Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથે બીજો ભાગ पिहुण्डे व्यवहरते वणिगू ददाति दुहितरम् । तां ससत्त्वां प्रतिगृह्य, स्वदेशमथ प्रस्थितः ॥ ३ ॥
અર્થ-પિહુડનગરમાં વ્યાપાર કરતા પાલિત શ્રાવકને, તેના ગુણથી આકર્ષાયેલ કોઈ વાણીયાએ પિતાની દીકરી પરણાવી. તે કેટલાક કાળ સુધી ત્યાં રહ્યો અને સમય જતાં ગર્ભવંતી પિતાની પ્રિયાને સાથે લઈ સમુદ્રમાર્ગે સ્વદેશ તરફ રવાના થયે. (૩-૭૫૪)
अह पालिअस्स घरणी, समुद्दमि पसबई । अह दारए तहि जाए, समुद्दपालिति नामए ॥४॥ अथ पारितस्य गृहिणी, समुद्रे प्रसूते । अथ दारकस्तत्र जातः, समुद्रपाल इति नामतः ॥ ४ ॥
અર્થ—હવે સમુદ્રમાર્ગમાં પાલિતની પત્નીએ પુત્રને જન્મ આપે. સમુદ્રમાં બાળક જન્મેલે લેવાથી “સમુદ્રપાલ” -એ નામથી તે પ્રસિદ્ધ થશે. (૪-૭૫૫)
खेमेण आगए चंपं, सावए वाणिए घर। संबड्ढए घरे तस्स, दारए से सुहोइए ॥५॥ क्षेमेण आगतश्चम्पा, श्रावको वणिगू गृहम् । संवर्द्धते गृहे तस्य, दारकः स सुखोचित ॥ ५॥
અથ–ક્ષેમકુશલપૂર્વક ચંપાનગરીમાં સ્ત્રી-પુત્રસહિત, તે પાલિત શ્રાવક પિતાના ઘરે આવી પહોંચ્યું. હવે તે સમુદ્રપાલ સુખગ્ય લાડકેડમાં પાલિતના ઘરે માટે થઈ રહ્યો છે. (પ-૭૫૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org