Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૯૬ ]
શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વૈતાઢય પર્વત ઉપરની વિદ્યાઘર શ્રેણીના વિજયનું વર્ણન છે. ભરત ચક્રીના સમયમાં વિધાઘર શ્રેણીઓના રાજા નમિ અને વિનમિ હતા. ગ્રંથ પ્રમાણે ભરત ચક્રી સાથે વિદ્યાધરોનું યુદ્ધ ૧૨ વર્ષ ચાલ્યું હતું અને પછી વિજય મેળવ્યો હતો. અહીં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભરત રાજાએ વિદ્યાઘર રાજાને જીતવા અઠ્ઠમ તપ કર્યો અને તેઓ તત્કાળ તેમને વશ થઈ ગયા. દિવ્યા મર્ક:- ભરત રાજાએ નમિ-વિનમિને ઉદ્દેશીને, તેમનું ધ્યાન ધરીને અટ્ટમ પૌષધ કર્યો. નમિવિનમિને અવધિજ્ઞાન ન હોવા છતાં ભરત ચક્રવર્તી આવ્યાની જાણ દિવ્યમતિથી થઈ ગઈ, તેમ સૂત્રકાર જણાવે છે. અહીં દિવ્યમતિ શબ્દથી નિર્મળ મતિજ્ઞાનનું ગ્રહણ થાય છે.
જેમ પ્રથમ અને બીજા બે દેવલોકમાં દેવીઓ હોય છે. બીજા દેવલોકથી ઉપર દેવીઓ નથી. વિમાનવાસી દેવ-દેવીઓનું અવધિજ્ઞાન ઉપર પોતાના વિમાનની ધ્વજા સુધીના ક્ષેત્રને જ જાણી શકે છે.
ત્રીજા-ચોથા કે ઉપર આઠમા દેવલોક સુધીના કોઈ પણ દેવ પહેલા-બીજા દેવલોકની દેવીનું સ્મરણ કરે તો પહેલા-બીજા દેવલોકની દેવીને તે વિમાન સંબંધી અવધિજ્ઞાન ન હોવા છતાં વિશિષ્ટ મતિથી તે દેવોના ભાવો જાણી તે દેવલોકમાં જાય છે, તેમ અહીં નમિ-વિનમિને અવધિજ્ઞાન ન હોવા છતાં તે વિશિષ્ટ મતિ(ટેલીપથી)થી ચક્રવર્તીના ભાવ જાણી લે છે.
| વિનમિ પોતાની પુત્રી સુભદ્રા-સ્ત્રીરત્ન ભરતરાજાને ભેટ આપે છે. તેના વર્ણનમાં સૂત્રકારે ચક્રવર્તીના સ્ત્રીરત્નનું વર્ણન કર્યું છે. જે ભાવાર્થથી સ્પષ્ટ છે. માણુમ્માષ્પમાળનુત્ત:- તે સ્ત્રીરત્ન માન, ઉન્માન, પ્રમાણથી યુક્ત હોય છે. માનોપેત - પાણીથી છલોછલ ભરેલી કંડીમાં પ્રવેશતા ૩ર શેર પાણી બહાર નીકળે તો તે વ્યક્તિ માનયુક્ત કહેવાય છે. ઉન્માનોપેત - વ્યક્તિને ત્રાજવામાં તોળતા તેનું વજન ૧000 પલ થાય તો તે ઉન્માનોપેત કહેવાય છે. પ્રમાણપત – જે વ્યક્તિનું મુખ આત્માગુલથી ૧૨ અંગુલ પ્રમાણ અને કુલ ઊંચાઈ ૧૦૮ અંગુલ પ્રમાણ હોય તો તે પ્રમાણોપેત કહેવાય છે. આ સુભદ્રા સ્ત્રીરત્ન ત્રણે રીતે સપ્રમાણ હોય છે.
ગંગાદેવી વિજય :८५ तए णं से दिव्वे चक्करयणे आउहघरसालाओ पडिणिक्खमइ जाव उत्तरपुरत्थिमं दिसिं गंगादेवीभवणाभिमुहे पयाए यावि होत्था । सच्चेव सव्वा सिंधुवत्तव्वया जावणवरं कुंभट्ठसहस्सं रयणचित्तं णाणामणिकणगरयणभत्तिचित्ताणि य दुवे कणगसीहासणाई सेसं तं चेव जाव महिमत्ति ।