Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 21
________________ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ શ્રુતસ્કંધ-૧, ભૂમિકા (શિષ્ય) મહાવ્રતોનો સમાવેશ બધાં દ્રવ્યોમાં કહ્યો પણ બધા પર્યાયિોમાં કેમ નહીં ? આ પ્રશ્નનો ઉત્તર જે અભિપ્રાય વડે પ્રેરણા કરી તે બતાવીને કહે છે – અહીં ચાર ગાથા દ્વારા વૃત્તિકાર તેનો અર્થ કમાં બતાવતા કહે છે કે – ગાયામાં જે ‘નનું' શબ્દ કહ્યો તે અસયા અર્થમાં છે. સંયમ સ્થાનો અસંખ્યાત છે. તેઓમાં જે જઘન્ય છે, તેને વિભાગ ન થાય એટલું નાનું આપણે કલ્પીએ, તે પર્યાયો વડે ખંડિએ તો અનંત અવિભાગ પલિચ્છેદ રૂપ છે. હવે આ પયય સંખ્યા વડે નિર્દિષ્ટ કરીએ તો બધા આકાશ પ્રદેશની સંખ્યાથી અનંતગણું છે. એટલે આકાશના જેટલા પ્રદેશો છે તેનો વર્ગ કરીએ તેટલું છે. ત્યાર પછી બીજા, ત્રીજા આદિ સ્થાનો વડે અસંખ્યાત ગ9માં જવા દ્વારા અનંત ભાણ આદિ વૃદ્ધિ થકી છે સ્થાનમાં રહેનારી અસંખ્યય સ્થાનગત શ્રેણી થાય છે. - આ પ્રમાણે એક પણ સ્થાન સર્વ પર્યાયો યુક્ત હોય તે પણ જો ગણતરીમાં ગણી ન શકાય તો બધાની ગણતરી કઈ રીતે થઈ શકે ? હવે બીજા કયા પર્યાયો છે ? જેઓના અનંતમાં ભાગે વ્રતો રહે છે. જે પર્યાયિો બુદ્ધિમાં પહોંચે તે લેવા બાકીના કેળવી ગમ્ય છે અર્થાત કેવળી જાણે પણ ન કહેવાય તેવા પર્યાયોને પણ તેમાં ઉમેરવાથી બહુપણું થાય. એ જ પ્રમાણે જ્ઞાન અને ફોય એ બંનેના સુરાપણાથી બંને તુલ્ય જ રહે તેથી અનંતકુણા ન થાય. તેથી અહીં આચાર્ય કહે છે . જે આ સંયમાન શ્રેણી કહી તે બધા ચાત્રિ પર્યાયો તથા જ્ઞાનદર્શન પયય સહિત લઈએ તો પરિપૂર્ણ થાય, સર્વ આકાશપદેશથી તે પયરયો અનંતગુણા થાય. અહીં આ ચારિત્ર માત્ર ઉપયોગીપણાથી પયયોનો અનંતભાવ વર્તે છે, તેમ કહ્યું છે તેથી તમે કહેલ દોષ લાગતો નથી. હવે સારદ્વાર કહે છે. કોનો કયો સાર છે તે જણાવે છે [નિ.૧૬-૧૭] અંગોનો (દ્વાદશાંગીનો) સાર શું છે ? - આચાર. (તો પછી) આચારનો સાર શું ? : અનુયોગ. અનુયોગનો સાર શું ? - પ્રરૂપણા, પ્રરૂપણાનો સાર શું ?- ચાગ્રિ. યાત્રિનો સાર શું ? - નિર્વાણ. નિવણનો સાર શું ? અવ્યાબાધ સુખ. આ બધું કથન જિનેશ્વર પરમાત્માએ કરેલ છે. - ગાચાર્ય સરળ છે. તેથી વંતિકારે વૃત્તિ કરી નથી. “અનુયોગઅર્થ' એટલે વ્યાખ્યાન વિષય. તેની પ્રરૂપણા એટલે પોતાની પાસે છે તે બીજાને સમજાવવું. ધે શ્રુતસ્કંધ અને પદના નામાદિ નિક્ષેપા વગેરે પહેલાની માફક કહેવા. અહીં ભાવનિક્ષેપાનો અધિકાર છે. ભાવશ્રુતસ્કંધ બ્રહ્મચર્યરૂપ છે. તેથી હવે બ્રહ્મ અને ચરણ એ બે શબ્દોના નિફોપાને કહે છે. [નિ.૧૮] “બ્રહ્મ” પદના ચાર નિક્ષેપા છે. તેમાં “નામબ્રહ્મ” તે કોઈનું નામ હોય. “સ્થાપનાબ્રહ્મ” અસદ્ભાવ સ્થાપનામાં “અક્ષ” આદિ જાણવા. સભાવ સ્થાપનામાં બ્રાહ્મણે જનોઈ પહેરી હોય તેવી આકૃતિવાળી માટી વગેરે દ્રવ્યની મૂર્તિ હોય. અથવા સ્થાપનામાં વ્યાખ્યાન કરતા બ્રાહ્મણની ઉત્પત્તિ કેમ થઈ તે કહેવું. અહીં પ્રસંગોપાત સાત વર્ણ અને નવ વણતરની ઉત્પતિને જણાવે છે [નિ.૧૯] જ્યાં સુધી ભગવંત ઋષભદેવ રાજ્યગાદીએ બેઠા ન હતા, ત્યાં સુધી મનુષ્યની એક જ જાતિ હતી. ત્યાર પછી રાજયની ઉત્પત્તિ થઈ. (ભગવંત રાજા થયા) પછી જેઓ ભગવંતને આશ્રીને રહ્યા તે ક્ષત્રિયો કહેવાયા, બાકીના શો) કરવાથી અને રૂદન કરવાથી શુદ્ર કહેવાયા. પછી અગ્નિની ઉત્પત્તિ થતાં તેમાંથી લુહાર આદિના શિલ્ય તથા વાણિજ્ય વૃતિથી ગુજરાન ચલાવતા તેઓ વૈશ્યો કહેવાયા. ભગવંતને કેવળજ્ઞાન થયું પછી તેમના પુત્ર ભરતયકીએ કાકણીરત્ન વડે લાંછન કરવાથી તે શ્રાવકો જ બ્રાહ્મણો કહેવાયા. (આવશ્યક ચૂર્ણિ પૃષ્ઠ ૪ અને ૫ ઉપર આ જ ચાર વણનું કથન છોડું જુદી રીતે છે. તેમાં બ્રાહ્મણની પતિ ગોપps છે.) ભગવંતની કેવળ જ્ઞાનોત્પત્તિ બાદ જેઓ શ્રાવક થયા, તેઓ ઋજુસ્વભાવી અને ધર્મપ્રિય હતા. જે કોઈને હણતા જુએ તો તેમને નિવારવા અને કહેતા કે - અરે T F UT (હણો નહીં-હણો નહીં). લોકોમાં આવી ધર્મવૃત્તિ કરવાથી તેઓ માહણા અતિ બ્રાહ્મણો કહેવાયા. આ રીતે અહીં ત્રણ શુદ્ધ જાતિ કહી. આ અને બીજી જાતિઓ ગાથા-૨૧માં કહે છે. હવે વર્ણ અને વર્ણાન્તરથી નિષ્પન્ન સંખ્યાને જણાવે છે– [નિ.૨] સંયોગ વડે સોળ વર્ગો ઉત્પન્ન થયા. તેમાં સાત વર્ગો અને નવ વર્ષાન્તરો જાણવા. આ વર્ણ અને વર્ણાનાર સ્થાપના બા જાણવા. હવે પૂર્વે કહેલા ત્રણ વર્ષને અથવા પૂર્વે સૂચિત સાત વર્ગોને જણાવે છે. [નિ.૨૧] બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર મૂળ જાતિ છે. આ ચામાંથી એકબીજાના સંયોગ વડે પ્રત્યેકથી ત્રણ ત્રણ જાતિ ઉત્પન્ન થઈ. જેમકે બ્રાહમણ પુરુષ અને ક્ષત્રિય સ્ત્રીથી ઉત્પન્ન પુત્રને પ્રધાન ક્ષત્રિય કે સંકર ક્ષત્રિય કહેવાય. એ પ્રમાણે ક્ષત્રિય પુરુષથી વૈશ્ય સ્ત્રી સાથે જાણવું. વૈશ્ય પુરુષ અને શુદ્ધ સ્ત્રી હોય તો તે મુજબ દરેકમાં પ્રધાન અને સંકર ભેદ જાણવા. આ પ્રમાણે સાત વણ થાય છે. અનંતરા થયા આનંતરા કહેવાય. આ યોગોમાં ચરમ વર્ણનો વ્યપદેશ થાય છે. જેમકે - બ્રાહ્મણ પક્ષ અને ક્ષત્રિય રીચી ઉત્પત્તને ક્ષત્રિય કહેવાય ઇત્યાદિ. તે સ્વસ્થાને પ્રધાન થાય છે. હવે નવ વર્માન્તરો કહે છે [નિ.૨૨] અંબષ્ટ, ઉગ્ર, નિશાદ, અયોગવ, માગધ, સૂત, ક્ષતા, વિદેહ, ચાંડાલ. એ નવ વર્માન્તિરો છે. એ કેવી રીતે થાય તે હવે બતાવે છે– [નિ.૨૩ થી ૫] આ ત્રણે ગાવાનો અર્થ આ પ્રમાણે જાણવો(૧) બ્રહ્મ પુરષ + વૈશ્ય સ્ત્રી = અંબe (૨) ક્ષત્રિય પુરુષ + શુદ્ર સ્ત્રી = ઉગ્ર (3) બ્રહ્મ પુરુષ + શુદ્ર સ્ત્રી = નિષાદ/પારાસર (૪) શુદ્ર પુરષ + વૈશ્ય સ્ત્રી = અયોગવ (૫) વૈશ્ય પુરુષ + ક્ષત્રિય સ્ત્રી = માગધ

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128