Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૭૨]
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
સૂર્ય સર્વાત્યંતર મંડળથી સર્વ બાહ્ય મંડળ તરફ પ્રયાણ કરે ત્યારે મેરુ પર્વતથી સૂર્ય દૂર જાય છે, તેથી તે દક્ષિણાયનના છ માસમાં દિવસ ટૂંકો અને રાત લાંબી થતી જાય છે. તે જ રીતે સૂર્ય સર્વ બાહ્ય મંડળથી સર્વાત્યંતર તરફ પ્રયાણ શરૂ કરે ત્યારે મેરુ પર્વતની નજીક આવતો જાય છે, તેથી તે ઉત્તરાયણના છ માસમાં રાત્રિ ટૂંકી અને દિવસ લાંબો થતો જાય છે.
લાંબામાં લાંબો દિવસ - જ્યારે બંને સૂર્યો ઉત્તરાયણના અંતિમ મંડળ ઉપર અર્થાત્ સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતાં હોય ત્યારે વરસનો સૌથી લાંબો ૧૮ મુહૂર્તનો, (૧૪ કલાક અને ૨૪ મિનિટનો) દિવસ અને બાર મુહૂર્તની (૯ કલાક અને ૩૬ મિનિટની) રાત્રિ હોય છે. લાંબામાં લાંબી રાત - જ્યારે બંને સૂર્યો દક્ષિણાયનના અંતિમ મંડળ અર્થાત્ સર્વ બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતાં હોય ત્યારે વરસની સૌથી લાંબી ૧૮ મુહૂર્તની (૧૪ કલાક અને ૨૪ મિનિટની) રાત્રિ અને ૧૨ મુહૂર્તનો (૯ કલાક અને ૩૬ મિનિટનો દિવસ હોય છે પ્રતિમંડળે દિવસ-રાત્રિના હાનિ-વૃદ્ધિનો ધુવાંકઃ- દક્ષિણાયનમાં પ્રત્યેક મંડળે જ મુહૂર્તાશ દિવસ ઘટે છે અને રાત્રિ તેટલી જ વધે છે.
ઉત્તરાયણમાં પ્રત્યેક મંડળે જ મુહૂર્તાશ રાત્રિ ઘટે છે અને તેટલો જ દિવસ વધે છે.
બંને અયનમાં સૂર્ય ૧૮૩ મંડળ પસાર કરે છે. પ્રત્યેક મંડળે જ મુહૂર્તાશ અર્થાત્ લગભગ દોઢ મિનિટની વધ-ઘટ થાય છે. ૧૮૩ જૈ = ૩૬ મુહૂર્તાશના મુહૂર્ત કરવા ૩૬૬ + ૧ = ૬ મુહૂર્ત. બંને અયનમાં કુલ ૬ મુહૂર્તની દિવસ-રાતની વધ-ઘટ થાય છે. રાત્રિ-દિવસની સમપ્રમાણતા :- બંને અયનના સૂર્યો પોતપોતાના ૧૮૩ મંડળમાંથી ૯૧ાામાં મંડળ ઉપર અથવા કુલ ૧૮૪ મંડળના ૯રામાં મંડળ ઉપર ભ્રમણ કરતા હોય ત્યારે ૧૫ મુહૂર્તની રાત અને ૧૫ મુહૂર્તનો દિવસ હોય છે. જુઓ પરિશિષ્ટમાં સૂર્યના ૧૮૪ મંડળનું કોષ્ટક. તાપ-અંધકાર ક્ષેત્ર :
४२ जया णं भंते ! सरिए सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं किंसंठिया तावखित्तसंठिई पण्णत्ता ?
गोयमा ! उड्डीमुह-कलंबुया-पुप्फसंठाणसंठिया तावखेत्तसंठिई पण्णत्ता । अंतो संकुइया बाहिं वित्थडा, अंतो वट्टा बाहिं पिहुला, अंतो अंकमुहसंठिया बाहिं सगडुद्धीमुह-संठिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સુર્ય જ્યારે સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે તેના તાપક્ષેત્રની સંસ્થિતિ-પ્રકાશ વ્યાપ્તિ ક્ષેત્રનો આકાર કેવો હોય છે?