ઘટે કે અવસ્થિત રહે. તેમાં વૃદ્ધિકાળ કે હાનિકાળ એક સમયથી લઈને ઉત્કર્ષથી અંતર્મુહૂર્ત જાણવો તેથી વધારે કાળ સંકલેશ કે વિશુદ્ધિ હોતી નથી. કહ્યું છે કે આ જગમાં જીવોનો સંફ્લેશ કાળ અંતર્મુહૂર્તથી અધિક હોતો નથી અને વિશુદ્ધિકાળ પણ અંતર્મુહૂર્તથી અધિક હોતો નથી. આ આત્માનો પ્રત્યક્ષ અર્થ છે. બે ઉપયોગની પરિવૃત્તિ તે સ્વભાવથી જ હેતુરહિત છે, કેમકે સ્વભાવ તે આત્માથી જ પ્રત્યક્ષ છે અને ત્યાં હેતુ બતાવવા જ વ્યર્થ છે. વૃદ્ધિ - હાનિ સ્વરૂપ સંકલેશ અને વિશુદ્ધિના સવમધ્ય કે વજ્રમધ્યની વચ્ચે અવસ્થિતકાળ આઠ સમયનો હોય છે. પછી અવશ્ય ફેરફાર થાય છે. આ વૃદ્ધિ, હાનિ, અવસ્થિતરૂપનું પરિણામ નિશ્ચયથી કેવલી જાણે, પણ છાસ્ત્રો ન જાણે, જો કે પ્રવ્રજ્યા લીધા પછીના કાળમાં સિદ્ધાંત સાગરને અવગાહન કરતો સંવેગ-વૈરાગ્ય ભાવના ભાવિક અંતર આત્માવાળા કોઈ મુનિ વધતા પરિણામવાળા હોય જ છે. કહ્યું છે– 93 મુનિ જેમ-જેમ શ્રુતને અવગાહે, તેમ તેમ અતિશય રસના પ્રસરથી સંયુત અપૂર્વ આનંદને નવા નવા સંવેગની શ્રદ્ધા વડે પામે છે. તો પણ વૃદ્ધિ પરિણામવાળા જીવ થોડા અને પતીતપરિણામી જીવો વધુ હોય છે. તેથી કહીએ છીએ કે તે શ્રદ્ધાની પાલના કરે. તે પાલના શંકારહિતપણે કરે. શંકા બે પ્રકારે છે - સર્વશંકા, દેશશંકા, જિનેશ્વરનો માર્ગ છે કે નહીં ? તે સર્વશંકા છે, અકાયાદિમાં જીવો છે કે નહીં તે દેશશંકા. કેમકે તેમાં સ્પષ્ટ ચેતના સ્વરૂપ લક્ષણ દેખાતું નથી. ઇત્યાદિ શંકાને છોડીને સંપૂર્ણ પ્રકારે સાધુઓના ગુણોને સુરક્ષિત રાખે. અથવા વિસ્રોત બે પ્રકારે છે. નદી આદિના પ્રવાહમાં સામે જવું તે દ્રવ્યવિસોત અને મોક્ષમાર્ગ સ્વરૂપ સમ્યગ્દર્શનથી વિપરીત ગમન તે ભાવ વિસોત. તેને છોડીને સંપૂર્ણ અણગારના ગુણોને ભજનારો થાય, અથવા શ્રદ્ધાનું અનુપાલન કરે. ( અહીં સૂત્રમાં બે પાઠાંતર છે - વિદિત્ત વિક્ષોત્તિવ ને બદલે (૧) વિગદિત્ત પુસંગોન (૨) પૂર્ણિમાં પાઠ છે- તો સુપ્તિ વિશેત્રિય) અહીં પૂર્વસંયોગ એટલે માતાપિતા સાથે અને પાછલો સંબંધ તે સસરા આદિ સાથે. આ બંને સંયોગ છોડીને શ્રદ્ધાની અનુપાલના કરે. આવું અપૂર્વ અનુષ્ઠાન ફક્ત તમે જ કરો, એમ નહીં પૂર્વે અનેક મહાસત્ત્વશાળી જીવોએ પણ આ અનુષ્ઠાન પાલન કરેલ છે, તે બતાવે છે– • સૂત્ર-૨૧ : વીર પુરુષો મહાપથ-મોક્ષમાર્ગ પ્રતિ પુરુષાર્થ કરી ચૂક્યા છે. • વિવેચન : પરીષહ, ઉપસર્ગ, કષાયની સેનાના વિજયથી “વીર” અને સમ્યક્ દર્શનાદિ રૂપ મહાન્ પથ - મોક્ષમાર્ગ જે જિનેશ્વર આદિ સત્પુરુષો વિચર્યા છે તે માર્ગે વિનયી શિષ્યો સંયમ અનુષ્ઠાનમાં પ્રવર્તે. ઉપદેશ આપીને કહે છે કે લોક વગેરે છે. તમારી આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બુદ્ધિ અકાયના જીવ વગેરે વિષયોમાં અસંસ્કારી હોવાથી ન પહોંચે તો પણ ભગવંતની આજ્ઞા છે, તેથી માનવું જોઈએ, તે સૂત્રમાં કહે છે– • સૂત્ર-૨૨ : ભગવંતની આજ્ઞાથી અકાયના જીવોને જાણીને તેઓને ભયરહિત કરે. • વિવેચન : ૭૪ અહીં ‘લોક' શબ્દથી અકાયને જ લેવા. અકાયલોકને અને ‘ચ’ શબ્દથી અન્ય પદાર્થોને ‘આજ્ઞા’ વડે અર્થાત્ જિનવચનથી સારી રીતે જાણે કે આ ‘અકાય' આદિ જીવો છે. એમ માનીને તેમને કોઈ પ્રકારે ભય ન થાય એવો સંયમ પાળવો અથવા અદ્ભુતોમય એટલે અકાય જીવનો સમૂહ છે તે કોઈથી ભય ન વાંછે કેમકે તેમને પણ મરણની બીક લાગે છે. માટે ભગવાનની આજ્ઞાથી તેની રક્ષા કરવી. તેમની રક્ષા કરવા માટે શું કરવું તે કહે છે— • સૂત્ર-૨૩ : તે હું તને કહું છું . મુનિ સ્વયં અકાય જીવોના અસ્તિત્વનો નિષેધ ન કરે એ રીતે આત્માના અસ્તિત્વનો પણ નિષેધ ન કરે. જે કાયનો અટ્લાપ કરે છે, તે આત્માનો અટ્લાપ કરે છે, જે આત્માનો અટ્લાપ કરે છે તે અકાયનો અાપ કરે છે. • વિવેચન : ‘સે' એટલે ‘તે' હું અથવા ‘તને' કહું છું - તમે સ્વયં અકાય જીવોનો અપલાપ ન કરો. ‘અભ્યાખ્યાન' એટલે અસત્ આરોપ.' જેમકે અચોરને ચોર કહેવો. અકાય જીવ નથી તેમ કહે, તે ઘી, તેલ આદિ માફક માત્ર ઉપકરણ છે. આ અસત્ આરોપ છે. કેમકે તેથી હાથી વગેરે જીવો પણ ઉપકરણ થઈ જશે. શંકા - આ રીતે તમે અજીવોને જીવપણું આપો છો એ જ અભ્યાખ્યાન છે. સમાધાન - અમે પૂર્વે પાણીમાં સચેતનતા સિદ્ધ કરી જ છે. જેમ આ શરીરનો ‘હું’ વગેરે હેતુ સહિત આત્મા અધિષ્ઠિત છે એમ પૂર્વે સિદ્ધ કર્યું છે, તેમ કાયને પણ પૂર્વે અવ્યક્ત ચેતન વડે સચેતન સિદ્ધ કર્યો છે. સિદ્ધ કરેલાને અભ્યાખ્યાન કહેવું તે ન્યાય નથી. તેથી શરીરમાં રહેલ, ‘હું’ પદથી સિદ્ધ અને જ્ઞાનગુણથી યુક્ત આત્માનો અટ્લાપ ન કરવો. શંકા - શરીરનો અધિષ્ઠાતા આત્મા છે તેવું કેમ માનવું ? સમાધાન - તમે ભૂલી જાઓ છો કે આ વાત અમે પહેલા પણ કહી છે, સાંભળો આ શરીર કફ લોહી અંગ અને ઉપાંગ આદિની અભિસંધિ સાથે પરિણમનથી કોઈ જીવે પણ અન્ન આદિ માફક બનાવેલ છે તથા આ શરીરનું અન્ન અને મળની માફક વિસર્જન પણ કોઈક જીવ કરે છે. જ્ઞાનની ઉપલબ્ધિપૂર્વકનું સ્પંદન પણ ભ્રાંતિરૂપ નથી. કેમકે પરિસ્કંદ થવાથી તમારા વચનની જેમ તે બદલાય છે. તથા શરીરમાં રહેલા અધિષ્ઠાતાના વ્યાપારવાળી ઇન્દ્રિયો દાંતરડાની જેમ ક્રિયાશીલ હોય

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128