Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સાતમો વક્ષસ્કાર
४५१
વૃદ્ધિની અપેક્ષાએ કર્યું છે અને સૂત્ર ૨૦માં સર્વ બાહ્ય મંડળની પરિધિનું કથન ૧૭ યોજનની વૃદ્ધિની અપેક્ષાએ કર્યું છે. ૧૮ યોજન વૃદ્ધિ અને ૧૭ યોજન વૃદ્ધિથી પ્રત્યેક મંડળે પ્રાપ્ત પરિઘિ માટે પરિશિષ્ટમાં સૂર્યના ૧૮૪ મંડળનું કોષ્ટક જુઓ.
સૂર્યની મુહૂર્તગતિ
२४ जया णं भंते ! सूरिए सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं एगमेगेणं मुहुत्तेणं केवइयं खेत्तं गच्छइ ?
गोयमा ! पंच-पंच जोयणसहस्साइं दोण्णि य एगावण्णे जोयणसए एगुणतीसं च सट्टिभाए जोयणस्स एगमेगेणं मुहुत्तेणं गच्छइ ।
तया णं इहगयस्स मणूसस्स सीयालीसाए जोयणसहस्सेहिं दोहि य तेवट्ठेहिं जोयणसएहिं एगवीसाए य जोयणस्स सट्टिभाएहिं सूरिए चक्खुप्फासं
हव्वमागच्छइ ।
:
सेक्खिमाणे सूरि णवं संवच्छरं अयमाणे पढमंसि अहोरत्तंसि सव्वब्भंतराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સૂર્ય જ્યારે સર્વાયંતર મંડળ(પ્રથમ મંડળ) ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્તે કેટલા ક્ષેત્રને પાર કરે છે ? અર્થાત્ તેની મુહૂર્ત ગતિ કેટલી છે.
ઉત્તર– હે ગૌતમ ! સર્વાયંતર(પ્રથમ) મંડળ ઉપર પરિભ્રમણ કરતો સૂર્ય પ્રત્યેક મુહૂર્તે ૫,૨૫૧ ૨ યોજન ક્ષેત્રને પાર કરે છે. અર્થાત્ સૂર્ય વિમાનની મુહૂર્ત ગતિ પાંચ હજાર, બસો એકાવન પૂર્ણાંક योगएात्रीस साठांश (५,२५१ ) योननी छे.
સૂર્ય પ્રથમ મંડળ પર પરિભ્રમણ કરતો હોય ત્યારે આ ભરતક્ષેત્રના મનુષ્યો તે સૂર્યને સુડતાળીસ હજાર, બસો ત્રેસઠ યોજન અને એકવીસ સાઠાંશ(૪૭,૨૬૩ ) યોજન દૂરથી જુએ છે.
પ્રથમ મંડળમાંથી બહાર નીકળતો સૂર્ય નવા વર્ષના ભ્રમણોનો પ્રારંભ કરતા, પ્રથમ અહોરાત્રમાં સર્વાત્મ્યતર પછીના બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. તાત્પર્ય એ છે કે સૂર્ય બીજા મંડળ પર ગતિ શરૂ કરે ત્યારે નવા વર્ષનો પ્રારંભ થાય છે.
२५ जया णं भंते ! सूरिए अब्भंतराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया एगमेणं मुहुत्ते केवइयं खेत्तं गच्छइ ।
गोयमा ! पंच-पंच जोयणसहस्साइं दोण्णि य एगावण्णे जोयणसए सीयालीसं च सद्विभागे जोयणस्स एगमेगेणं मुहुत्तेणं गच्छइ ।