Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 635
________________ સાતમો વક્ષસ્કાર मणोगमाणं-मणोरमाणं अमियगईणं अमियबलवीरिअपुरिसक्कार परक्कमाणं महयागंभीरगुलुगुलाइय-रवेणं महुरेणं मणहरेणं पूरेंता अंबरं, दिसाओ य सोभयंता चत्तारि देवसाहस्सीओ गयरूवधारीणं देवाणं दक्खिणिल्लं बाहं परिवहंति । ૫૭૩ ભાવાર્થ:(ગજરૂપધારી ૪,૦૦૦ આભિયોગિક દેવો ચંદ્ર વિમાનને દક્ષિણ બાજુથી વહન કરે છે.) તે ગજરૂપધારી દેવો શ્વેતવર્ણી, સૌભાગ્યશાળી, સુપ્રભાવાન હોય છે. તેમનો પ્રકાશ શંખના મધ્યભાગ જેવો નિર્મળ, દહીં, ગાયના દૂધના ફીણ અને ચાંદીના સમૂહ જેવો શુભ હોય છે. તેઓનું કુંભસ્થલ-ગંડસ્થલ વજ્રમય હોય છે. તેઓની સૂંઢ સુંદર આકારવાળી, પુષ્ટ, વજ્રમયી, ગોળ, સ્પષ્ટ દેખાતા એક પ્રકારના જલબિંદુ રૂપે કમળોથી યુક્ત હોય છે. તેઓનું મુખ આગળથી ઉન્નત હોય છે. તેઓના બંને કાન તપેલા સુવર્ણ જેવા લાલ, વિશાળ, ચંચળ, વિમળ, ઉજ્જવલ, બહારની બાજુ શ્વેતવર્ણવાળા હોય છે. તેઓની આંખો પીતવર્ણની ચમકીલી, સ્નિગ્ધ, પલક યુક્ત, નિર્મળ, ત્રિવર્ણી-રક્ત, પીત, શ્વેત આ ત્રણ વર્ણથી યુક્ત એવા મણિરત્ન જેવી હોય છે. તેઓના બંને દંતશૂળ ઉન્નત્ત, મલ્લિકાના વિકસિત પુષ્પ જેવા ધવલ, એક સરખા આકારવાળા, વ્રણ રહિત, દૃઢ, સંપૂર્ણપણે સ્ફટિક, સુજાત-ઉત્પત્તિ સમયથી દોષ રહિત હોય છે. તે દંતશૂળની કાંચનકોશી(દંતશૂળ પરનું સોનાનું ખોભળું) વિમલ, મણિરત્ન જડિત, રુચિર અને ચિત્રિત હોય છે. તેઓના મુખાભરણો તપનીય(સુવર્ણના) વિશાળ હોય છે અને તિલકાદિ મુખાભરણોથી તેઓ ઉપશોભિત હોય છે. તેઓના મસ્તક મણિ અને રત્નોથી સુસજ્જિત હોય છે. તેઓના કંઠાભરણ ઘંટાથી યુક્ત હોય છે અને તેઓના ગળામાં તે પહેરાવેલા હોય છે. તેઓના કુંભસ્થળોની વચ્ચે રહેલું અંકુશ વૈડુર્યરત્નથી નિર્મિત હોય છે અને અંકુશદંડ વિચિત્ર, નિર્મળ, વજ્ર જેવો કઠોર, તીક્ષ્ણ લષ્ટ = મનોહર હોય છે. તેમના પેટ પર બાંધેલું દોરડું રક્ત સુવર્ણનું હોય છે. આ ગજરૂપધારી દેવો દર્પઅભિમાની અને બળવાન હોય છે. તેઓનું મંડળ-સમુદાય વિમળ અને ઘનરૂપે હોય છે(તેઓ ભિન્ન-ભિન્ન રૂપમાં હોતા નથી.) વજ્રમય અંકુશનું તાડન તેઓને સુખપ્રદ લાગે છે. મણિમયી નાની ઘંટડીઓ જેની આસપાસ છે, રજતમયી રજૂ(દોરી) કટિભાગ પર બાંધેલી ઘંટાયુગલ(બે ઘંટ)થી ઉત્પન્ન રણકારથી તેઓ મનોહર લાગે છે. તેઓની પૂંછડી કેશયુક્ત હોવાથી સુશ્લિષ્ટ, પાછળના ચરણ સુધી લટકતી હોવાથી પ્રમાણોપેત, ગોળ, સુજાત લક્ષણોપેત, પ્રશસ્ત, રમણીય, મનોહર અને ગાત્ર(શરીર)ને સાફ રાખનારી હોય છે. (પ્રાયઃ પશુઓ પોતાની પૂંછડીથી જ શરીરને સાફ કરે છે.) માંસલ, પૂર્ણ અવયવવાળા, કાચબાની જેમ ઉન્નત્ત ચરણો શીઘ્રન્યાસવાળા હોય છે. તેમના પગના નખ અંકરત્નના હોય છે. તેમના જીભ અને તાળવું તપ્ત સુવર્ણ જેવા લાલ હોય છે. તેઓની લગામ(નથ) સુવર્ણમયી હોય છે. તેઓની ગતિ સ્વૈચ્છાનુસારી, સુખજનક, મન જેવી વેગવંતી મનોરમ, મનોહ૨ અને અતિતીવ્ર હોય છે. તેઓનું બળ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમ અપરિમિત હોય છે. તેઓ મોટી ચિંઘાડ કરતાં ચાલતા હોવાથી, તેમની ચિંઘાડના મધુર સ્વરથી આકાશ ગાજી ઊઠે છે. દિશાઓ તેનાથી સુશોભિત થાય છે. ગજરૂપધારી ૪૦૦૦ દેવો ચંદ્રને દક્ષિણ બાજુથી વહન કરે છે. १९१ चंदविमाणस्स णं पच्चत्थिमेणं सेयाणं सुभगाणं सुप्पभाणं चलचवलककुह- सालीणं घणणिचियसुबद्ध-लक्खणुण्णय- ईसियाणय

Loading...

Page Navigation
1 ... 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696