Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 18
________________ શ્રુતસ્કંધ-૧, ભૂમિકા (૨૦) ગ્રાહણાકુશળ - ઘણી યુક્તિઓપૂર્વક શિષ્યોને બોધ આપી શકે. (૨૧) સ્વ-પર સિદ્ધાંત જ્ઞાતા-હોવાથી સહેલાઈથી મત સ્થાપના અને ખંડન કરે. (૨૨) ગંભીર - ખેદને સહેલાઈથી સહન કરે. (૨૩) દીપ્તિમાન - બીજાથી ન જાય. ૨૧ (૨૪) શિવ - તે જ્યાં વિચરે તે દેશમાં મરકી આદિ રોગોની શાંતિ થાય. (૨૫) સૌમ્ય - સર્વે લોકોની આંખો તેને જોઈને આનંદ પામે. (૨૬) સેંકડો ગુણોથી યુક્ત - પ્રશ્રય (ભક્તિ) આદિ ગુણોવાળા હોય. – આ પ્રમાણેના આચાર્ય પ્રવચન કથનમાં યોગ્ય જાણવા. – આવા અનુયોગના મહાનગરના પ્રવેશ સમાન ચાર અનુયોગ દ્વારો - વ્યાખ્યાના અંગો છે. તે આ પ્રમાણે - ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. (૧) ઉપક્રમ - જેના વડે કે જેનો કે જેમાં ઉપક્રમ કરીએ તે ઉપક્રમણને ઉપક્રમ કહે છે. ઉપક્રમ એટલે વ્યાખ્યા કરાનાર શાસ્ત્ર પરત્વે શિષ્યનું લક્ષ ખેંચવું તે. આ ઉપક્રમ બે પ્રકારે છે - શાસ્ત્રસંબંધી અને લોકસંબંધી. તેમાં શાસ્ત્રસંબંધી ઉપક્રમ છ પ્રકારે છે – આનુપૂર્વી, નામ, પ્રમાણ, વક્તવ્યતા, અર્થાધિકાર અને સમવતાર. લોકસંબંધી ઉપક્રમ પણ છ પ્રકારે છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. (૨) નિક્ષેપ - નિક્ષેપણ - વર્ગીકરણ કરવું તે નિક્ષેપ કહેવાય. જેના વડે. જેનાથી કે જેમાં થાય તે નિક્ષેપ છે. ઉપક્રમ દ્વારા નિકટ આવેલ શિષ્ય પાસે - જે શાસ્ત્રની વ્યાખ્યા કરવી હોય તે શાસ્ત્રનો નામ, સ્થાપના આદિના માધ્યમથી પરિચય કરવો. તેના ત્રણ ભેદ છે— (૨-૧) ઓઘનિષ્પન્ન - અંગ અધ્યયનાદિનું સામાન્ય નામ સ્થાપવું તે. (૨-૨) નામનિષ્પન્ન - આચાર, શસ્ત્રપરિજ્ઞા આદિ વિશેષ નામાદિ સ્થાપવા. (૨-૩) સૂત્રાલાપક નિષ્પન્ન - સૂત્રના આલાવાનું નામાદિ સ્થાપન કરવું. (૩) અનુગમ - જેના વડે, જેનાથી અથવા જેનામાં અનુગમન થાય તે અનુગમ કહેવાય. અનુગમ એટલે “અર્થનું કથન.” આ અનુગમના બે ભેદ છે - સૂત્રાનુગમ અને નિર્યુક્તિ-અનુગમ. તેમાં નિર્યુક્તિઅનુગમના ત્રણ ભેદ છે - નિક્ષેપનિયુક્તિ, ઉપોદ્ઘાત નિર્યુક્તિ અને સૂત્રસ્પર્શિક નિયુક્તિ. (૧) નિક્ષેપ નિયુક્તિ અનુગમ - એટલે “નિક્ષેપ'' પોતે છે. તેના સામાન્ય અને વિશેષ કથનરૂપ ઓઘનિષ્પન્ન અને નામનિષ્પન્ન એ બે ભેદે સૂત્રની અપેક્ષાએ કહેલ છે અને આ નિક્ષેપાનું લક્ષણ હવે પછી કહેવાશે. (૨) ઉપોદ્ઘાત નિર્યુક્તિ અનુગમ - અહીં બે ગાથા વડે જણાવેલ છે. તે આ પ્રમાણે છે - ઉદ્દેશ, નિર્દેશ, નિર્ગમ, ક્ષેત્ર, કાળ, પુરુષ, કારણ, પ્રત્યય, લક્ષણ, નય, સમવતાર, અનુમત, શું ?, કેટલા પ્રકારે ? કોનું ? ક્યાં ?, કોનામાં ?, કેવી રીતે ? કેટલો કાળ ? કેટલું ? સાંતર, નિરંતર, ભવાકર્ષ, સ્પર્શન અને નિરુક્તિ. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ (આ ભેદોનો વિસ્તાર (અનુયોગ' સૂત્રથી જાણવો) (૩) સૂત્ર સ્પર્શિક નિયુક્તિ અનુગમ - સૂત્રોના અવયવ અર્થાત્ એક-એક પદોનું નયના માધ્યમથી શંકા-સમાધાનરૂપ અર્થકથન કરવું તે. જે સૂત્ર હોય ત્યારે જ થાય છે. આવો સૂત્રાનુગમ સૂત્રોચ્ચારણરૂપ અને પદચ્છેદરૂપ કહેવાયેલ છે. ૨૨ (૪) નય ચોથો અનુયોગ દ્વાર છે. નય એટલે અનંત ધર્મો વડે યુક્ત વસ્તુના કોઈ એક ધર્મને મુખ્ય કરીને કહેવું - સમજવું - જાણવું તે. તેના સાત ભેદ છે – નૈગમ, વ્યવહાર, શબ્દ, એવંભૂત, સંગ્રહ, ઋજુસૂત્ર, સમભિરૂઢ. (તેનો અર્થ વિસ્તાર અનુયોગદ્વારથી જાણવો.) હવે આચારાંગ સૂત્રના ઉપક્રમ આદિ અનુયોગ દ્વારોને યથાર્થરૂપે કહેવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકાર મહર્ષિ સર્વ વિઘ્નોના ઉપશમનને માટે, મંગલને માટે, વિદ્વાનોની પ્રવૃત્તિને માટે સંબંધ, અભિધેય, પ્રયોજનને કહેનારી પહેલી નિયુક્તિ ગાથા કહે છે– [નિ.-૧] સર્વે અરિહંતો, સિદ્ધો અને અનુયોગદાતા આચાર્યોને વંદન કરીને પૂજ્ય એવા “આચાર' સૂત્રની નિયુક્તિને હું કહું છું. અહીં “અરિહંતો અને સર્વસિદ્ધોને વાંદીને' એ મંગલવચન છે, “અનુયોગદાયકોને” એ સંબંધ વચન છે, “આચાર સૂત્રની’' એ અભિધેય વચન છે. “નિયુક્તિ કરીશ'' એ પ્રયોજન છે. એ પ્રમાણે તાત્પર્યાર્થ જાણવો. અવયવાર્થ આ પ્રમાણે - “વંદિત્તુ''માં “વ' ધાતુ નમસ્કાર અને સ્તુતિ અર્થમાં છે. તેમાં નમસ્કાર કાયા વડે, સ્તુતિ વાણી વડે અને બંનેનો ભાવ મન વડે થાય છે, તેથી મન, વચન, કાયા એ ત્રણે વડે નમસ્કાર કર્યો છે. સિદ્ધ એટલે જેમણે સર્વે કર્મોને બાળી નાંખેલ છે તે. બધાં સિદ્ધોમાં સિદ્ધના બધાં ભેદો જેવા કે તીર્થ, અતીર્થ, અનંતર, પરંપર આદિ પંદરે ભેદોને જાણવા. આ બધા સિદ્ધોને વંદીને એ પ્રમાણે સંબંધ છે. આ સંબંધ બધે જ જોડવો. જિન એટલે જે રાગ-દ્વેષને જીતે તે. તે જ તીર્થંકર છે. સર્વે અતીત, અનાગત અને વર્તમાનકાળના અને સર્વક્ષેત્રમાં રહેલા. તેમને પણ નમસ્કાર કર્યો. અનુયોગ દાતા - સુધર્માસ્વામીથી લઈને આ પૂજ્ય નિયુક્તિકારશ્રી ભદ્રબાહુ સ્વામીને, ચૌદ પૂર્વધર આચાર્ય હોવાથી તે સર્વેને નમસ્કાર. આ પ્રમાણેના આમ્નાય કથનથી “પોતાની બુદ્ધિથી કહ્યું નથી'' તેમ જાણવું. ‘‘વન્દ્રિા’’માં રહેલ વવા પ્રત્યયથી પૂર્વ અને ઉત્તરક્રિયાનો સંબંધ બતાવે છે એટલે નમસ્કાર કરીને યયાર્થ નામવાળા ભગવત્ (પૂજ્ય) આયારની નિયુક્તિ કરશે. અહીં ‘ભગવત્' શબ્દથી ભણનારને અર્થ, ધર્મ, પ્રયત્ન અને ગુણની પ્રાપ્તિ થશે તેમ જાણવું. “નિર્યુક્તિ” એટલે નિશ્વય અર્થ બતાવનારી યુક્તિ, તેને કહીશ. એટલે અંદર રહેલ નિયુક્તિને બાહ્યરૂપે પ્રત્યક્ષ જણાવીશ એમ સમજવું. હવે પ્રતિજ્ઞા કથન મુજબ નિક્ષેપ યોગ્ય પદોને એકઠા કરીને કહે છે– [નિ.૨] આચાર, અંગ, શ્રુત-સ્કંધ, બ્રહ્મ-ચરણ, શસ્ત્ર-પરિજ્ઞા, સંજ્ઞા, દિશા

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128