Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
૧૪
શ્રી યજ્ઞીયાધ્યયન ૨૫ પ્રકારને ધર્મ તે જ અગ્નિહોત્ર પ્રધાન છે. યજ્ઞોના ઉપાય તરીકે સંયમ રૂપ ભાવયજ્ઞને અથ પુરૂષ છે. નક્ષત્રોમાં પ્રધાન ચંદ્ર છે. ધર્મોનું મુખ-મૂલ ઉપાય તરીકે યુગાદિદેવશ્રી. ઋષભદેવ ભગવાન છે, કેમ કે–તેઓશ્રી ધર્મના પ્રથમ પ્રરૂપક છે. જેમ ચંદ્રને હાથ જોડી સ્તુતિ-નમસ્કાર કરતા ગ્રહ વગેરે નક્ષત્રો પ્રધાન રીતિએ અતિ વિનયવાળા ચિત્તાકર્ષક દેખાતા ઉભા રહે છે, તેમ શ્રી બાષભદેવ ભગવાનને પણ દેવેન્દ્ર વગેરે સ્તુતિ–નમસ્કાર આદિ કરે છે. અર્થાત્ માહાભ્યશાલી શ્રી ઝષભદેવસ્વામી ધર્મના મૂળ રૂપે છે. વિદ્યા રૂપ બ્રાહ્મણસંપત્તિવાળાએ યજ્ઞવાદીઓ જે તારા વડે પાત્રપણુએ માનેલ છે. તેઓ અજ્ઞાની છે, કેમ કે–સાચા બ્રાહ્મણને નિપરિગ્રહતા હોવાથી વિદ્યા એ જ સંપત્તિ છે. તેઓ બૃહદ્ આરણ્યક કથિત દશ પ્રકારના ધર્મને જાણતા હોવા છતાં આ લેકે બાહા યજ્ઞને કરે ? વેદ, અધ્યયન, ઉપવાસ વગેરે બહારથી શાન્ત સંવરવાળા આ અજ્ઞાનીઓ, ભસ્મ નીચે ઢંકાયેલ અગ્નિની માફક ભીતરમાં કષાયની આગથી ભભૂકતા જ છે. તમે માનેલ આ બ્રાહ્મણે કેવી રીતિએ સ્વ-પરને ઉદ્ધાર કરી શકે? અર્થાત્ ન જ શકે. (૧૬ થી ૧૮, ૯૫૬ થી ૯૫૮)
जो लोए बंभणो वुत्तो, अग्गी वा महिो जहा । सया कुसलसदिळं, तं वयं बूम माहणं ॥१९॥
जो न सज्जइ आगंतु, पव्वयंतो न सोअइ। . रमए अज्जवयणमि, तं वयं बूम माहणं ॥२०॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org