________________
' છે ના વિરારના
સંપાદકીય કહેવા જેગું!!! છે
શ્રી વીતરાગ-પરમાત્માના શાસનને ઓળખવા માટે વિવેક્યક્ષની નિર્મળતા આગમિક-પદાર્થોના ગુરૂગમની ધારણા પ્રમાણે મેળવેલ રહસ્થય અંજનથી વધુ પ્રમાણમાં મેળવાય છે.
તે રીતે કલિકાળમાં આગમિક પદાર્થોની જાણકારી ધરાવનારા બહુશ્રુત-ગીતાર્થ ભગવત મશાલરૂપ બની રહે છે.
તે રીતે આગમની મશાલ વધુ ને વધુ પ્રજવલિત રહી ભવ્ય જીવને આત્મહિતકર માર્ગ સુવ્યવસ્થિતપણે બતાવી શકે, તે માટે તે તે કાળના આગમધર મહાપુરુષે બાળજીવોના કલ્યાણ માટે વિશિષ્ટ આગવી શૈલીથી આગમિક ગહન પદાર્થોને પણ છણાવટભરી રીતે સમજાવતા હોય છે.
આવા આગમ-મશાલના પ્રતીકરૂપ અનેક બાબતોને બાળસુલભ આગમશૈલીથી સમજાવનાર ચતુવિધ શ્રી સંઘને હિતકારી “આગમત જેવા ઉત્કૃષ્ટ સ્વાધ્યાય ગ્રંથનું સંપાદન કરવાનું સૌભાગ્ય દેવગુરુ કૃપાએ આ સેવકને ૫. સ્વ. ગચ્છાધિપતિશ્રીના અનુગ્રહપૂર્ણ આશિષબળે પ્રાપ્ત થયેલ છે, જે બદલ મારી જાતને ધન્ય-કૃતાર્થ લેખવું છું!
સ્થત બુદ્ધિના ટૂંકા ક્ષેત્રમાં દોડાદોડ કરતી-વિચરનારી વ્યાવહારિક પ્રજ્ઞાને કદાચ આમાંથી કઈ સંતોષ ન મળે, પણ ગભીરભાવે-તત્વગ્રાહી પ્રજ્ઞાને વિકસાવનારા પૂણ્યવાનને આ પ્રકાશનમાં પૂ-આગમોદ્ધારક-આચાર્ય દેવશ્રીએ છૂટે હાથે વિવિધ રીતે પીરસેલ આગમિક અમૃત–ભોજનના વિવિધ નમૂનાઓના રસાસ્વાદ એ અદ્ભુત મળશે કે જેના દ્વારા તેઓને પિતાની પ્રજ્ઞાને આ ક્ષેત્ર સિવાય બીજામાં લઈ જવી જ અનર્થકારી લાગશે !!!