Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 31
________________ ૧/૧/૧/૫ લોકવાદી, કર્મવાદી અને ક્રિયાવાદી છે. • વિવેચન - 'મ' એટલે જે પૂર્વે નાક, તિર્યંચ, મનુષ્ય, દેવતા આદિ ભાવદિશામાં અને પૂર્વ દિશાદિ પ્રજ્ઞાપક દિશામાં ભમેલો છે. એવા તે અક્ષણિક, અમૂર્ત આદિ લક્ષણવાળો પોતાને જાણે છે, તે આત્મવાદી છે. જે આવા આત્માને *ક ન સ્વીકારે તે અનાત્મવાદી જાણવા જેઓ આત્માને સર્વવ્યાપી, નિત્ય કે ક્ષણિક માને છે તે પણ અનાત્મવાદી છે. કેમકે સર્વવ્યાપી આત્માને નિષ્ક્રિયપણું હોવાથી બીજા ભવમાં સંક્રાંતિ ન થાય, વળી અપચ્યુત, અનુત્પન્ન, સ્થિર અને એક સ્વભાવ એ નિત્યનું લક્ષણ હોવાથી આત્માને જો નિત્ય માને તો મરણનો અભાવ થાય અને ભવાંતર ગમન પણ ન થાય. જો સર્વથા ક્ષણિક માનવામાં આવે તો આત્માના નિર્મૂળ વિનાશથી, “તે જ હું” આવું પૂર્વ-ઉત્તર અનુસંધાન ન થાય. જે આત્મવાદી છે, તે જ પરમાર્થથી લોકવાદી છે. કેમકે “જે જુએ તે લોક”. લોક એટલે પ્રાણિગણ. લોકને કહે તે લોકવાદી. આ વચન વડે અદ્વૈતવાદનું ખંડન કરીને આત્મા અનેક છે, તે વાત સિદ્ધ કરી. જો “લોકાપાતી' શબ્દ લઈએ તો લોક એટલે ચૌદરાજલોક ક્ષેત્ર કે તેમાં રહેલ પ્રાણીંગણ. આમ કહી વિશિષ્ટ આકાશખંડને લોક કહ્યો. તેમાં જીવાસ્તિકાય હોવાથી, લોકમાં જીવોનું ગમનાગમન સૂચવાય છે. તે જ જીવ દિશા વગેરેમાં જવાના જ્ઞાન વડે આત્મવાદી અને લોકવાદી યુક્ત છે. તે અસુમાન (પ્રાણ ધારણ કર્તા) કર્મવાદી છે. જે જ્ઞાનાવરણીયાદિ કર્મ છે તેને કહેવાના સ્વભાવવાળા કર્મવાદી છે. કેમકે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગોથી પહેલા પ્રાણીઓ ગતિ-આગતિના કર્મને ગ્રહણ કરે છે, પછી વિરૂપ રૂપવાળી યોનિઓમાં ઉત્પન્ન થાય છે. આ કર્મ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશરૂપ છે. આ વચનથી કાળ યચ્છા, નિયતિ, ઇશ્વર, આત્મવાદી જે એકાંતવાદી છે, તેમનું ખંડન કરેલ છે. જે કર્મવાદી છે તે જ ક્રિયાવાદી છે. કેમકે યોગ નિમિત્તે કર્મ બંધાય છે. યોગ એટલે વ્યાપાર અને વ્યાપાર ક્રિયારૂપ છે. તેથી કાર્યરૂપ કર્મને કહેવાથી તેના કારણભૂત ક્રિયાનું પણ વાસ્તવમાં કથન કરનાર હોવાથી તે ક્રિયાવાદી છે. ક્રિયાનું કર્મ નિમિતપણું આગમમાં પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે – જીવ સદા સમિત વધે છે કે વધારે વધે છે, ચાલે છે, ફકે છે, સંઘતિ થાય છે કે ગતિ કરે છે, તે તે ભાવને જ્યાં સુધી પરિણમે છે ત્યાં સુધી તે આઠ પ્રકારનો, સાત પ્રકારનો, છ પ્રકારનો કે એક પ્રકારનો કર્મબંધ કરે છે અને બંધ વિનાનો પણ થાય છે આ પ્રમાણે કહેવાથી એ સિદ્ધ થાય છે કે જે કર્મવાદી છે તે જ ક્રિયાવાદી છે. એમ કહેવાથી સાંખ્યમતવાળા જે આત્માને અક્રિય માને છે, તેમનું ખંડન કર્યું છે. હવે પૂર્વોક્ત આત્મપરિણતરૂપ ક્રિયાને વિશિષ્ટ કાળને કહેનારા ‘' પદથી નિર્દિષ્ટ આત્માને તે જ ભવમાં અવધિ, મન:પર્યવ, કેવળ, જાતિસ્મરણ જ્ઞાન એ ચાર વિશિષ્ટ સંજ્ઞા સિવાય પણ ત્રણે કાળમાં સ્પર્શનાર મતિજ્ઞાન વડે સદ્ ભાવનું જાણપણું આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બતાવવાને માટે સૂત્રકાર કહે છે– • સૂત્ર-૬ ઃ મેં કર્યું છે, હું કરાવું છું અને અન્ય કરનારને અનુમોદન આપીશ. • વિવેચન : અહીં ભૂત, વર્તમાન, ભવિષ્યકાળની અપેક્ષાએ કરવું, કરાવવું અને અનુમોદવું એમ નવ વિકલ્પો થાય છે. તે આ પ્રમાણે - (૧) મેં કર્યું, (૨) મેં કરાવ્યું, (૩) કર્તાનું અનુમોદન કર્યું, (૪) હું કરું છું, (૫) હું કરાવું છું, (૬) કરનારને અનુમોદુ છું, (૭) હું કરીશ, (૮) હું કરાવીશ, (૯) કરનારને અનુમોદીશ. તેમાં પહેલો અને છેલ્લો બે ભેદ સૂત્રમાં લીધા જ છે. તેથી કરીને બાકીના ભેદ તેની મધ્યે આવી ગયા સમજી નવ ભેદોનું ગ્રહણ થયું છે. આ જ અર્થને પ્રગટ કરવા સૂત્રમાં બીજા વિકલ્પનો નિર્દેશ “હું કરાવીશ'' એ સૂત્ર વડે લીધો છે. આ નવે ભેદો માટે સૂત્રમાં બે ‘ત્ર' કાર અને “અવિ’” શબ્દના ગ્રહણથી તે નવ ભેદો સાથે મન, વચન, કાયાથી વિચારતા કુલ ૨૭ ભેદો થશે. તે આ પ્રમાણે - ‘મેં કર્યું’ અહીં ‘હું’ શબ્દ વડે આત્માનો ઉલ્લેખ કરી, વિશિષ્ટ ક્રિયાના પરિણામરૂપ આત્મા બતાવ્યો છે. તેનો ભાવાર્થ એ છે કે, તે જ હું કે જેના વડે મેં આ દેહાદિની પહેલા યુવાવસ્થામાં ઇન્દ્રિયને વશ પડેલા વિષયરૂપ વિષ વડે મોહિત થયેલા અંધ ચિત્ત વડે તે તે અકાર્યના અનુષ્ઠાનમાં તત્પર થઈને મને ગમ્યું તેવું અનુકૂળ કાર્ય કે ક્રિયા કરી. કહ્યું છે કે– વૈભવના મદથી પ્રેરિત મેં યૌવનના અભિમાનથી જે જે કૃત્યો કર્યા છે, તે બધા વૃદ્ધાવસ્થામાં યાદ આવીને હૃદયમાં શલ્ય માફક ખટકે છે. તથા “મેં કરાવ્યું' એ વાક્યથી - અકાર્ય મેં પ્રવર્તતા બીજાને જોઈને મેં પ્રવૃત્તિ કરાવી તથા કરનારની મેં અનુમોદના કરી, આ રીતે ભૂતકાળ સંબંધી ત્રણ વિકલ્પો થયા. ‘હું કરું છું’ ઇત્યાદિ વચનત્રિકથી વર્તમાનકાળ સૂચવ્યો તથા કરીશ, કરાવીશ, કરનારને અનુમોદીશ એ વચન વડે ભવિષ્યકાળ સૂચવ્યો. આ ત્રણ કાળને સ્પર્શનારા વાન વડે શરીર, ઇન્દ્રિયથી ભિન્ન આત્મા ભૂતવર્તમાન-ભવિષ્ય સંબંધી કાળ પરિણામરૂપે આત્માના અસ્તિત્વનું જાણપણું સૂચવે છે. આ જાણપણું એકાંત ક્ષણિકવાદી કે નિત્યવાદીને ન સંભવે તેથી આ સૂત્ર વડે તેમનું ખંડન કર્યું છે. આત્માનું ક્રિયાના પરિણામ વડે પરિણામપણું સ્વીકાર્યું છે તેથી ક્ષણિકવાદી આદિના મત ખંડન થયા અને તે મુજબ સંભવ અનુમાનથી અતીત, અનાગત ભાવોમાં પણ આત્માનું અસ્તિત્વ જાણવું અથવા આ ક્રિયા ભેદોના પ્રતિપાદનથી કર્મના ઉપાદાનરૂપ એવી ક્રિયાઓનું સ્વરૂપ બતાવેલું જાણવું. હવે “ક્રિયા આટલી જ છે કે બીજી પણ ક્રિયા છે ?” તેનો ઉત્તર સૂત્રકારશ્રી કહે છે

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128