Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ૩ર |
શ્રી જેબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ઉત્તર- હે ગૌતમ! સંવત્સરોમાં પ્રથમ ચંદ્રસંવત્સર છે, અયનોમાં પ્રથમ દક્ષિણાયન છે. ઋતુઓમાં પ્રથમ વર્ષાઋતુ(અષાઢ, શ્રાવણરૂ૫), મહિનાઓમાં પ્રથમ શ્રાવણ મહિનો. પક્ષોમાં પ્રથમ કૃષ્ણપક્ષ છે. અહોરાત્રમાં-પ્રથમ દિવસ છે, મુહૂર્તોમાં પ્રથમ રુદ્ધ મુહૂર્ત છે. કરણોમાં પ્રથમ બાલવકરણ અને નક્ષત્રોમાં પ્રથમ અભિજિત નક્ષત્ર છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં યુગના પ્રારંભના પ્રથમ સંવત્સર, માસાદિનું નિરૂપણ છે. સદા પરિવર્તનશીલ કાળમાં પ્રારંભ કે અંતની સંભાવના નથી, પરંતુ વ્યવહારમાં અમુક સંવત્સરાદિ અતીત થઈ ગયા, અમુક સંવત્સરાદિ વર્તમાનમાં ચાલે છે, અમુક સંવત્સર ભવિષ્યમાં આવશે, આ રીતનો વ્યવહાર થાય છે. આ વ્યવહાર પ્રવર્તન માટે કાળ વિશેષથી યુગાદિ કાળના પ્રારંભની ગણના કરવી આવશ્યક બને છે. યુને प्रतिपद्यमाने सर्वे कालविशेषाः सुषमसुषमादयः प्रतिपद्यन्ते युगे पर्यवस्यति, पर्यवस्यति તે પર્યવસ્થતિ – વૃત્તિ. સુષમસુષમાદિના પ્રારંભ સમયે અર્થાત્ અવસર્પિણીના પ્રારંભ સમયથી યુગનો પ્રારંભ માનવામાં આવે છે અને તે સમયે જે સંવત્સર, માસ, દિવસ, ઋતુ વગેરે વર્તમાન હોય તે જ સંવત્સરાદિ યુગનું પ્રથમ સંવત્સરાદિ ગણાય છે. યુગનું પ્રથમ સંવત્સર–ચંદ્ર સંવત્સર :- યુગનું પ્રથમ સંવત્સર, ચંદ્ર સંવત્સર છે. યુગના પ્રારંભ સમયે સૂર્ય દક્ષિણાયન તરફ અને ચંદ્ર ઉત્તરાયણ તરફ ગતિ કરે છે. યુગના પ્રથમ સમયમાં ચંદ્રનો અભિજિત નક્ષત્ર સાથે યોગ થાય છે, જ્યારે સૂર્યનો તો પુષ્ય નક્ષત્ર સાથે યોગ ચાલુ જ હોય છે, યુગના પ્રારંભ સમયે સૂર્યના પુષ્ય નક્ષત્ર સાથેના ૬ ભાગ વ્યતીત થઈ ગયા હોય છે અને ર૩ ભાગ બાકી હોય છે તેથી યુગનું પ્રથમ સંવત્સર ચંદ્ર સંવત્સર માનવામાં આવે છે. યુગનું પ્રથમ અયન દક્ષિણાયન – યુગનું પ્રથમ અયન દક્ષિણાયન હોય છે. આ કથન સૂર્યની અપેક્ષાએ સમજવું. ચંદ્રની અપેક્ષાએ તો ઉત્તરાયણ હોય, કારણ કે યુગની આદિમાં ચંદ્રનું અયન-ગમન ઉત્તર તરફ હોય છે. સૂર્યનું અયન-ગમન દક્ષિણ તરફ હોય છે. યુગની પ્રથમ ઋતુઃ પ્રાવૃત્ ગત – એક વરસમાં પ્રવૃત્ આદિ છ ઋતુ હોય છે. યુગારંભ સમયે અષાઢ અને શ્રાવણ રૂપ પ્રાવૃત્ ઋતુ પ્રવર્તમાન હોય છે. યુગનો પ્રથમ માસ શ્રાવણ માસ – પ્રાવૃત્ ઋતુના દેશભૂત શ્રાવણ માસથી યુગનો પ્રારંભ થાય છે. યુગનો પ્રથમ પક્ષઃ કૃષ્ણ પક્ષ – યુગના પ્રારંભમાં કૃષ્ણ પક્ષ પ્રવૃત હોય છે અર્થાત્ શ્રાવણ માસનો કૃષ્ણપક્ષ (ગુજરાતી અષાઢ કૃષ્ણપક્ષ) પ્રવૃત્ત હોય છે. યુગનો પ્રથમ અહોરાત્રમાં દિવસ :- અહોરાત્ર-રાત્રિ દિવસમાંથી યુગનો પ્રારંભ દિવસે થાય છે. મેરુપર્વતથી દક્ષિણસ્થ સ્થાનોમાં સૂર્યોદય થાય ત્યારે યુગનો પ્રારંભ થાય છે. આ કથન ભરત-ઐરાવત ક્ષેત્રની અપેક્ષાએ જાણવું. વિદેહ ક્ષેત્રમાં યુગનો પ્રારંભ રાત્રિથી થાય છે.