Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૪૯૮ |
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં 'ચંદ્ર મંડળ આયામાદિ દ્વાર' નામના છઠ્ઠા દ્વારનું વર્ણન છે. પ્રત્યેક મંડળ પર બંને ચંદ્ર બરાબર સામસામી દિશામાં હોય છે તેથી ચંદ્ર મંડળની જે લંબાઈ-પહોળાઈ હોય, તેટલું જ અંતર બંને ચંદ્રો વચ્ચે રહે છે. તેનો અર્થ એ થાય કે મંડળગત બે ચંદ્ર વચ્ચેનું અંતર અથવા તે મંડળની લંબાઈપહોળાઈ કહો, બંને એક સમાન જ છે. સત્યંતર, સર્વ બાલ મંડળની લંબાઈ-પહોળાઈ(વ્યાસ) ગણના વિધિ - સર્વાત્યંતર મંડળ, જંબદ્વીપની સીમા પરિધિથી પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ બંને બાજુએ ૧૮૦-૧૮૦ યોજન અને બંને મળીને ૩૬૦ યોજન અંદર છે. તેથી જંબૂદ્વીપના ૧ લાખ યોજનના વ્યાસમાંથી ૩૬૦ બાદ કરતાં (૧,00,000-૩૬O =) ૯૯,૬૪0 યોજન પ્રાપ્ત થાય છે, તે પ્રથમ મંડળની લંબાઈ-પહોળાઈ છે.
સર્વ બાહ્ય મંડળ લવણ સમુદ્રમાં બંને બાજુએ ૩૩૦-૩૩0 યોજન જઈએ ત્યાં છે. તેથી જંબૂદ્વીપ વ્યાસમાં ૩૩૦ + ૩૩૦ = 0 યોજન ઉમેરતા (૧,૦૦,૦૦૦ + ૬૦) = ૧,૦૦, 0 યોજન પ્રાપ્ત થાય છે. તે સર્વ બાહ્ય મંડળની લંબાઈ-પહોળાઈ છે. પ્રત્યેક મંડળની લંબાઈ-પહોળાઈ હાનિ-વૃદ્ધિનો ધુવાંક – ચંદ્ર જ્યારે સર્વાત્યંતર મંડળથી સર્વ બાહ્ય મંડળ તરફ ગતિ કરે ત્યારે પ્રત્યેક મંડળે ૩૬ ૨૫ યોજનાનું અંતર વધે છે. તેથી બંને બાજુનું અંતર ગણતા ૩૬ ૨૫ ૪૨ ૭ર યોજન, ૫ યોજનાંશપ્રતિયોજનાંશની વૃદ્ધિ કરે છે તેથી પ્રત્યેક મંડળે વ્યાસમાં તેટલી વૃદ્ધિ થાય છે.
ચંદ્ર સર્વ બાહ્ય મંડળથી સર્વાત્યંતર મંડળ તરફ ગતિ કરે ત્યારે પ્રત્યેક મંડળે તેટલી જ (હર યોજનની) લંબાઈ-પહોળાઈમાં હાનિ થતી જાય છે.
અંતિમ ચંદ્રમંડળ અને અંતિમ સૂર્ય મંડળના વ્યાસમાં ૧૬ અંશના તફાવતનું કારણ :- પ્રત્યેક મંડળે ૭૨ ૫૩ ૫ યોજનની ચંદ્ર મંડળની લંબાઈ-પહોળાઈ વૃદ્ધિ કરતા, અંતિમ મંડળે લંબાઈ-પહોળાઈ ૧,૦૦,૫૯ ક યોજન પ્રમાણ આવે છે. (૧૫ ચંદ્રમંડળનું કોષ્ટક જુઓ).
ચંદ્ર અને સૂર્યનું ચાર ક્ષેત્ર સમાન હોવા છતાં અંતિમ મંડળે સૂર્ય મંડળની લંબાઈ-પહોળાઈ ૧,૦૦, 0 યોજન છે. જ્યારે ચંદ્રમંડળની ૧,૦૦,૫૯ ૫૪ યોજન અર્થાત્ ૧૬ અંશનો તફાવત થાય છે. તેનું કારણ સૂર્ય અને ચંદ્રનો વિમાન વિસ્તાર અથવા મંડળ માર્ગ વિસ્તાર છે. અંતિમ માર્ગ પર વિમાન હોય ત્યારે તેની પ્રાથમિક હદ સુધી જ ચાર ક્ષેત્ર ગણાય તેનો સમગ્ર વિસ્તાર ન ગણાય તેથી અંતિમ સુર્યમંડળના ૪૮ અંશ ન ગણાતા ૫૧0 યોજન થાય. ચંદ્ર વિમાનના ૫ અંશ ન ગણતા ૫૦૯ ૫ યોજનનું ચાર ક્ષેત્ર થાય આ રીતે સૂર્ય-ચંદ્ર મંડળ માર્ગમાં ૮-૮ અંશનો તફાવત હોવાથી બંનેના અંતિમ મંડળના વ્યાસમાં ૧૬ અંશનો તફાવત થાય છે. ચંદ્રની સ ભ્યતર-સર્વ બાલ મંડળની પરિધિ - સર્વાત્યંતર મંડળની લંબાઈ પહોળાઈ ૯૯,૬૪૦