Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સાતમો વક્ષસ્કાર
| ૫૦૯ |
હે ગૌતમ! જે નક્ષત્ર સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય તે નક્ષત્ર પ્રતિમુહૂર્તે સાધિક પાંચ હજાર, બસો પાંસઠ (૫,૨૫ દ8 ) યોજનનું ક્ષેત્ર પાર કરે છે. १०८ जया णं भंते ! णक्खत्ते सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं एगमेगेणं मुहुत्तेणं केवइयं खेत्तं गच्छइ ?
गोयमा ! पंच जोयणसहस्साई तिण्णि य एगूणवीसे जोयणसए सोलस य भागसहस्सेहिं तिण्णि य पण्णढे भागसए गच्छइ, मंडलं एक्कवीसाए भागसहस्सेहि णवहि य सट्टेहिं सएहिं छेत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નક્ષત્ર જ્યારે સર્વબાહ્યમંડલ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે તે પ્રતિમુહૂર્તમાં કેટલા ક્ષેત્રને પાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ! જે નક્ષત્ર સર્વ બાહ્ય મંડળ પર પરિભ્રમણ કરતા હોય તે પ્રતિમુહૂર્તમાં સાધિક પાંચ હજાર, ત્રણસો ઓગણીસ (૫,૩૧૯૩૪) યોજના ક્ષેત્રને પાર કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં 'નક્ષત્ર મુહૂર્ત ગતિ' નામના સાતમા દ્વારનું વર્ણન છે. નક્ષત્ર જાતિની અપેક્ષાએ સૂત્રમાં એકવચનનો પ્રયોગ છે. જે મંડળ પર જેટલા નક્ષત્ર હોય તે સર્વ નક્ષત્રોની મુહૂર્ત ગતિ એક સરખી જ હોય છે.
પ્રત્યેક નક્ષત્ર પોત-પોતાનું એક મંડળ અથવા બે નક્ષત્ર અર્ધ-અર્ધ મંડળ પર પરિભ્રમણ કરી એક પૂર્ણ મંડળ ૫૯ રૂફ મુહૂર્તમાં પાર કરે છે. આ ભાજક સંખ્યાથી મંડળ પરિધિને ભાગવાથી મુહૂર્ત ગતિ પ્રાપ્ત થાય છે.
પ૯ ૩૭ મુહૂર્ત પ્રમાણ નક્ષત્ર મંડળ ગતિકાળ કાઢવાની ત્રિરાશિ – પ્રત્યેક નક્ષત્ર ૧,૮૩૫ અર્ધમંડળો, એક યુગ(પાંચ વરસ)ના ૧,૮૩) અહોરાત્રમાં પૂર્ણ કરે છે. તો બે અર્ધમંડળ ચાલવામાં કેટલો સમય લાગે ?
એટલે ૧૮૩૦૪ = અહોરાત્ર પ્રાપ્ત થાય છે.
અહોરાત્રના મુહૂર્ત બનાવવા તેને ૩૦ થી ગુણતાં ૪૩૦ ૧૦૦૦ આવે. તે બંને રકમનો પાંચના અંકથી છેદ ઉડાડતા ૧૯૬૦ રાશિ પ્રાપ્ત થાય છે.
તે રાશિના પૂર્ણાક કાઢતા ૫૯ ૩૭ મુહૂર્ત પ્રાપ્ત થાય છે.