Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 36
________________ ૧/૧/૨/ભૂમિકા વગેરે બધા વર્ણમાં જાણવું. તે પ્રમાણે રસ, ગંધ અને સ્પર્શમાં પણ જાણવું. વર્ણ આદિના પરસ્પર સંયોગથી ધૂસર, કેશરી, કર્નુર આદિ બીજા વર્ણોની ઉત્પત્તિ થાય છે. એ પ્રમાણે વિચારતા વર્ણ આદિના પ્રત્યેકમાં પ્રકર્ષ, અપકર્ષથી પરસ્પર તુલના વડે અનેક પૃથ્વી ભેદો જાણવા. હવે પૃથ્વીકાયના બીજા પણ પર્યાપ્તક આદિ ભેદોને કહે છે– ૫૭ [નિ.૭૯] બાદર પૃથ્વીકાયના પર્યાપ્ત, અપર્યાપ્તા બે ભેદ છે. સૂક્ષ્મ પૃથ્વીકાયના પણ પર્યાપ્તા અને અપર્યાપ્તા બે ભેદો છે. બાદર પૃથ્વીકાયના ભેદો બતાવ્યા તે જેટલા પર્યાપ્તાના છે તેટલા જ અપર્યાપ્તાના છે. આ તુલ્યતા ભેદને આશ્રીને જાણવી. જીવોને આશ્રીને નહીં. કેમકે એક પર્યાપ્તાને આશ્રીને અસંખ્યાત અપર્યાપ્તા હોય છે. સૂક્ષ્મ પણ પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે ભેદે જાણવા. પણ તેમાં એક અપર્યાપ્તાની નિશ્રાએ અસંખ્યાત પર્યાપ્તા નિશ્ચયથી જાણવા. આહાર, શરીર, ઇન્દ્રિયો, શ્વાસોચ્છ્વાસ, વચન અને મનનું નિર્માણ કરનાર છ પર્યાપ્તિ જાણવી. જન્માંતરથી આવીને ઉત્પન્ન થનાર જીવ સર્વ પ્રથમ પુદ્ગલોનું ગ્રહણ કરવાથી “કરણ'' બને છે અને તે કરણથી જ આહાર લઈને ખલરસ આદિ રૂપ પરિણામ ઉત્પન્ન કરે છે. આ કરણ વિશેષને ‘આહાર પર્યાપ્તિ' કહે છે. આ પ્રમાણે બીજી પાંચ પર્યાપ્તિ જાણવી. તેમાં એકેન્દ્રિય જીવોને આહાર, શરીર, ઇન્દ્રિય અને ઉચ્છ્વાસ નામની ચાર પર્યાપ્તિઓ છે. આ ચાર પર્યાપ્તિઓને જીવ અંતર્મુહૂર્તમાં ગ્રહણ કરે છે. જે ચારે પર્યાપ્તિને પૂર્ણ કરે છે તે જીવ પર્યાપ્તક કહેવાય છે અને જે પૂર્ણ નથી કરતા તે અપર્યાપ્તક જીવ છે. પૃથ્વીકાયનો વિગ્રહ – “પૃથ્વી જ જેની કાય છે તે.” જે રીતે સૂક્ષ્મ, બાદર ભેદો સિદ્ધ થાય છે, તથા પ્રસિદ્ધ ભેદો દૃષ્ટાંતથી કહે છે– [નિ.૮૦] જે પ્રકારે વૃક્ષ, ગુલ્મ, લતા, વલ્લી, વલય આદિમાં જુદાજુદાપણું દેખાય છે, એ જ રીતે પૃથ્વીકાયમાં પણ વિવિધતા જાણવી. તેમાં આંબો આદિ વૃક્ષ છે, વેંગણ, શલ્લકી, કપાસ આદિ ગુચ્છ છે, નવમલ્લિકા, કોરંટક વગેરે ગુલ્મ છે, પુન્નાગ, અશોકલતા આદિ લતા છે. તુરીયા, વાલોર, કોશાતકી વગેરે વલ્લી છે. કેતકી, કેળ વગેરે વલય છે. ફરી પણ વનસ્પતિના ભેદના દૃષ્ટાંતથી પૃથ્વીના ભેદો કહે છે. [નિ.૮૧] જેમ વનસ્પતિના ઔષધિ વગેરે ભેદ છે, તેમ પૃથ્વીકાયના પણ જાણવા, તેમાં શાલિ આદિ ઔષધિ, દર્ભ આદિ તૃણ, પાણિ ઉપરના મેલ રૂપ શેવાળ, લાકડા આદિ પરની લીલ, ફુગ તે પનક જે પંચવર્ષીની હોય છે, સૂરણકંદ આદિ કંદ, ઉશીર આદિ મૂળ. આ બધાં સૂક્ષ્મ હોવાથી તેના એક, બે વગેરે ભેદ થતા નથી. (દેખાતા નથી) હવે જેની સંખ્યા થઈ શકે તે બતાવે છે - (જે દેખાય છે તે કહે છે.) આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ [નિ.૮૨] એક, બે, ત્રણ ચાવત્ સંખ્યાત જીવો જ્યાં એક સાથે એક એક શરીરમાં રહેતા હોવા છતાં દેખાતા નથી, પણ જ્યાં પૃથ્વીકાયના અસંખ્ય જીવ એકઠાં થાય છે, ત્યારે જે ચર્મચક્ષુવાળા પ્રાણી તેને જોઈ શકે છે. પણ આ પૃથ્વીકાયમાં પણ જીવ છે, એવું કઈ રીતે જાણવું ? તેનો ઉત્તર આપે છે કે - પૃથ્વીકાયમાં રહેલ શરીરની ઉપલબ્ધિથી તે શરીરમાં રહેનાર આત્માની પ્રતીતિ થાય છે. જેમ ગાય, ઘોડા વગેરેની પ્રતીતિ થાય છે તેમ અહીં પણ જાણવું. આ વાતને હવે જણાવે છે– [નિ.૮૩] અસંખ્ય પૃથ્વી, કંકર આદિ બાદરશરીરવાળા પૃવીકાય જીવ શરીરના દ્વારા જ પ્રત્યક્ષ થાય છે. બાકીના સૂક્ષ્મશરીરવાળા પૃથ્વીકાય જીવો જગમાં છે, પણ તે માત્ર જિનવચનથી જ ગ્રાહ્ય થાય છે, કેમકે તે ચક્ષુ વડે દેખાતા નથી. અહીં નિર્યુક્તિમાં જે ‘સ' શબ્દ છે તેનો અર્થ ચક્ષુનો “વિષય” કરવો. પ્રરૂપણા દ્વાર પૂર્ણ થયું. હવે લક્ષણ દ્વાર કહે છે— [નિ.૮૪] ઉપયોગ, યોગ, અધ્યવસાય, મતિ અને શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન, આઠ કર્મોનો ઉદય, લેશ્યા, સંજ્ઞા, ઉચ્છ્વાસ અને કષાય પૃથ્વીકાયમાં હોય છે. તેમાં— (૧) ઉપયોગ - પૃથ્વીકાયાદિ જીવોમાં ચાનર્ધિનિદ્રાના ઉદયથી જ્ઞાન-દર્શન સ્વરૂપ અવ્યક્ત ઉપયોગ શક્તિ હોય છે. એ જ રૂપે ઉપયોગ લક્ષણ છે. (૨) યોગ - માત્ર કાયયોગ છે. ઔદારિક, ઔદારિક મિશ્ર તથા કાર્યણરૂપ કાયયોગ છે, જે કર્મવાળા જીવને વૃદ્ધ માણસની લાકડી સમાન આલંબનરૂપ છે. (૩) અધ્યવસાય - આત્માનો સૂક્ષ્મ પરિણામ છે. તે જ લક્ષણ છે. જે મૂર્છિત મનુષ્યના મનમાં થનારા ચિંતન સ્વરૂપ છે, પરંતુ તેને છદ્મસ્થ જીવો જાણી શકતા નથી. (૪) મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન - પૃથ્વીકાયિક જીવોને સાકાર ઉપયોગ સ્વરૂપ હોય. પ (૫) અયદર્શન - સ્પર્શ ઇન્દ્રિય વડે અચક્ષુદર્શન પામેલા જાણવા. (૬) આઠકર્મો - આઠે પ્રકારના કર્મોના ઉદયની અને બંધની ભજના હોય. (૭) લેશ્યા - અધ્યવસાય સ્વરૂપ કૃષ્ણ, નીલ, કાપોત, વૈજસ્ લેશ્યા તેમને હોય. (૮) સંજ્ઞા - આહારાદિ દશ સંજ્ઞા અને (૯) સૂક્ષ્મ શ્વાસોચ્છવાસ હોય છે. – કહ્યું છે કે, હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવો શ્વાસ વગેરે લે છે ? હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવો અટક્યા વિના સતત શ્વાસ, નિઃશ્વાસ આદિ લે છે. (૧૦) કષાય - પૃથ્વીકાયિક જીવોને સૂક્ષ્મ ક્રોધાદિ કષાયો પણ હોય છે. આ પ્રમાણે પૃથ્વીકાયિક જીવોમાં જીવલક્ષણરૂપ ઉપયોગાદિ બધાં ભાવ હોય છે અને તે જીવ લક્ષણ સમૂહયુક્ત હોવાથી મનુષ્ય માફક પૃથ્વીકાય પણ સચિત્ત છે. પ્રશ્ન - આ તમે અસિદ્ધ વડે જ અસિદ્ધને સિદ્ધ કર્યું. કેમકે ઉપયોગ આદિ લક્ષણ પૃથ્વીકાયમાં પ્રગટ દેખાતા નથી. (ઉત્તર) સત્ય છે. પણ પૃથ્વીકાયમાં આ લક્ષણો અવ્યક્ત હોય છે જેમકે - કોઈ માણસ ઘણો જ નસો ચડે તેવું મદિરા પાન કરે, તેનું ચિત્ત વ્યાકુળ થતાં પ્રગટ ભાન ન રહે પણ અવ્યક્ત ચેતના હોય જ. તેથી

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128