Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 24
________________ ૧/૧/૧/૧ સર્વજ્ઞ ભગવંત મહાવીરે જે કહ્યું તે કહું છું, મારી પોતાની બુદ્ધિથી કંઈ કહેતો નથી. મવા-મેં પ્રભુ પાસે સાક્ષાત્ સાંભળેલ છે, પરંપરાથી સાંભળેલ નથી. આયુષ્યમન્ – દીર્ધાયુવાળા, ઉત્તમ જાતિ, કુળ આદિ હોવા સાથે લાંબુ આયુ પણ જરૂરી છે. શિષ્ય જો દીર્ઘાયુ હોય તો નિરંતર પોતાના શિષ્યોને ઉપદેશ આપે. તેને અહીં આ “આચાર” સૂત્ર કહેવાની ઇચ્છાથી તેનો અર્થ તીર્થંકરે કહેલ હોવાથી તેન શબ્દ વડે આયુષ્યમાન વિશેષણ તીર્થંકરને પણ લાગુ પડે. અથવા ‘તેન’ એટલે તે તીર્થંકરે કહેલ છે. અથવા આમૃશતા એટલે ભગવંતના ચરણકમળની સેવા કરતા મેં સાંભળ્યુ એમ કહીને વિનય બતાવે છે. અથવા આવસતા શબ્દથી-ગુરુ પાસે રહી મેં સાંભળ્યુ તેમ તમારે પણ ગુરૂકુલવાસ સેવવો, એમ સૂચવ્યું. આ રીતે અહીં ઞામંતેળ ના મુસંતે અને વસંતેન એ બે પાઠાંતર જાણવા. भगवता - 33 ઐશ્વર્ય આદિ છ ગુણો જેની પાસે છે તે ભગવાન્ છે. વમ્ - આ પ્રમાણે શબ્દ કઈ વિધિએ કહ્યું છે, તે જણાવે છે. આધ્યાત શબ્દથી કર્તાપણાનો નિષેધ કરીને આગમના અર્થના નિત્યપણાને જણાવે છે. ૐ - એટલે આ ક્ષેત્રમાં, પ્રવચનમાં, આચાર સૂત્રમાં, શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં કહ્યું છે એ પ્રમાણે ક્રિયાપદનો સંબંધ જાણવો - અથવા રૂદ - એટલે સંસારમાં. દ્વેષાં - જ્ઞાનાવરણીય આદિ કર્મોથી યુક્ત જીવોને, સંજ્ઞા હોતી નથી. સંજ્ઞા, સ્મૃતિ, અવબોધ આદિ પર્યાયવાચી શબ્દો છે. અહીં સુધી પદાર્થો બતાવ્યા. હવે “પદ વિગ્રહ” તેમાં સમાસ ન હોવાથી બતાવેલ નથી. હવે “ચાલના” અર્થાત્ શંકા રજૂ કરે છે - (શિષ્ય) ‘અ’કાર આદિ પ્રતિષેધક લઘુશબ્દ હોવા છતાં નિષેધને માટે ‘નો' શબ્દ કેમ મુક્યો ? તેનું સમાધાન કરે છે— તમારો પ્રશ્ન યોગ્ય છે. અહીં ‘નો' શબ્દ વિશેષ હેતુ બતાવે છે. ‘અ’કાર વડે નિષેધ કરે તો સર્વથા નિષેધ થાય. જેમકે ઘટ નહીં તે “અઘટ'. એમ કહેવાથી ઘડાનો સર્વથા અભાવ થઈ જશે. આવો અર્થ ઇષ્ટ નથી. કેમકે પ્રજ્ઞાપના સૂત્રમાં સર્વે પ્રાણિઓની દશ સંજ્ઞા કહેલી છે. (જુઓ પ્રજ્ઞાપના સૂત્ર-૩૫૪, ૫દ-આઠમું) જો ‘અ'કાર મુકે તો આ દશે સંજ્ઞાનો નિષેધ થઈ જાય. તેથી ‘નો' શબ્દ અહીં સૂત્રમાં “દેશ નિષેધ''ને માટે મૂકેલ છે. સંજ્ઞા-હે ભગવન્ ! સંજ્ઞાઓ કેટલી કહી છે ? હે ગૌતમ સંજ્ઞા દશ કહી છે. તે આ પ્રમાણે – આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ અને લોક સંજ્ઞા. (સ્થાનાંગ, સ્થાન-૧૦, સૂત્ર-૯૬૫માં પણ આ દશ સંજ્ઞા બતાવેલ છે.) આ દશ સંજ્ઞાના સર્વથા નિષેધનો દોષ ન આવે માટે “નો” મૂક્યું. કેમકે ‘નો’ શબ્દ સર્વથી અને દેશથી નિષેધવાચી છે. જેમકે ‘નોઘટ’ કહેવાથી ઘડાનો સર્વથા અભાવ જણાશે. કહ્યું છે કે “નો” શબ્દ પ્રસ્તુત અર્થનો સર્વથા નિષેધ કરે છે અને તેના કેટલાક અવયવ કે અન્યધર્મોનો સદ્ભાવ પણ બતાવે છે. તેમ અહીં ‘નો' શબ્દ વિશિષ્ટ સંજ્ઞાનો અભાવ બતાવે છે, સર્વ સંજ્ઞાનો નહીં. જેમકે આત્મા આદિ પદાર્થોનું સ્વરૂપ અને ગતિ-આગતિ આદિ જ્ઞાન થાય તેવી સંજ્ઞાનો અહીં 1/3 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ નિષેધ કર્યો છે. હવે નિયુક્તિકાર સૂત્રના અવયવોના નિક્ષેપાનો અર્થ બતાવે છે— [નિ.૩૮] સંજ્ઞા નામ આદિ ચાર ભેદે છે. તેમાં નામ અને સ્થાપના નિક્ષેપ સુગમ છે. દ્રવ્ય નિક્ષેપમાં જ્ઞ શરીર, ભવ્ય શરીર સુગમ છે. વ્યતિક્તિ દ્રવ્ય નિક્ષેપ સચિત્ત, અચિત, મિશ્ર એમ ત્રણ ભેદે છે. હાય આદિના સંકેતથી પાન, ભોજન આદિની સંજ્ઞા કરવી તે સચિત્ત, ધ્વજાથી મંદિરનો સંકેત તે અચિત. દીવા વગેરેથી જે બોધ થાય તે મિશ્ર. ૩૪ ભાવ સંજ્ઞાના બે ભેદ છે - અનુભવ અને જ્ઞાન. તેમાં અલ્પ વ્યાખ્યાવાળી જ્ઞાન સંજ્ઞા પહેલા કહે છે. મનન કરવું તે મતિ, અર્થાત્ અવબોધ. તે મતિજ્ઞાનાદિ પાંચ ભેદે છે. જેમાં કેવળજ્ઞાન સંજ્ઞા ક્ષાયિક ભાવમાં છે અને મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ એ ચાર સંજ્ઞા ક્ષાયોપશમિક ભાવે છે. અનુભવસંજ્ઞા એટલે પોતે કરેલા કર્મોના ઉદયથી જીવને થતો બોધ. તેના સોળ ભેદ છે. [નિ.૩૯] અનુભવ સંજ્ઞાના સોળ ભેદ આ પ્રમાણે છે– (૧) આહારસંજ્ઞા - એટલે આહારની ઇચ્છા. આ સંજ્ઞા તૈજસશરીર નામના કર્મના ઉદયથી અને અસાતાવેદનીયના ઉદયથી ઉદ્ભવે. (૨) ભયસંજ્ઞા - ત્રાસરૂપ જાણવી. (૩) પરિગ્રહસંજ્ઞા - મૂર્છારૂપ છે. (૪) મૈથુનસંજ્ઞા . વેદરૂપ છે, મોહનીયથી ઉદ્ભવે (૫) સુખસંજ્ઞા સાતા અનુભવરૂપ છે. સુખ-દુઃખ સંજ્ઞા વેદનીય કર્મથી ઉદ્ભવે. (૬) દુઃખસંજ્ઞા - અસાતા અનુભવરૂપ છે. (૭) મોહસંજ્ઞા - મિથ્યાદર્શનરૂપ મોહથી ઉદ્ભવે. (૮) વિચિકિત્સાસંજ્ઞા - ચિત્તની ભ્રમણારૂપ છે. મોહનીય અને જ્ઞાનાવરણના ઉદયથી થાય. (૯) ક્રોધસંજ્ઞા - અપ્રીતિરૂપ છે. (૧૦) માનસંજ્ઞા - ગર્વરૂપ છે. (૧૧) માચાસંજ્ઞા - વકારૂપ છે. (૧૨) લોભસંજ્ઞા - ગૃદ્ધિ-આસક્તિરૂપ છે. (૧૩) શોકસંજ્ઞા વિપ્રલાપ અને વૈમનસ્યરૂપ છે. ક્રોધાદિ પાંચે સંજ્ઞા મોહનીય કર્મોદયે થાય છે. (૧૪) લોકસંજ્ઞા - સ્વચ્છંદરૂપે મનોકલ્પિત વિકલ્પરૂપે થતું લોકાચરણ - જેમકે પુત્ર વિનાનાને સ્વર્ગ ન મળે. કુતરો યક્ષ છે. બ્રાહ્મણો જ દેવ છે. કાગડા દાદાઓ છે. પક્ષીના પીંછાના વાયુથી ગર્ભ રહે છે વગેરે. આ સંજ્ઞા જ્ઞાનાવરણના ક્ષયોપશમ અને મોહનીયના ઉદયે ઉદ્ભવે છે. (૧૫) ધર્મસંજ્ઞા - ક્ષમા આદિના આરોવનરૂપ છે. મોહનીયના ક્ષયોપશમથી

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128