Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
સ્ફૂરાયમાન થાય છે. જ્યારે આસન ચલાયમાન થાય ત્યારે મધ્યલોકમાં કોઈક વિશિષ્ટ ઘટના ઘટી છે, તેમ ઇન્દ્ર જાણે છે અને પોતાના અવધિજ્ઞાનનો પ્રયોગ કરી તે ઘટનાને જાણી લે છે.
et
जिवं --જીત વ્યવહાર. પરંપરાથી ચાલ્યા આવતા વ્યવહારને જીત વ્યવહાર કહે છે. તીર્થંકરોના જન્મ, દીક્ષા, કૈવલ્ય પ્રાપ્તિ, નિર્વાણ પ્રસંગ ઉજવવા આવવાનો, ઇન્દ્રોનો પારંપરિક વ્યવહાર છે.
તો વિશાઓ ર૪ :– ત્રણ ચિતા બનાવો ઋષભદેવ નિર્વાણ પામ્યા ત્યારે ઇન્દ્રે પ્રભુ માટે, પ્રભુ સાથે સહનિર્વાણ પામેલા ગણધરો અને સાધુઓ માટે ચંદનકાષ્ઠની પણ ચિંતા તૈયાર કરવી ગ્રંઘોમાં એવો ઉલ્લેખ છે કે ઇન્દ્રો તીર્થંકરો માટે પૂર્વદિશામાં ગોળ, ગણધરો માટે દક્ષિણદિશામાં ત્રિકોણ અને પશ્ચિમદિશામાં અન્ય સાધુઓ માટે ચોરસ ચિતા તૈયાર કરાવે છે.
વાળનંતરાળ સોનલ કુંવા :– વાણવ્યંતરના ૧૬ ઇન્દ્રો. ૬૪ ઇન્દ્રોની ગણનામાં અને સ્થાનાંગ સૂત્રમાં વાણવ્યંતર દેવોના ૩ર ઇન્દ્રો કા છે. વ્યંતરના ૩ર ઇન્દ્રો સમાન ઋદ્ધિવાળા નથી. તેમાંથી કાલાદિ ૧૬ ઇન્દ્રો મહા- ઋદ્ધિવાળા છે, તે પ્રધાન ૧૬ ઇન્દ્રોનો જ અહીં ઉલ્લેખ છે. સૂત્રકારની શૈલી વિચિત્ર અને સમયોચિત હોય છે.
તીર્થંકરોના દેહની અંત્યક્રિયામાં દેવોની કાર્યવાહી :
૧
૨
૩
૪
૫
S
૭
८
2
૩
૧૦
ભવનપતિ, વ્યંતરદેવો
આભિયોગિક દેવો
શક્રેન્દ્ર
ચારે નિકાયના દેવો
શક્રેન્દ્ર
અગ્નિકુમાર દેવો
વાયુકુમાર દેવી
ચારે નિકાયના દેવો
મેઘકુમાર દેવો
શક્રેન્દ્ર
ચંદનકાષ્ઠ, ગૌશીર્ષ ચંદનાદિ લાવીને ચિતાનું નિર્માણ કરે. ક્ષીરસમુદ્રમાંથી શીરોદક લઈ આવે.
પ્રભુના દેહને શીરોદકથી સ્નાન કરાવી અંત્યેષ્ટિ ક્રિયા સંબંધિત સર્વ કાર્ય માટે અન્ય દેવોને આજ્ઞા આપે, શ્વેત દેવ પહેરાવે અને અલંકારોથી વિભૂષિત કરે.
શિબિકાનું નિર્માણ કરે.
પ્રભુના દેહને શિબિકામાં પધરાવે અને શિબિકાને ચિતા ઉપર સ્થાપે.
ચિતામાં અગ્નિ પ્રગટાવે.
વાયુ દ્વારા અગ્નિને પ્રજવલિત કરે.
અનેક ભાર પ્રમાણ ઘી, અગરાદિ દ્રવ્યો ચિતામાં નાખે.
ક્ષીરોદકથી ચિતાને ચારે.
પ્રભુની ઉપરની જમણી દાડ ગ્રહણ કરે.