Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 37
________________ ૧/૧/ર/ભૂમિકા ૬o તેને અયિત ન ગણાય. તે જ પ્રમાણે પૃથ્વીકાયમાં પણ અવ્યકત ચેતનાની સંભાવના માનવી જોઈએ. પ્રશ્ન • અહીં દારુ પીધેલામાં શ્વાસોશ્વાસ વગેરે અવ્યક્ત ચેતનાનું ચિહ છે, પણ પૃથ્વીકાયમાં તો તેવું ચિન્હ દેખાતું નથી. (સમાધાન)ના તેમ નથી. પૃથ્વીકાયમાં પણ મસાની માફક સમાન જતિવાળા લતાના ઉદભેદોથી ચેતનાનું ચિન્હ છે. જે પ્રકારે અવ્યક્ત ચેતનાવાળી વનસ્પતિમાં ચેતનાના ચિન્હ જોવા મળે છે, તે જ પ્રમાણે અહીં પૃથ્વીકાયમાં પણ ચેતનાના ચિન્હનો સ્વીકાર કરવો જોઈએ. વનસ્પતિમાં તો વિશિષ્ટ ઋતઓમાં પુષ્પ, ફળ ઉત્પન્ન થવાથી સ્પષ્ટ ચૈતન્ય જોવાય છે. એ રીતે અવ્યકત ઉપયોગાદિ લક્ષણના સભાવથી પૃથ્વી પણ સચિત છે. શંકા - પત્થરની પાટ વગેરે કઠણ પદગલવાળાને ચેતના ક્યાંથી હોય ? [નિ.૮૫] જેમ શરીરમાં રહેલ હાડકું કઠણ છે, પણ સચેતન છે તે રીતે કઠણી પૃથ્વીના શરીરમાં પણ જીવ છે. હવે પરિણામ દ્વારને જણાવે છે - [નિ.૮૬] પૃથ્વીકાય ચાર પ્રકારે છે - બાદર પયપ્તિ, બાદર અપયd, સૂક્ષ્મ અપયપ્તિ, સૂક્ષ્મપર્યાપ્ત. તેમાં બાદરપતિ સંવર્તિત લોકપ્રહરના અસંખ્યય ભાગના પ્રદેશ સશિ પ્રમાણ છે. બાકીની ત્રણ રાશીઓ પ્રત્યેક છે તે અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે અને નિર્દિષ્ટક્રમે તે ઉત્તરોત્તર અધિક હોય છે. બાદર પૃથ્વીકાય પર્યાપ્તા સૌથી થોડાં છે, તેના કરતાં બાદર અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, તેના કરતા સૂક્ષ્મ પિયક્તિા અસંખ્યાત ગુણા, તેનાથી સૂક્ષમ પયતા પૃથ્વીકાય (અ)સંખ્યાતગુણા છે. હવે બીજી રીતે ત્રણ મશિનું પરિમાણ કહે છે– [નિ.૮] જે પ્રકારે “પ્રસ્થથી કોઈ મનુષ્ય બધા ધાન્યને માપે, એ પ્રમાણે સદ્ભાવ પ્રજ્ઞાપના સ્વીકારીને આ લોકને ‘કુડd'રૂપ કરીને મધ્યમ અવગાહનાવાળા પૃથ્વીકાય જીવોની જો કોઈ સ્થાપના કરે તો અસંખ્યલોક પૃથ્વીકાયથી ભરાઈ જાય. હવે બીજા પ્રકારે પરિમાણને બતાવે છે| [નિ.૮૮] લોકાકાશના પ્રદેશમાં એક એક પૃથ્વીકાયનો જીવ સ્થાપીએ તો અસંખ્યાત લોક ભરાઈ જાય. હવે કાળથી પરિમાણ બતાવતા ક્ષેત્ર અને કાળનું સૂક્ષ્મ-બાદપણું [નિ.૮૯] સમયરૂપ કાળ અત્યંત સૂક્ષ્મ છે. તેનાથી ક્ષેત્ર ઘણું જ સૂક્ષ્મ છે. કેમકે એક આંગળ શ્રેણી માત્ર પણ ક્ષેત્રના પ્રદેશોને એક એક સમયે ખસેડીએ તો અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીઓ ચાલી જાય. તેથી કાળથી પણ ફોગ સૂક્ષમતા છે. હવે કાળથી પૃથ્વીકાયનું પરિમાણ બતાવે છે [નિ.૯૦] પૃથ્વી જીવોને પૃથ્વીકાયમાં પ્રતિસમયે પ્રવેશ અને નિર્ગમન થયા કરે છે. એક સમયમાં કેટલાનો પ્રવેશ અને વિક્રમણ થાય છે ? આ પ્રમાણે કાળથી આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ છે અને નાશ પામે છે. અસંખ્યય લોકાકાશ પ્રદેશ પ્રમાણો પૃથ્વીપણે પરિણામ પામેલા છે અને કાયસ્થિતિ પણ છે. મરી મરીને અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પરિમાણ કાળ ત્યાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ક્ષેત્ર અને કાળચી પરિમાણ કહીને તેનો પરસ્પર અવગાહ કહે છે [નિ.૧] બાદરપૃથ્વીકાય પર્યાપ્તિો જીવ જે આકાશખંડમાં રહ્યો છે, તે જ આકાશખંડમાં બીજા બાદરપૃથ્વીકાયનું શરીર પર રહેલ છે. બાકીના પિયક્તિા જીવો પર્યાપ્તાને આશ્રીને અંતરરહિત પ્રક્રિયા વડે ઉત્પન્ન થાય છે. તે પર્યાપ્તાના અવગાઢ આકાશ પ્રદેશમાં સાથે રહે છે અને જે સૂક્ષ્મ જીવો છે, તે તો બધા લોકમાં રહેલા છે. હવે ઉપભોગ દ્વાર કહે છે [નિ.૨,૯૩] પૃથ્વીકાયનો ઉપભોગ મનુષ્ય આ પ્રમાણે કરે છે - ચાલવું, ઉભા રહેવું, નીચે બેસવું, સુવું, પુતળા બનાવવા, ઉચ્ચાર, પેશાબ, ઉપકરણ મૂકવા, લીંપવું, ઓજાર-દાગીના લેવા-વેચવા, ખેતી કરવી, વાસણ બનાવવા વગેરે, જો એમ છે તો શું કરવું ? | [નિ.૯૪] આ ચાલવા વગેરે કારણોથી પૃથ્વીજીવોની હિંસા કરે છે. શા માટે ? તે કહે છે - જે જીવો પોતાના સુખને ઇચ્છે છે અને બીજાનું દુ:ખ ભૂલે છે, કેટલાક દિવસ રમણીય ભોગની આશાથી ઇન્દ્રિયોના વિકારથી વિમૂઢ ચિતવાળા લોકો પૃથ્વી જીવોને દુઃખ આપે છે અને પૃથ્વીકાય આશ્રિત જીવોની અશાતા સ્વરૂપ દુ:ખોની ઉદીરણા કરે છે. આ રીતે ભૂમિના દાનથી શુભફળની પ્રાપ્તિ લોકમાં માન્ય હશે, પણ લોકોત્તર ધર્મચી તો તે વિરાધના જ છે. હવે શ દ્વાર કહે છે - જેના વડે કિયા થાય છે તે શસ્ત્ર. તે બે ભેદે છે. દ્રવ્યશા અને ભાવશા. દ્રવ્ય શસ્ત્રના બે ભેદ • સમાસ અને વિભાગ. તેમાં ‘સમાસ'ને કહે છે– (નિ.૫] હળ, કોષ, ઝેર, કોદાળો, આલિત્રક, મૃગશૃંગ, લાકડું, અગ્નિ, વિટા, મૂસ. આ બધા સંક્ષેપથી દ્રવ્યશસ્ત્ર છે. હવે વિભાગથી દ્રવ્યશા કહે છે. [નિ.૯૬] વિભાગ દ્રવ્યશસ્ત્રના મુખ્ય ત્રણ ભેદ છે સ્વકાય, પરકાય, ઉભયકાય. ૧. સ્વકાય શસ્ત્ર- કંઈક અંશે પૃથ્વીનું શસ્ત્ર પૃથ્વી જ બને, ૨. પકાયશસ્ત્ર- પાણી વગેરેથી પૃથ્વીકાય હણાય. 3. ઉભયકાયશસ્ત્ર - પાણીથી ભીંજાયેલ પૃથ્વી બીજી પૃથ્વીને હણે. આ બધા દ્રવ્યશસ્ત્ર છે. દુwયુક્ત મન, વચન, કાયા રૂપ અસંયમ એ ભાવશ છે. હવે વેદના દ્વારને જણાવે છે [નિ.૯] જેમ પગ વગેરે અંગ-ઉપાંગના છેદન ભેદનથી માણસને દુઃખ થાય છે, તેમ પૃથ્વીકાયને પણ તે રીતે વેદના જાણવી. જો કે પૃથ્વીકાયને પગ, માથું, ગરદન વગેરે અંગો નથી. પણ તેમને શરીરના છેદનરૂપ વેદના તો છે જ. તે બતાવે છે (નિ.૯૮] પૃથ્વીકાયનો આરંભ કરનારા કેટલાંક પુરુષો તે જીવોની વેદના કહેવાય છે. એક સમયે અસંખ્યાત લોકાકાશ પ્રદેશના પરિમાણવાળા જીવો ઉત્પન્ન થાય

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128