Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 33
________________ ૧/૧/૧/૯ ધારણ કરીને આત્મા ભ્રમણ કરે છે. સતત બાંધેલા પૂર્વોક્ત તીવ્ર પરિણામવાળા નરકના દુ:ખો ભોગવે છે. તિર્યંચ યોનિમાં ભય, ભૂખ, તરસ, વઘ, માર વગેરે ઘણાં દુઃખો અને થોડાં સુખો ભોગવે છે. મનુષ્યના સુખ દુઃખમાં મન અને શરીરને શ્રીને ઘણાં વિકલ્પો છે. દેવોને સુખ તો છે પણ તેમને મન સંબંધી થોડું દુ:ખ પણ છે. કર્મના પ્રભાવથી દુ:ખી આત્મા મોહરૂપ અંધકારથી અતિશય ગહન આ સંસારવનના કઠિન માર્ગમાં અંધની માફક ભટકતો જ રહે છે. મોહથી ઘેરાયેલો આ જીવ દુ:ખને નિવારવા અને સુખની ઇચ્છાથી કરીને પણ પ્રાણિવધ આદિ અનેક દોષોનું સેવન કરે છે. એ રીતે જીવ ઘણા પ્રકારના કમને બાંધે છે. તે કમથી ફરી અગ્નિમાં જ પ્રવેશ કરે છે. એ પ્રમાણે જીવ કરી ફરીને કમને બાંધતો અને ભોગવતો સુખની ઇચ્છામાં ઘણા દુ:ખવાળા સંસારમાં ભમે છે. આ પ્રમાણે સંસારસાગરમાં ભમતા દુર્લભ મનુષ્યપણું પામે. પછી વિશાળ સંસારમાં વિનરૂપ ધાર્મિકત્વ અને દુકર્મની બહુલતાવાળો હોય છે. (પછી) આદિશ, ઉત્તમકુળ, સારું રૂપ, સમૃદ્ધિ, દીર્ધ આયુ, આરોગ્ય તથા સાધુઓનો સમાગમ, શ્રદ્ધા, ધર્મશ્રવણ, તિણ મતિ આદિ પામવા દુર્લભ છે. તે પ્રાપ્ત થાય તો પણ દેઢ મોહનીય કર્મયી કુપગમાં પડેલા જીવોને આ જગત્માં જીનેશ્વરે કહેલો સન્માર્ગ પામવો ઘણો મુશ્કેલ છે. અથવા જે પુરુષ બધી દિશા-વિદિશામાં અનુસંચરે છે. અનેક રૂપવાળી યોનિઓમાં દોડે છે અને વિરૂપ રૂપોના સ્પર્શી અનુભવે છે તે મનુષ્ય કર્મબંધની ક્રિયાથી અજ્ઞાત હોવાથી મન, વચન, કાયા વડે કર્મ કરે છે. તે જાણતો નથી કે કરેલા, કરાતા અને કરાનારા કર્મો જીવોને દુ:ખ દેવા રૂપ અને સાવધ છે, બંધનના હેતુ છે, તેથી અજ્ઞાનદશામાં જ તે જીવોને પીડા કસ્બારા કૃત્યોમાં પ્રવર્તે છે અને તેનાથી આઠ પ્રકારના કર્મોનો બંધ કરે છે. તેના ઉદયથી અનેક રૂપવાળી યોનિમાં અનુકમે અવતરે છે અને વિરૂપ રૂપવાળા સ્પર્શી અનુભવે છે. જો આમ જ છે તો શું કરવું ? તે સૂત્રકાર કહે છે• સૂત્ર-૧૦ :આ કર્મ સમારંભના વિષયમાં ભગવંતે “પરિજ્ઞા' કહી છે. • વિવેચન : ઉપરોક્ત વ્યાપારને મેં કર્યો છે, કરું છું અને કરીશ એવી જે આત્મ પરિણતિ છે, તે સ્વભાવથી મન, વચન, કાયા, સ્વરૂપ કાર્યોમાં પરિજ્ઞાન તે પરિજ્ઞા છે અને તે પ્રકર્ષથી પ્રશસ્ત છે એમ વીર વર્ધમાન સ્વામીએ કહ્યું છે. એમ સુધમસ્વિામી જંબૂસ્વામીને કહે છે. આ પરિજ્ઞા બે પ્રકારની છે - જ્ઞ પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા. જ્ઞ પરિજ્ઞા - એટલે સાવધ વ્યાપારી કર્મબંધ થાય છે, એમ જાણવું તે. પ્રત્યાખ્યાન પરિજ્ઞા - એટલે કર્મબંધના હેતુભૂત સાવધ યોગોનો ત્યાગ કસ્યો. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ [નિ.૬] તેમાં એટલે ક્રિયાથી બંધાતા કર્મમાં શું થયું તે કહે છે - નિયુક્તિમાં કર્યું અને કરીશ” પદોથી ભૂતકાળ અને ભવિષ્યકાળ લીધો. તેથી મધ્યમાં રહેલ વર્તમાનકાળ પણ આવી જાય છે. તેમજ કરવા સાથે કરાવવું અને અનુમોદવેનો સંગ્રહ થતા નવ ભેદો થયા તે રૂપ આત્મપરિણામથી યોગ સ્વરૂપ માનેલ છે. અહીં આત્મ પરિણામ સ્વરૂપ આ નવ ક્રિયાઓ વડે કર્મબંધનો વિચાર કરેલ છે. કહ્યું છે કે, “યોગ નિમિતે કર્મબંધ થાય છે.” આ વાત અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન કે જાતિસ્મરણ જ્ઞાનરૂપ સન્મતિ કે સ્વમતિથી કોઈક જીવ પ્રત્યક્ષ જાણે છે અને કોઈક જીવ પક્ષ, ધર્મ, અન્વય અને વ્યતિરેક લક્ષણવાળા હેતુઓની યુક્તિથી અનુમાનપ્રમાણ દ્વારા જાણે છે. હવે અજ્ઞાની જીવ શા માટે આવા કટુ વિપાકવાળા કમશ્રવ હેતુરૂપ ક્રિયામાં પ્રવર્તે ? તે કહે છે • સૂત્ર-૧૧ : આ જીવનના માટે, વંદન-ન્સન્માન અને પૂજનને માટે તથા જન્મ અને મરણથી છુટવાને માટે અને દુ:ખોના વિનાશને માટે (અનેક મનુષ્યો કર્મ સમારંભમાં પ્રવર્તે છે.) • વિવેચન : જીવિત એટલે “આયુષ્ય કર્મના ઉદયથી જીવવું અતિ પ્રાણ ધારણ કરવા છે. અને આ જીવન બધાં જીવોને સ્વસંવેદનથી પ્રત્યક્ષ જ છે. અહીં ''બસ'' શબ્દ નિકટતાનો નિર્દેશ કરે છે 'a'શબ્દ હવે પછી કહેવાનાર જાતિ વગેરેનો સમુચ્ચય જણાવે છે, ‘ઇવ' પદ નિશ્ચય વાયક છે. હવે કહે છે કે આ જીવિત તદ્દન સાર વિનાનું છે, વિજળી જેવું ચંચળ છે, બહુ કષ્ટદાયી છે. આવા જીવિતના લાંબા સુખને માટે (સમારંભ) ક્રિયામાં પ્રવર્તે છે તે આ પ્રમાણે હું રોગ વિના જીવીશ, સુખ ભોગો ભોગવીશ, તે માટે માંસ, મદિરાના ભક્ષણમાં પ્રવર્તે છે તથા અa સુખ માટે અભિમાન વડે આકુળ યિત થઈ ઘણાં આરંભ, પરિગ્રહ વડે બહુ અશુભ કર્મો ઉપાર્જન કરે છે. કહ્યું છે કે, સુંદર વસ્ત્રો, યુવાન સ્ત્રી, સુખદ સંદર શય્યા, આસન, હાથી, ઘોડા અને રથવાળા રાજાને પણ કાળ આવે ત્યારે વૈધે કહેલા નિયમથી નિયત થયેલા ખાનપાન સિવાય બીજું બધું પાકા જેવું જ થઈ જાય છે એમ જાણવું. ભયરહિત અને શાંતિના સુખમાં પ્રીતિવાળા સાધુને ભિક્ષામાં જે આનંદ મળે છે, તેવો આનંદ નોકરચાકરના ત્રાસથી પીડાયેલો રાજા પોતાની પુષ્ટિને માટે જે અન્ન ખાય છે, તેને તે આનંદ અને સ્વાદ રાજનું અન્ન આપતું નથી. નોકરો, પ્રધાનો, મનોરમ્ય પુત્રો અને સુંદર નયનવાળી પોતાની સ્ત્રીઓમાં પણ રાજા કદી વિશ્વાસ રાખી શકતો નથી, આવા સવભિશંકીને સુખ ક્યાંથી હોય ? પણ આ પ્રમાણે ન જાણતો એવો - તરૂણ કોમળ ખાખરાના ફૂલ જેવા ચંચળ જીવિતમાં ત જીવોને હણવાદિ કૃત્યોમાં આનંદ માનતો તેમાં પ્રવર્તે છે. તે બધું

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128