Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી જીવાવિભકિત અધ્યયન–૩૬
૪૦૩
પ્રપંચથીનિમુ ક્ત ખનેલા અને વરગતિ-સિદ્ધિને પામેલા કહેવાય છે. ચરમ ભવમાં સિદ્ધોના શરીરની ઊંચાઇ જે પરિમાણવાળી છે, તેના કરતાં ત્રીજા ભાગે ન્યૂન સિદ્ધોની અવગાહના છે, કેમ કે-શરીરના ત્રીજા ભાગ રૂપ શરીરની અંદર રહેલ છિદ્રો પૂરેલ છે.
એક જીવની અપેક્ષાએ જે કાળમાં તેએ સિદ્ધ થાય છે, તે કાળે તેઓની આદિ છે અને કદાચિત્ મુકિતથી ભ્રષ્ટ નહિ થનાર હોઈ અનંત છે. સલ સિદ્ધોની અપેક્ષાએ સિદ્ધો અનાદિઅનંત છે. આ સિદ્ધો રૂપ-રસાદ્ધિથી રહિત હાઇ રૂપી છે. સતત્ ઉપયેગ હોઇ તે છિદ્રો પૂરવા દ્વારા નિર્વાચત પ્રદેશવાળા હાઇ જીવધન છે અને જ્ઞાન-દન રૂપ સ’જ્ઞાવાળા હોઇ જ્ઞાનદર્શીનસંજ્ઞિત છે, અર્થાત્ જ્ઞાન-દર્શન ઉપયેગ રૂપ અનન્ય સ્વરૂપવાળા છે. તે સુખની ઉપમા નથી તેવા અતુલ સુખને તેઓ પામે છે. તે સઘળા સિદ્ધો લેાકના એક દેશ રૂપ લાકાગ્રે રહેલ છે. આવા નિરૂપણથી સઘળે ઠેકાણે મુક્તો ઇશ્વર છે– એ મતનું ખંડન કર્યું. જ્ઞાન-૪નસ'જ્ઞિતા, એવા વિશેષણથી જ્ઞાનના ઉચ્છેદમાં મુકિત છે એવા મતનું ખંડન કર્યું. સ ંસા૨ના પારને પામેલા સિદ્ધો છે’-એવા કથનથી, જેઓ માને છે કે-ઇશ્વર અવતાર લે છે એવા મતનુ ખન કર્યુ છે, અર્થાત્ પુન: આગમનના અભાવરૂપ વિશેષતાથી સંસારનું અતિક્રમણ કરનારા સિદ્ધો છે. ‘વરગતિ રૂપ સિદ્ધિને પામેલા સિદ્ધો છે’એવા વિશેષણથી ક્ષીણક્રમ વાળાનુ પણ સ્વભાવથી જ ઉત્પત્તિ સમયમાં લેાકાગ્રગમન સુધી સંક્રિયત્ન પણ છે— એમ જણાવાય છે. (૬૨ થી ૬૭-૧૫૦૦ થી ૧૫૦૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org