Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સાતમો વક્ષસ્કાર
ચાર દિશા–ચાર વિદિશા કોણ :– પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચાર દિશા છે. બે દિશાની વચ્ચે ભાગને વિદિશા કહે છે. દિશાની જેમ વિદિશા પણ ચાર છે. પ્રત્યેક વિદિશા કોણ બે દિશાના સંયોગથી બંને છે. તેથી સૂત્રમાં બે-બે દિશાના સંયોગથી તેના નામનો ઉલ્લેખ છે. જેમ કે ઉત્તર પૂર્વ એટલે ઈશાન કોણ, પૂર્વ દક્ષિણ એટલે અગ્નિકોણ, દક્ષિણ પશ્ચિમ એટલે નૈઋત્ય કોણ અને પશ્ચિમ ઉત્તર એટલે વાયવ્ય કોણ. ચાર વિદિશાઓ સર્વત્ર એક પ્રદેશી હોય છે.
જબૂતીપમાં સૂર્યોદય વ્યવસ્થા :– જંબુદ્રીપમાં બે સૂર્યો સામસામી દિશામાં રહી મેરુને પ્રદક્ષિણા કરે છે. એક સૂર્ય અગ્નિકોણમાં હોય ત્યારે બીજો સૂર્ય વાયવ્યકોણમાં હોય અને અગ્નિકોણનો સૂર્ય પરિભ્રમણ કરતાં વાયવ્યકોણમાં પહોંચે ત્યારે વાયવ્યકોણનો સૂર્ય અગ્નિકોણમાં પહોંચે છે.
પૂર્વ-પશ્ચિમ મહાવિદેહમાં સૂર્યોદય-સૂર્યાસ્ત પૂર્વ મહાવિદેહમાં સૂર્યોદય એક સૂર્ય જ્યારે ઈશાનકોણમાં શિખરી પર્વત સમીપે આવે ત્યારે પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં સૂર્યોદય થાય છે અને દક્ષિણ તરફ આગળ વધતા પૂર્વ મહાવિદેહને પ્રકાશિત કરી અગ્નિકોણમાં ચુલ્લહિમવંત સમીપે પહોંચે ત્યારે પૂર્વ મહા– વિદેહમાં સૂર્યાસ્ત થાય છે.
૫. મહા. વિ. માં ઉદય
મેરુ
39 મ Y
૫૧૫
પ
કોણમાં શિખરી પર્વત સમીપે પહોંચે ત્યારે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં સૂર્યાસ્ત થાય છે.
ઐર.માં ઉદય .
રીંછે.
ભરત ક્ષેત્રમાં સૂર્યોદય ઃ– એક સૂર્ય જ્યારે અગ્નિકોણમાં નિષધ પર્વત સમીપે પહોંચે ત્યારે ભરતક્ષેત્રમાં
ભરત ઐરવતમાં સૂર્યોદય સૂર્યાસ્ત સૂર્યોદય થાય છે અને દક્ષિણ તરફ આગળ વધતા ભરત ક્ષેત્રને પૂર્ણરૂપે
પ્રકાશિત કરી પશ્ચિમ દિશામાં નિષધ પર્વત સમીપે પહોંચે ત્યારે
ઉ
|સૂર્યાસ્ત
.ભરતમાં ઉદય.
પશ્ચિમ મહાવિદેહમાં સૂર્યોદય ઃ– પૂર્વ મહાવિદેહમાં સૂર્યોદય થયો હોય તે જ સમયે બીજો સૂર્ય નૈઋત્ય કોણમાં ચુલ્લહિમવંત સમીપે પહોંચે છે ત્યારે પશ્ચિમ મહાવિદેહમાં સૂર્યોદય થાય છે અને ઉત્તરમાં આગળ વધતા પશ્ચિમ મહાવિદેહને પૂર્ણ રૂપે પ્રકાશિત કરી વાયવ્ય
થાય છે. ઐરવત ક્ષેત્રમાં સૂર્યોદય :– ભરત ક્ષેત્રમાં સૂર્યોદય થયો હોય તે જ સમયે બીજો સૂર્ય વાયવ્યકોણમાં નીલવાન પર્વત સમીપે પહોંચે છે ત્યારે ઐરવત ક્ષેત્રમાં સૂર્યોદય થાય છે. ઉત્તર તરફ આગળ વધતો સૂર્ય ઐરવત ક્ષેત્રને પૂર્ણરૂપે પ્રકાશિત કરી ઈશાનમાં નીલવાન સમીપે પહોંચે ત્યારે ઐરવત ક્ષેત્રમાં સૂર્યાસ્ત થાય છે.
એક અહોરાત્ર-૨૪ કલાકમાં જે સૂર્ય ભરતક્ષેત્રમાં સૂર્યોદય
કરે છે, તે જ સૂર્ય પશ્ચિમ મહાવિદેહમાં સૂર્યોદય કરે છે અને તે જ અહોરાત્રમાં બીજો સૂર્ય ઐરવત અને પૂર્વ મહાવિદેહમાં સૂર્યોદય કરે છે. આ રીતે ભરત અને ઐરવત